Jagruti Kaila   (જાગૃતિ કૈલા..'ઊર્જા')
1.6k Followers · 183 Following

વ્યવસાયે શિક્ષક
સાહિત્ય ક્ષેત્રે વિદ્યાર્થી
Joined 16 June 2018


વ્યવસાયે શિક્ષક
સાહિત્ય ક્ષેત્રે વિદ્યાર્થી
Joined 16 June 2018
15 JUN 2023 AT 13:07

મળે...
ટૂંકી બહર (ગાલગાગા ગાલગા)

એક એવી ક્ષણ મળે
આંખમાં સમજણ મળે.

હેત હૈયે રણઝણે,
દ્વેષના ના રણ મળે.

માન માટે દંડ શું!
એક સારો જણ મળે.

આપશો તે પામશો,
હાથ ખાલી પણ મળે.

જિંદગીમાં હાર શું!
જીત હર આંગણ મળે.

©જાગૃતિ કૈલા, 'ઊર્જા'



-


8 JUN 2023 AT 12:42

શ્વાસ જેટલા જ આપ ખાસ છો
દિલની એકદમ આસપાસ છો
સખી, આપ માટે વધુ શું કહું..
રણમાં વિરડી જેવા ખાસ છો

Happy world friends day

-


30 APR 2023 AT 23:54

પાંચાલીની વેદના

મૌનની મહેફિલમાં હું ભટકું છું,
કહેવું ઘણું છે પણ હું અટકું છું.

સત્ય સમજનાર ચૂપ છે અહીં,
એટલે મસ્તક સભામાં પટકુ છું.

આબરૂની રક્ષા કરનાર નિ:સહાય,
તેથી લાચાર બનીને હું ભટકું છું.

નરાધમ કામમાં બન્યા એવા અંધ,
લાગે હું પિરસાયેલ એનું બટકું છું.

હવે માધવની જ મળશે સહાય,
એ વિશ્વાસની દોર પર લટકુ છું.

-


27 APR 2023 AT 13:32

નાસ્તિક આજ મોજે મોજ કરે છે
ભક્ત સુખની રોજ ખોજ કરે છે

-


27 APR 2023 AT 13:26

જો તમે મમતા અને દયાથી દૂર છો
તો તમે કેમ ભક્તિ થી ભરપૂર છો.? 🤔

-


16 MAR 2023 AT 14:10

આજ કાલ લોકો ક્યા સાચુ ચિત્ર બતાવે!
દર્પણ જ સાચો મિત્ર જે આપણું ચરિત્ર બતાવે.

-


23 FEB 2023 AT 23:29

મારી ખામોશી પણ એક ભાષા છે,
દરેક સમજે એવી એક આશા છે

-


2 JAN 2023 AT 0:43

પ્રકાર: ગઝલ
શીર્ષક : પ્રાણ છું
ગાલગાગા ગાલગાગા ગાલગા

પુષ્પમાં ધબકી રહેલો પ્રાણ છું,
યાદમાં રણકી રહેલો પ્રાણ છું.

રાહમાં કાંટા હજારો ઘાતના
ડરમાં એ લટકી રહેલો પ્રાણ છું.

સ્વાર્થ ઘેલા માનવીનો છે સમય,
આ યુગે ભટકી રહેલો પ્રાણ છું.

લાગણી મળશે મને નિર્મળ અહીં
આશમાં અટકી રહેલો પ્રાણ છું.

એમ 'ઊર્જા' હાર તો ના માનશે,
જીતમાં ખનકી રહેલો પ્રાણ છું.

-


7 DEC 2022 AT 10:28

પ્રેમ હોય કે દોસ્તી બિન શરતી હોવી જોઈએ,
દિલમાં હંમેશ સ્નેહની ભરતી હોવી જોઈએ.

-


29 NOV 2022 AT 17:49


चहेरे पे किताबो से ज़्यादा लिखा होता है ,
पर पढने का हुन्नर सबने कहाँ सीखा होता है ।

-


Fetching Jagruti Kaila Quotes