બાળરવી ની મંદ મંદ ઉષ્મા શીતલ પવન
પરિપૂર્ણ દિવસ નું આગમન
ખીલતી કાળી પર મંડરાતા ભ્રમર પંખ સંચારિત હવા ની લહેરખી
પરિપૂર્ણ આનંદ નું આગમન .-
કુદરતની કરામત:
આંસુઓ હરખનાં હોય કે શોકના;
"ખારા" જ લાગે છે,
પણ એકમાં આંખો ભરાઈ આવે છે અને બીજામાં હળવી થાય છે.
-
સાગર ને અહી કિનારા મળી જાય છે,
ભટકેલા મુસાફિર ને અહી મંઝીલ મળી જાય છે,
રાત ને અહી સિતારા,પૃથ્વી ને અહી આકાશ મળી જાય છે,
નદીયો ને અહી વર્ષો ના નીર મળી જાય છે,
નથી જડતા પતંગીયા અહી ફૂલો ની ખબર છતા,
પણ પતંગીયા ને અહી ફૂલો ની સુવાસ મળી જાય છે,
જો હોય શ્રદ્ધા અને ભાવના,
તો દાનવ ને પણ અહી ભગવાન મળી જાય છે,
છુપાયેલા છે ઘણા બધા શબ્દ આ કુદરત માં ,
એટલે જ તો કવિયો ને અહી કવિતા મળી જાય છે.-
કુદરતની કરામત હરઘડી હરપળ નજર આવે છે
જન્મની સાથે જ ઈશની વ્યવસ્થા નજરઆવે છે.
સૃષ્ટિમાં પણ કુદરતની કળા કેવી નજર આવે છે.
કાદવમાં પંકજ તો કંટક પર ગુલાબ નજર આવે છે.
કુદરતની કરામત હરઘડી હરપળ નજર આવે છે.
ધરતી પણ એક કણ સામે અનેક કણ પરત આપે છે
નદીને તરસ નથી પણ સતત બીજાને જળ આપે છે
વૃક્ષ પણ ખુદ તાપ વેઠી બીજાને શિતળતા આપે છે.
કુદરત ની કરામત હરઘડી હરપળ નજર આવે છે.
પણ માણસને કુદરત ની કરામત ક્યા રાસ આવે છે?
સ્વાર્થ માટે વૃક્ષ કાપતા માણસને કયા આંચ આવે છે?
હવા, પાણી , જમીન ની સ્વચ્છતા કયા યાદ આવે છે?
માણસને કયા કુદરત ની મહાનતા..જો ને યાદ આવે છે?
પણ , કુદરતની કળા તો હરઘડી હરપળ નજર આવે છે.🙏
-
કુદરત ની દરેક અવસ્થા ખરેખર અદ્ભુત છે...
ચકુ ની દરેક પ્રેરણા એ અવસ્થા માં ખાસ રહેલી છે...
કુદરત જ છે જે દરેક શબ્દોમાં પ્રાણ પુરવાની ક્ષમતા દાખવે છે...
ચકુ એ શબ્દો વાંચતા જ સકારાત્મક પ્રેરણાત્મક ક્ષમતા હરપળ કેળવે છે...
કુદરત નામ જેમ જ સચ્ચાઈ છલકે ને એ ખરાઈ તમારા શબ્દોમાં કોતરાય...
ચકુ ના શબ્દો એ કુદરત ના વખાણ ક્યાંથી કોતરી શકવાની..?
દરિયા જેવી ઊંડાઈ ધરાવે કુદરત ના શબ્દો
અને ઝરણાં જેવી મનમાં ઊછળકુદ મચાવી ચકુ ના શબ્દો થી
નિસર્ગ ને આ Testimonials કરે જિજ્ઞા અર્પણ...-
'કુદરત' નામે 'માણસ' ..
'પંકાય' ને 'પૂજાયે' ય ખરો...!
"તુ"-"તુ" માં છૂપાયેલું..
"હું"-"હું" કોઈને ક્યાં દેખાય છે...?
માત્ર *રૂપ* એનું ને..
કામ *મારું* - મનમાં ;-કયાં સમજાય છે..?-
નભ નગારૂ વાગે દિલ મા સરારત ની
સાંજ ઢળી કામળી ઓઢી કેશરીયાળી,
મન મા રંગબેરંગી સ્પર્શ ઉમદા જગાડી
ક્ષિતીજ ની વાણી કુદરત ની કરામત ચાળી.
-
જોઈ રંગ કુદરતનાં શબ્દો મારાં બે રંગ બની જાય છે
આથમતી સંધ્યા જાણે નિજાનંદ માણતાં શીખવી જાય છે-
વિના કોઈ સ્વાર્થે, વિના કોઈ ભેદભાવથી દરેકને કાંઈક ને કાંઈક અર્પણ કરે તે - કુદરત.
જે વ્યક્તિ કુદરતનો આ ગુણ ધારણ કરે તે જ - માણસ-
કુદરત થી મોટું કાંઈ નથી.
કુદરત ના ચક્રવ્યુહમાં માનવી હંમેશા ફસાયેલો રહે છે.
માનવ ના કર્મો નો હિસાબ કુદરત જ રાખે છે.
કુદરત જ ન્યાય કરે છે.
માનવ નો અહંકાર , માનવ નો હોદ્દો એ કુદરત સામે કાંઈ નથી. કુદરત જ સર્વસ્વ છે.
-