Mayur Anuvadia   (Mayur Anuvadia (આસક્ત))
1.2k Followers · 35 Following

read more
Joined 19 June 2018


read more
Joined 19 June 2018
Mayur Anuvadia YESTERDAY AT 22:14

નવ વાગ્યે, નવ મિનિટ સુધી ચોમેર જ્યોત જગાવી
ભારતની એકતાને ઉજાળી સમસ્ત જગમાં ફેલાવી

‘તમસો માં જ્યોર્તિગમય’ની સંસ્કૃતિ જગને દર્શાવી
અંધકારને ઠેલતું આ ભારત છે દીધું દુનિયાને દર્શાવી

કોરોનાની મહામારીએ ભલે દીધું છે પળ પળ હંફાવી
છતાં અડગ ધરી છે હામ હ્ર્દયમાં, લે જો રે સૌ જાણી

એક ભારત, શ્રેષ્ઠ ભારતની દ્રષ્ટિ ફરીથી છે દ્રઢ કરાવી
ભલે રે જગમાં જોર અધર્મનું, સત્ય પ્રકાશશે અંતે ભારી

મહાપુરુષો, સંતોની ભૂમિ ભારતની એ ઓળખ બતાવી
ન ડગ્યું ન ડગશે ભારત કો’ વિરલાએ જેની રે નાળ થામી

-


7 likes · 8 comments · 4 shares
Mayur Anuvadia YESTERDAY AT 21:40

Engineer

-


Show more
3 likes · 2 comments
Mayur Anuvadia 4 APR AT 20:19

લોકડાઉનમાં માનવ વિહીન સડક જોઈ
વ્યાકુળ થયેલું એક વૃક્ષ પૂછી રહ્યું છે કે..

અરે, આ માનવનો દુકાળ પડ્યો કે?
થઈ તો નથી કોઈ મોટી હોનારત કંઈ?
ઘોંઘાટના સર્જક ને પ્રકૃતિ હણનારા
આ કાળાં માથળાં કેમ પલાયન છે.?

અરે આફત આવી, શું કો’ અણધારી ?
કે ભિતર સૌ ઘરમાં કૈં ઔર રંધાણું છે?
સુમસાન ગલીઓ, સુમસાન સડક જોઈ
આજ મારું હૃદય આ ખૂબ દુભાણું છે..

રાત્રિના હોય એવી નીરવતા જાણે કે
દિવસ દરમ્યાન સતત હું ભાળું છું ને
બસ ખાખી વર્દી ને સફેદ, નીલાં વસ્ત્રો
ધારી કો’ દેવદૂત સરીખાંને રે નિરખું છુ

( Read full in caption 👇👇👇... )

-


Show more
3 likes · 2 comments · 2 shares
Mayur Anuvadia 2 APR AT 13:37

બે અક્ષરમાં બ્રહ્માંડ સમાયું
નામ સ્મરણથી ઘટે પીડાયું

સત્ય, પ્રેમ, કરુણાની મૂર્તિ
આંખો જેમની નેહ નીતરતી

હાથમાં છે જેણે ધનુષ ધર્યું
ને રોમ રોમ અનુરાગે નીતર્યું

મર્યાદા પુરૂષોત્તમ રે કહેવાણાં
એ પ્રભુ પ્રાગટ્ય નાં વધામણાં


મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામના પ્રાગટ્ય દિવસની
સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ .. 🙏🙏🙏

-


9 likes · 4 comments
Mayur Anuvadia 31 MAR AT 20:22

ઈચ્છાઓને કૈં ખૂલી છૂટ આપી દઉં
વ્યથાઓ સઘળી હેતે પંપાળી લઉં

મૌનનાં પડઘાં ને હજુ પડછંદ કરીને
એનો સંવાદ ધ્યાનથી સાંભળી લઉં

દર્દનો પટારો ભરી રાખ્યો જે વર્ષોથી
ઠાલવી એને સૌ દર્દને નિહાળી લઉં

લાગણીઓ જે સાવ થીજી ગઈ છે
એ પરથી સેવાળનું પળ ઉતારી લઉં

આંખોં રોજ સુવાનો ડોળ કરે છે ને
એને શાતા થોડી ઉછીની આપી દઉં

ને પછી જો સમય મળે જ ખરેખર
ડૂમા ડૂસકાંઓને છૂટો દોર આપી દઉં

-


Show more
9 likes · 6 comments
Mayur Anuvadia 30 MAR AT 14:26

વિચારોનાં વમળમાં અમથું જ ક્યાંક ડૂબી જવાય છે
નીરવતામાં ય આ મનથી જો ને ક્યાં સ્થિર થવાય છે!

અતિતમાં ઓગળતાં કયાંક ક્ષણભંગુર થૈ જવાય છે
ને પળમાં હતાં ત્યાં ના ત્યાં પાછા પહોંચી જવાય છે

એકલતા ને એકાંતમાં હવે કોઈ ફરક ક્યાં દેખાય છે.!
સંસ્મરણો, યાદો, ઘાવ, હર્ષ બધું સરખું જ દેખાય છે

ઈચ્છાઓ, આકાંક્ષાઓની કો’ ક્ષિતિજ ક્યાં દેખાય છે
વાદળોની વચ્ચે રહીને કદી શું એને સ્પર્શી શકાય છે.?


( Read full in caption 👇👇👇 ... )

-


Show more
8 likes · 3 comments
Mayur Anuvadia 27 MAR AT 12:30

વાહ.! રે કુદરત, તારો ભય આખર માણસને થઈ ગયો
માણસ હર જીવ ખાતો, એ માણસ આજ કાંપી ગયો.!

પ્રકૃતિની હર મર્યાદા જે નિજ સ્વાર્થ ને ઓળંગી ગયો
માણસ એ જ આજ પ્રકૃતિને શરણે જઈ, રડી ગયો.!

ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ માટે કૈં જીવ ભરખી ગયો
માણસ એ આજ હર શ્વાસ ને પળ પળ તરસી રહ્યો

હજુ સમય છે ચેતજે માનવ નીરખીલે તું શું કરી રહ્યો
અંત સમયે દેહ ને ‘આસક્ત’ વ્યર્થ ને હો વલખી રહ્યો


Love nature, defeat covid–19..🙏🙏

-


11 likes · 8 comments
Mayur Anuvadia 25 MAR AT 13:14

ઈચ્છાઓને પંપાળી મનને સંયમમાં લઉં ઢાળી
દિનચર્યા આ લોકડાઉનમાં કૈં એવી લઉં પાળી

નીરખું પરોઢે પ્રકૃતિને ભલે ખોલીને જ હું બારી
સોશીયલ ડિસ્ટન્સ રાખું અંતરનું અંતર ઘટાડી

સોશીયલ મીડિયાનાં સદુપયોગે ખબરો સૌ ભાળી
અફવાઓથી દૂર રહી સૌને સજાગ કરું રે સંભાળી

એકાદ બે પંક્તિ કે કાવ્યો સંજોગો પર કલમે કંડારી
મનની ભિતર ડોકિયું કરી શબ્દ સાગર લઉં ઉછાળી

ને અગત્યની વાત કરું તો સોશીયલ મીડિયાને ટાળી
સ્વજનોની સંગતમાં બેસી કરું યાદોનો પટારો ખાલી

ફેસબુક ઇન્સ્ટા વ્હાટસેપ સઘળું જરૂર મુજબ ફંફાસી
મનનો માંહ્યલો ઘસઘસાટ સૂતો જે લઉં એને રે જગાડી

ચાલો આપણે સૌ હળીમળી ટાળીએ વૈશ્વિક મહામારી
સોશીયલ મીડિયાનું ડિસ્ટન્સ રાખી ખોલીને મનની બારી

-


Show more
23 likes · 12 comments · 2 shares
Mayur Anuvadia 22 MAR AT 16:07

આજે જનતા કર્ફ્યુંની સાથે સાથે જ
મોબાઈલના કર્ફ્યું પાડી લઈએ તો.?

મનનાં ઉધાડથી કૈંક લાગણીઓ
અનરાધાર વરસી જાય ..

ઘણી ગેરસમજણો દૂર થાય ને

પોતાનાં ને નજીકથી જાણી લેતાં કૈંક
સંબંધોનાં બંધ તૂટતાં બચી જાય.!

આજે છોડી દો ઈન્ટરનેટ ને
બસ માણો નિજ અંતરનેટ ..!!

-


Show more
10 likes · 2 comments
Mayur Anuvadia 22 MAR AT 14:26

મન ફાવે તેમ કાગળ પર તરતી
છંદ અલંકારમાં ક્યાં એ પડતી

ઈચ્છાઓને આભે જઈ ફરતી
આશાઓને ખોબામાં ભરતી.!

મૌનની ભાષામાં કૈં ગણગણતી
ઝીણું ઝીણું આંખોમાં નીતરતી

થોડું થોડું ભિતર રે સળવળતી
શબ્દોનાં સથવારે બસ મળતી

આતમને અજવાળે એ બળતી
ઘાવ કેટલાં પણ હો બસ હસતી

દર્દને દવા કરીને કેટકેટલું સંઘરતી
એ ‘આસક્ત’ સીધી ઉરમાં ઉતરતી

-


Show more
16 likes · 16 comments

Fetching Mayur Anuvadia Quotes

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App