ગમ્યું , એ બધું મૃગજળ થઇ ગયું,
બાકી હતું , એ વાદળ થઇ ગયું ;
આંખોથી લખતી રહી રાત આખી ,
સુરજ ઉગતા એ બધું ઝાકળ થઇ ગયું ....!!
-
અડકે નહીં...
એ કલા અધૂરી છે...
કલમ થી...
ટપકે નહીં....
એ
વ્યથા અધૂરી છે......
કલા�... read more
સંકટો આવે ભલે, પણ સત્યતા છોડીશ ના,
તુ ખુમારી રાખજે, પણ નમ્રતા છોડીશ ના.
શુદ્ધ સોનુ હોય તેની તો કસોટી થાય છે.
છોડજે લઘળુ પરંતુ અસ્મીતા છોડીસ ના.
અસત્યો સામે સદાયે યુદ્ધ તો કરવાં પડે;
લેજે લડી ચારિત્ર્ય કેરી શુદ્ધતા છોડીશના.
પુષ્પ સામે પુષ્પ થા ને વજ્ર સામે વજ્ર થા;
વિપતિ ને વખતે ય તારી વીરતા છોડીશ ના.
હોય જવુ જો કિનારે, લે હલેસુ હાથ માં,
કાયર બની ને હામ કે તુ ધીરતા છોડીશ ના...-
આજ એકાંત મારા સૂનાં આંગણામાં પ્રવેશ્યું,
જ્યાં આંસુ ગાલેથી હેઠું ઉતરી મારા હોઠ ને અથડાયું.
અને એની યાદોની સમાધિમાં મન મારું અટવાયું,
મારું આંગણું સૂનમૂન થઈ નિરખતુ રહ્યું,
અને મારું મન શૂન્યાવકાશમાં સરી પડ્યું.
-
આખે આખા કપમાં ભરપૂર તાજગી હોય છે,
એકે એક ચૂસકીમાં ચકચૂર જિંદગી હોય છે !
રકાબી ને હોઠોના ચુંબન પછીના સબડકામાં,
એક વણકહી છૂપાયેલી બંદગી હોય છે !
રગેરગમાં એની સત્તા રમતી જોઈ મેં જ્યારે,
પછી વજૂદમાં ક્યાં કોઈ નારાજગી હોય છે !
એકથી ભલા હોય જો બે ચાની મહેફિલમાં,
ત્યાં એક ભરેલી સભાની મોજુદગી હોય છે !
તલબની તમે વાત ન પૂછો તો જ સારું યારો,
ઘણીવાર નશાની પણ આવી સાદગી હોય છે !
બંધાણી પાકા થાવ પછી મને કહેજો,
ચા વગર ખૂબ બેચેની જેવી માંદગી હોય છે !-
દુનિયાને મારી દુનિયાથી કંઈક અલગપણું લાગે છે,
જવાબો બધા સાચા પણ સવાલો ખોટા લાગે છે.
રસમ અહીંની , દોસ્ત મને તો અત્યાચાર લાગે છે,
ખંખેરીને ફેંકી દેવા છે, જે ઘાવ બહુ વાગે છે.
અતરંગી આ દુનિયામાં બધા પરિચિતો જ લાગે છે,
નીરખીને બહુ જોતા નહીં, દિલના ઘા રૂઝાતા વાર લાગે છે.
આશાઓનો સહારો લઈ, શબ્દો મારા હેમ-ખેમ ચાલે છે,
હશે તમારે વસંત, અમારે તો હજુ પાનખર જ ચાલે છે.
-
कहते हे हाथो कि लकीरे अधूरी हो तो किस्मत में,
मोहब्बत नहीं होती पर सच तो ये हे कि हाथो में हो,
कोई प्यारा हाथ तो लकीरो कि भी जरुरत नहीं होती।-
મળે નદીયુ સમંદર ને ,
આના નીર તો જોવો...
મન તો મારું પણ છે તમને મળવાનું,
થોડી રાહ તો જુઓ....
અરે આ કસુંબી આંખ તો જોવો,
જેને રંગ તમારા પ્રેમ નો લાગ્યો છે...
અરે જોયા છે રુજેલા ઘાવ બર્સી ના
પણ આતો પ્રેમ ની પીડા છે..
સહન કરી તો જુઓ...
-
आज ऐसे ही चलते चलते
पिछे मुड़ कर देखा
कुछ हमारी यादें मुस्कुरा रही थी😊
और हमारा रिश्ता दम तोड रहा था।💔-
અધૂરા પ્રેમની તો બસ
વાત રહી જાય છે ....!!
રાધા બનો કે મીરાં બસ
યાદ રહી જાય છે ....!!
લખું છું રાધા માટે ને
મીરા ને ગમી જાય છે ....!!
મન ને ગમે છે રાધા અને
રુક્મિણી મળી જાય છે ....!!-