ધોળા દિવસે તો ઘેરી રાતે સૌથી અલગ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!
સૌન્દર્યમાં અવ્વલ અને સ્વભાવે અચલ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!
બધાં માટે પૂર્ણ હોવા છતાં પણ અપૂર્ણ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!
બંજર ધરાનેય ઉજાશથી કરતી પરિપૂર્ણ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!
રાસ રમતા રાધા- શ્યામના રૂપમાં સંપૂર્ણ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!
-
શરદ પૂનમ ના ચાંદ નુ નઝરાણૂ પણ કઈક અલગ જ છે.
જાણે ચંદ્ર ના કિરણો સવિશેષ અમ્રુતમયી .ચંદ્ર એક્દમ પુર્ણ
આજે ચંદ્ર ને જોઈને આ શ્ર્લોક તો જરુર યાદ આવી જાય
ચંદ્ર નુ અનુપમ સૌંદર્ય તો માત્ર અને માત્ર કવિઓ જ આલેખી શકે.
શરદપુનમ ની રચના માણવા માટે
બીજી કઈ ધડી રળીયામણી..
ઢોલ ધબૂક્યા વૃન્દાવનમાં ,શરદ પૂનમની ખીલી રાત
ગોપ ગોપીઓની નિર્મળ ભક્તિ, કાના સંગ સૌને રમવો રાસ
કહેવાય છે કે આજે આપના વ્હાલા શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમવા જો આવે છે
શરદ પુનમ ની રઢીયાળી રાત ને વધાવી દઈએ રાસ ના રમઝટ સાથે.
હે શરદ પૂનમની રાતડી જ રે અને ચાંદો ઊગ્યો છે આકાશ
અરે પણ સરખે સરખી સાહેલડી અરે મળી રમવા કારણ રાસ-
शरद पूनम नी रात चांदो खिलशे आभ,
रोग-दोश छूमंतर थशे,अमृत मोती बरसे,
पूजा पाठ बधां भक्तों करशे, आरती करशे,
खिलशे जेम ज्योति,रोग दोश छूमंतर थशे.-
राधा जी नो हाथ
कानूड़ा नी बंसी
अने गोपियों नो साथ
गरबा सारी रात-
આજ રાત જો આવી શીતળ શરદ પૂનમની,
ઊતરશે આભલિયું હેઠું લઈને વાત શશીની.
શ્યામ રજની સંગ જોડી સોહે શ્વેત મયંકની,
આ સિતારાની ગુપસૂપ વાત જગ જાહેરની.
કોરે - કોરે કોડીયાં'ને ફુમતાંની લેશ ચૂંદડીની,
ખેલૈયાને ન વિસરાય યાદ પદમણી પાયલની.
મજા ઊડતી ધૂળ ડમરી'ને વાદળ ઝાંખપની,
મોં વકાસીને ખીલ્યો ચાંદ જેને યાદ કદંબની.
કેવી નાનાં બાળ સમી પ્રીત નાદાન યુગલની,
ઝૂમે કદમ ધરા પર'ને જાણે ઉડાન ગગનની.
આજ રાત જો આવી શીતળ શરદ પૂનમની,
જોને દૂધની ધારે ન્હાશે પૌંઆ સંગ સાકરની.-
શરદ પૂનમની રાત,
તારલે મઢેલ ભાત.
યમુનાને તીર,
ખળખળ નીર.
ગોપીઓનો સાથ,
સંગ ગ્વાલ બાળ.
બંસરીના સૂર ,
સંગ નાદ નુપૂર .
સંગ રમે રાધા,
ન નડે બાધા.
જોડી સુંદર અતિ ,
જેમ કામ અને રતિ.
રાસ સંપૂર્ણ થયો
સમો સવારનો થયો.
ખૂબ અલૌકિક ક્રાંતિ,
મારી તૂટી ગઈ ભ્રાંતિ.
સ્વપ્ન પૂર્ણ થયું,
વહાણું વિતી ગયું.
જાગૃતિ કૈલા.. 🙏🏻
-
શરદપુનમ ની રાતડી,જામી રાસલીલા યમુના કાંઠે,
વ્હાલો વગાડે વાંસળી,ગોપીવૃંદ ઘેલું રાધા સાથે,
જામ્યો રંગલો આજ વનરાવન ઝૂમી ઉઠ્યું જોને,
હાથમાં તાળી ને સુમધુર મોરલી ધરી પ્રભુએ હાથે,
રૂપ લીધા અનેકો મનમોહને એક-એક ગોપી માંટે,
રાસ રમઝટ જામશે ખૂબ જોમથી કાળીયા સંગાથે,
ત્રણેય ભુવનના ભૂપ આજ નિહાળતા નૃત્ય નિરાલું,
સુંદર દ્રશ્ય જોવા માંટે હર કોઈ પ્રભુપ્રીતમને યાચે,
એવો મારો કાનકુવર જ્યારે ગોપીઓ સંગે નાચે,
જોનાર આ લીલાનાં 'ઈશ' સર્વ દુઃખ પાપ નાથે..-
હું બનું રાધા ને તું મારો કાન્હો,
તો રહીએ વૃંદાવન માં મુલાકાત સુધી,
મોરલી ના તાને રચાવીએ રાસ,
તો આવું હું શરદ પૂનમ ની રાત સુધી,
એક એક કાન ને એક એક રાધા,
ખોવાઈએ એકમેક માં છેક પ્રભાત સુધી,
મારી આંગળીઓ બને વાંસળી તારી,
અને તું આપે મોરપીંછ નિશાંત સુધી,
તું આવે તો કૈંક વાત બને આપણી
નહીં તો લંબાશે આવતી શરદ પૂનમ ની રાત સુધી-
રાધા :
એ...... ય
શરદપૂનમ ની રાતડી ..ને તારી બંસરી એ છેડ્યો નાદ,
સૂર સાંભળતા દોડી આવી.. વિસારી ને બધી યાદ ...
કાન:
એ....ય
શરદપૂનમ ની રાતડી ...ને તારા ઘૂંઘરૂ નો જો મળી ગયો સાથ,
યમુના ના તટ પર ધૂમ મચાવુ જો ને સારી.. સારી રાત..🙏-