.*.ĤªrSĤ.*💓 .*.β!ñďµ.*.   (нαяsн вιη∂υ)
1.4k Followers · 372 Following

read more
Joined 1 July 2018


read more
Joined 1 July 2018

लुड़क दुड़क कर आई खुशी
दिलोंमें मस्ती लाई खुशी
हंसते हंसाती आकर आई

और फ़िर दर्द बनकर छलकी आँखोसे
अश्क बिंदु के बेजान बनकर
जाने अनजाने करीब लाकर

ठ़ोस कोई बहाना ढूँढकर
जान छुड़ाना चाहता था वो
और लो ,हमने खुदने तोड़ा रिश्तां,
छोड़ दिया ,अश्क बिंदुके पी कर।



-



પણછ ચડાવી તાકતી
રહી નજર, માછલીની આંખને,
અને માછલી બિચારી !
વિંધાતી રહી રાજ દરબારે,
કહેવાતા અર્જુનના
તીક્ષ્ણ ધનુષ બાણે….✍️

-



“મને લોકોની જેમ સારા બનતાં નથી આવડતું
મનમાં જે હોય છે એ સત્ય કહી દઉં છું.
કદાચ એટલે જ ,દુશ્મન વધારે ને’ મિત્રો ઓછા છે.
પણ જે છે તે હીરા-મોતી કરતાં પણ વધુ સવાયાં છે.”
********

-



“લાગણીઓ વેચાતી
નથી મળતી કે,ઉધાર આપું;
એ’તો નિસ્વાર્થ ભાવે કમાયેલી,
જિંદગીની પ્રથમ પુંજી છે.”
✍️

-



“હું છું ઓરડો છે દિવાલ છે ને’એક બારી છે
ને’ બારી પાસે એક ડાયરી છે પીળાં પડેલાં પાનાની”.

-





ઈર્ષાથી ભડભડતાં નગરમાં
ઠરેલી રાખના ઢગલા વચ્ચે
આશાનો એક કળશ લઈ
બેઠી છું પ્રેમની એકાદ
બૂંદ ઝીલવા...

-



“ક્યારેક મન મુજબની જીવેલી
ક્ષણિક ક્ષણો પણ અતિ-
મુલ્યવાન બની જાય છે.”

-



“જીંદગીમાં આવતી મુશ્કેલીઓ,
મારો કેસરીનંદન બાલ હનુમાન
ચપટીમાં ભગાડે.”

-



પૂનમના દિને અમાસ થઈ આવી.
અંધારી ગોઝારી લાશ થઈ આવી;

પનઘટની પાળે એક બેઠો મોરલિયો;
વાત,અફવા વંટોળે ચો'પાસ થઈ આવી.

કૂવાના કાંઠડે જળ, ભરેલાં બેડલાં;
લઈ પનિહારી વેશે ખાસ થઈ આવી.

મારા મનનો મોરલીયો થનગન થઈ નાચે
વાત દિલડાંની આખી,શ્વાસ થઈ આવી

ભરમાઈ ગઈ રે હું તો લોભામણી રાતે
સખી રજનીગંધાની કુમાશ દઈ આવી.



-



માઈક્રોફિકશન સ્ટોરી
શિર્ષક: "જગરાતા"
*************

જન્મદાત્રી વસુધાએ ઘરની સુખશાંતિ માટે ગોખની માતાને રિઝવવા નવરાત્રીના નવ ઉપવાસ કર્યા......
   જ્યારે દેખાડો કરવાની હોડમાં ટકી રહેવા માંગતી પત્નિને આપેલ વચન પાળવા પુત્રએ નવરાત્રીના જગરાતા કરાવ્યાં.

-


Fetching .*.ĤªrSĤ.*💓 .*.β!ñďµ.*. Quotes