હોય શનિવાર ની સવાર કે રવિવાર નો દિવસ
ભાઈ એ તો ખેડૂ છે, એને સરખા સૌ દિવસ.
હોય શિયાળા ,ઉનાળા કે ચોમાસા ના દિવસ
ભાઈ એ શ્રમજીવી છે, એને સરખા સૌ દિવસ.
હોય લાંબા કે ટુંકા એને સરખા સૌ દિવસ,
ભાઈ એ ગરીબ છે, એને સરખા સૌ દિવસ.
એને ન હોય રજા કે નહીં વેકેશન ના દિવસ,
ભાઈ એ ઘરની નાર છે, એને સરખા સૌ દિવસ .
હોય શનિવાર ની સવાર ,સોમવાર નો દિવસ ,
ભાઈ એ કલમકાર છે ,એને સરખા સૌ દિવસ. 🙏🏻
-
बहु सरस छे राते थोड़ोक वरसाद
पड़्यो, त्यार थी पवन मां थोड़ी
नमी छे,मौसम सुहानो थयो,मन
प्रसन्न छे,
-
એટલે હનુમાન જી ના સાનિધ્યમાં
પ્રભુ એ મને પુછ્યુ તને જીવવા માટે શુ આપુ
શ્વાસ કે યાદ...? મે કહ્યુ શ્વાસે શ્વાસે તમારી યાદ"-
શનિવારની સવાર ને હનુમાન ની ગદા,
કરીએ એક દી યાદ ભલે ૬ દિવસ જુદા ..
ઝગમગની વાર્તા ને સાથે ઢેબરા તીખા ખાતાં,
શનિવારની સવારે અમે પીટી કરતાં રોતાં ...
રવિવારના પ્લાન માં આખો શનિવાર અમે ખોતાં ,
કાલે રવિવાર વિચારીને ધરાઈને અમે સૂતાં ..
એમાંય વિચારતા અમે "કોણ રમી ગયું ગેમ ? 😣
સાલો અઠવાડિયે એક જ રવિવાર કેમ ? ??"🤔
-
રસ્તા ખતમ નથી થતાં અહીં જીંદગી ના સફર માં
પડાવ આવી જાય છે ઇચ્છાઓ ને માણવાનો ..-
કાશ તું સમજી શકેત જીંદગી ,
એક શનિવાર ની આશ માં કેટલો ખર્ચાયો હું ..-
મસ્તી ના ઘોડા પલાણતી, મોજ ની બનતી અસવાર
આ રજા ની સોડમ લાવતી, મહેકતી શનિવાર ની સવાર !!-
થાક અઠવાડીયાનો ઉતરવાની આશથી
ને વળી રવિવારની રજાની હોંશે લઈને
આવી શનિવારની સવાર
ભૂલકાઓને સ્કૂલનો અડધો રે દિવસ
ધંધાદારીઓને રોજની એ જ ઝંઝાળ
આવી શનિવારની સવાર
કોર્પોરેટમાં પણ અડધો દિવસ કામનો
સરકારી નોકરીઓમાં એવો જ માહોલ
આવી શનિવારની સવાર
હા પરોઢિયે આજ પવન પુત્રને સ્મરવા
ઠેર ઠેર મંદિરીયે હો ઝાલરનો રે રણકાર
આવી શનિવારની સવાર
શનિવારથી સોમવાર વચ્ચે ઝંખના થોડી
જીવી લઉં કૈં શમણાંઓ એ આશ લઈ
આવી શનિવારની સવાર-
શનિવાર ની સવારે ખણ ખણ ઘુઘરા વાગે,
આવી સવારી શનિદેવ ની રાતો ની નીંદ ઉડાડે.
શનિવાર નો સૂર્ય પ્રભાત, ખિલ્યો રંગે ચંગે,
શનિદેવ ની ભક્તિ સાથે,નાદ અનેરો ગાજે.
શનિદેવ ને રીઝવવા નો શુભ છે શનિવાર,
ન્યાયપ્રિય શનિદેવ ની પુજા થાયે શનિવાર.
તેલ ચડાવી રીઝવે શનિ , ને માંગે વરદાન,
હનુમાન ચાલીશા જે કોઈ વાંચે શનિવાર.
જેવું કર્મ તેવું ફળ એ આપે ન્યાયાધીશ,
આ જન્મે નહીં તો આગળ ના જન્મે આપે.
પુર્વ જન્મ ના કર્મો નું ફળ અચુક તે આપે,
પાક્કો ન્યાયાધીશ છે ન્યાય સંપૂર્ણ આપે.
માટે કહું છું હે,માનવ તું કર્મ સારા કરતો રહે,
નહીં નડે આ શનિદેવ જેના પરમભક્ત મહાદેવ.
શનિવાર ની સવાર આજે, કરી લે સારા કામ,
શનિદેવ ને રીઝવવાનો આથી રૂડો કયો વાર..?!!!!
-BINDU✍️...
-
ખૂબ આકરી....
વહેલા ઉઠવું ને
અલસાયી આંખે
ધંધામાં ખૂંપવું..!
સમય નું મહત્વ..
તે જ જાણે : જે
શનિવાર ની સવાર
જાણે.. ને.. માણે..!!-