Hemi Solanki  
1.2k Followers · 1.6k Following

read more
Joined 13 January 2019


read more
Joined 13 January 2019
Hemi Solanki YESTERDAY AT 22:21

ધોળા દિવસે તો ઘેરી રાતે સૌથી અલગ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!

સૌન્દર્યમાં અવ્વલ અને સ્વભાવે અચલ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!

બધાં માટે પૂર્ણ હોવા છતાં પણ અપૂર્ણ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!

બંજર ધરાનેય ઉજાશથી કરતી પરિપૂર્ણ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!

રાસ રમતા રાધા- શ્યામના રૂપમાં સંપૂર્ણ,
એવી તું જ તો છે મારી સદંતર શરદપૂનમ..!

-


Show more
34 likes · 4 comments · 1 share
Hemi Solanki YESTERDAY AT 19:26

I just have one genuine questions
on behalf of "Õne Sided Lover",
Who people will not like being loved
in return of giving nothing?

-


42 likes · 3 comments
Hemi Solanki 6 OCT AT 23:59

જર્જરિત એ સંબંધની રાહ જોઈ ઘરડાં નયન થઈ ગયાં હતાં વિહવળ..!
ખંડિત દિવે પણ નિર્જીવ બનેલી આશા કેવી ચમકતી હતી પ્રજ્જ્વળ..!

જોને ચારેકોરથી ફાટેલી એ પાઘડીનો છેડે આવી ગયો હતો હવે વળ..!
શું પા ઘડીયે એ રુંહ કંપી નહીં હોય એ સુધામયી આંખોને કરી સજળ..!

એક વાર પણ સુધ્ધાં વિચાર ના આવ્યો કોની સાથે વાપર્યું આટલું કળ..!
બેસુધ મથામણ કર્યા કરી હતી જેણેે એના ભવિષ્યને કરવા ઉજ્જવળ..!

ખંભે બેસાડી દુનિયા દેખાડી એનાં માટે આંખેથી નીતર્યું એક બુંદ ઝાકળ..!
કેમ ઉ‌ભા રહેવા જેટલો પણ સમય ના મળ્યો એ પાવન નનામી આગળ..!

ભડભડ બળતી એ ચિતાને પ્રેક્ષક બની જોઈ રહી ગામની એ ભાગોળ..!
ફરી એક નવા જીવને વિસામો આપી રહી હતી કોઈ અજાણી ધરાતળ..!

-


56 likes · 36 comments · 1 share
Hemi Solanki 6 OCT AT 22:51

અજ્ઞાત એવા આ પ્રેમ ને હું ક્ષણે ક્ષણે શું આપું નામ..
ફક્ત તને જ મારું આખું જીવન કરી ચૂકી છું સલામ..

એક વાર પણ તું જો મને અપનાવી શકેને સરેઆમ..
ખુદા કસમ, મંજૂર રહેશે મને આમ થવું બદનામ..

તારા માટે કદાચ હું હોઈશ એક અજનબી ગુમનામ..
બેશક હું વિતાવી નહીં શકું આ જીવન આમનામ..

જો ના અપનાવી શકે તો કરી લેજે મારી કતલેઆમ..
તારા વિના તો નિર્જીવ જેમ જ ચાલશે શ્વાસ આમ..

-


49 likes · 18 comments
Hemi Solanki 6 OCT AT 21:11


તકલીફમાં એને યાદ કરું...!
ખુશીમાં પણ એને યાદ કરું...!

ખબર જ ના રહી,
જોતજોતામાં ક્યારે એને ભગવાનનું સ્થાન અપાઈ ગયું..!

-


55 likes · 5 comments
Hemi Solanki 6 OCT AT 15:05

તમને એકડા ઘૂટાડવાના ચક્કરમાં
જેમની આખી જિંદગી ઘૂંટાઈ જતી હોય છે,
એમને ક્યારેય ઘરડાં-ઘરમાં ઘૂંટાવા ન મોકલશો..!

-


53 likes · 7 comments
Hemi Solanki 4 OCT AT 11:26

बाज़ार में सच्चे दिल कहीं बिकते नहीं,
कागज के फूल कभी लंबा टिकते नहीं।

-


66 likes · 7 comments
Hemi Solanki 4 OCT AT 10:57

#કાઠિયાવાડી Friendship Goal

સાહેબ, દોસ્તી તો એવી હોવી જોઈએ,
કે દૂરથી એ વાવાઝોડાંને આવતાં જોઈ,
આપણી મમ્મી આપણને એમ ક્યે,

"લે જો, તારી માં આવી ગઈ..!"

-


Show more
49 likes · 5 comments
Hemi Solanki 4 OCT AT 10:29

તું જીવનને મારી પર તો અજમાવ,
હું હૈયેથી હોડકું બની તરી જઈશ..!

તું આ રંગોળીને પ્રેમરંગે તો રંગાવ,
હું મેઘધનુષ્ય બની દીપી જઈશ..!

તું ફક્ત એક ખ્વાહિશ તો ફરમાવ,
આંખેથી પાંપણ બની ખરી જઈશ..!

પણ

તારા વિનાનો દાવાનળ સળગાવિશ,
જીવથી રાખ બની બળી જઈશ..!

-


74 likes · 11 comments
Hemi Solanki 2 OCT AT 0:31

#Girl's Friendship goal :

Friendship should be such that your mom
Calls your Bestie like,
"See, here comes your mom..!"

-


70 likes · 4 comments

Fetching Hemi Solanki Quotes

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App