અસત્યની કાખમાં સત્ય નામે બાળક,
બોલે કેવું બેબાકળું,
કામ કરે બધું ફાંકડું..
ગામ આખું લૂંટતું ભલે બધું એક સાથે,
તોય ન રાખે કોઈ લ્હાણું..
ગાય બસ એનું જ ગાણું..
કામ એનું કાલું, લાગે ન તોય વ્હાલું,
અપ્રમાણિકતા જોઈ આકળું,
લોકોનું મન લાગતું કાં સાંકડું..
સૌની આંખમાં હવે આ સત્ય ખૂંચતું,
કોઈ કહે હા નવાઈનો આ,
કોઈ કહે હા જા ભાઈ જા..
એતો હતો ભાઈ ભવસાગરનો મરજીવો,
પણ હવે વીણે કાંકળા,
થયાં કિનારા એનાં સાંકડાં..
હવે એને મનમાં અકડામણ થાય ઘણી,
અહીં મારા સમું છે કોણ ?
ત્રેવડ એ જ કે રહું હું મૌન...-
મંઝિલ પામવાની આશ નથી, હું બસ સફરને માણતી રહું છું,
વળાંકે અટવાઈ ન ... read more
સંબંધના છોડમાં સિંચાતું સદા સમજ અને કાળજીનું પાણી,
એ પછી નિત્ય થતી સ્નેહ અને ઐકયની ઉજાણી...-
સ્ત્રી માટે શું માત્ર એક દિવસ,
સ્ત્રીને તો સમર્પિત આખું આયખું...
સ્ત્રી એ શું માત્ર સુંદર ખોરડું,
સ્ત્રીનું ઉર તરબતર અંતરનું ઓરડું...
સ્ત્રી એ શું માત્ર એક ઘરેણું,
સ્ત્રી એ તો સ્નેહ-લાડનો લખલૂંટ ભંડાર..
સ્ત્રી માટે શું માત્ર ભાલ સજ્યું કુમકુમ,
સ્ત્રીને તો વ્હાલું સહજતાનું નિર્મળ સ્મિત..-
પાન પાન પામશે પલાશ,
કુંજગલીઓમાં કેવો ઉડશે ગુલાલ..
વસંતની એવી રંગીન લ્હેરખી,
જાણે પ્રકૃતિ નીજ પર કરશે ગુમાન..-
જ્યારે માણસ પ્રભુને નતમસ્તક પૂજતો હશે,
ત્યારે ઈશ્વર પણ મનમાં એને કાંઈ પ્રશ્ન પૂછતો હશે.?
લાચારી દેખાડી પ્રભુ પાસે કેટલું માંગતો હશે,
બંધ નેત્ર પાછળની ચાલાકી પર પ્રભુ શું હસતો હશે.?
પુણ્યની કમાણી પૂર્વે પાપ તો યાદ કરતો હશે,
મંત્રોચ્ચાર ને' દાનપુન કરી મનથી કેટલું વિસ્તરતો હશે..?
કર્મની ક્રિયા ભૂલી કર્મકાંડ નિશદિન કરતો હશે,
શું માણસની આ નાદાનીથી ઈશ્વર ખરેખર રિઝતો હશે.?-
આંધળી રાતના ગમે આછા અજવાળિયા,
ગમે ગોખલે દીવા, ગમે નયન કતારિયા..
પાંગળે ગૌ ધણ રંગ્યા આછા આંગણિયા..
ગમે ઘેરું, ગમે સંધ્યા ડૂબી સાંજના સાજનિયા..-
કાગળની હોડીને ફૂટી બે પાંખો
આતો જાણે આભને જડાઈ ગઈ શાખો..
આકાશ લાગે જાણે મોટો ધસમસ્તો દરિયો,
એક એક વિઝામાં આઘાપાછી બધી આટોપાટો..
ભોય તરીયે પછડાવાનો હવે છે ડર ખોટો,
હડસી મેલવાની હૈયે ધરપતનો નહીં જોટો..
આમ શા થઈ તું ફૂલ મહિંથી પથ્થર,
એવી કેટલી તે ખમી હશે તેને ભરતી'ને ઓટો..
કાગળની હોડીને ફૂટી બે પાંખો,
ઝળહળતો દીવો પોતાનો હોય ભલે એ ઝાંખો...-
મને અડેલીને ઊભું રહેલું મૌન મારું કહે છે,
"હવે મૂક છૂટું મને, નહીંતર તું વાછંટ માંથી વંટોળ થઈ જઈશ."-
લાગણી એટલે લાગણી, એ વળી સાચું શું કે ખોટું શું?
અંતઃકરણથી સ્પર્શે જો સ્નેહ તો પારકું શું કે પોતીકું શું?-