Nisarg Patel   (કુદરત)
880 Followers · 460 Following

read more
Joined 16 December 2017


read more
Joined 16 December 2017
13 JAN AT 19:04

માંઝામાં તું ઢીલ રાખજે ,
પતંગને કાચા નહીં પાળવા દવ,

આપણામાં તું ફીલ રાખજે ,
શબ્દોની વાચા નહીં નડવા દવ ..

-


11 JAN AT 20:44

હંમેશાથી પથ્થર હતો કે ,
સમય જતાં થઈ ગયો ચુપ એ ?

કદાચ
એકલતાથી અજાણ હતો ,
સમય જતાં આવડી ગયું હોય એને ..

-


12 OCT 2024 AT 1:54

અંધારી હતી એ પણ રાત તો નહોતી ,
આપ-લે હતી શબ્દોની, વાત નહોતી ;

પ્રસંગ એવો બન્યો, જીત જ માત હતી ,
આગ જિંદગીની ને બળી ફક્ત જાત હતી.


-


5 OCT 2024 AT 19:37

એમને પડાવ્યું છે ટેટૂ છાતી ઉપર
એક ને શું ! દરેક ને દેખાય ,

છુંદાવી બેઠા તમે છાતી અંદર
ભલા ત્યાં કોને કોને દેખાય ?

-


19 SEP 2024 AT 10:59

જે તમને તમારા માને જ નહીં
ત્યાં તો કંઈ ફરિયાદ હોય !

સાંભળવા છતાં સંભળાય નહીં
ત્યાં તો કંઈ સાદ હોય !

જ્યાં સરવાળો થતો હોય નહીં
ત્યાં બધે બધું બાદ હોય ...

-


15 SEP 2024 AT 21:44

તને ભુલવા માટે મારે
ક્યાં કંઈ કરવાનું જ છે વધારે ?

જોવું છું જે સપના રાત્રે
બસ જોવાના છે વેહલી સવારે ..

-


9 SEP 2024 AT 21:24

ભીની જમીનને ફરિયાદ છે વાદળથી,
કે પલાળીને એને કોરું છે આકાશ કેમ ?

કહ્યું વાદળે, સૌથી નજીક ગયા પછી
દૂર જવા સિવાય, છે કોઈ વિકલ્પ એમ !

-


5 SEP 2024 AT 18:07

અરે કહું છું તો થોડા રોકાઈ જાવ ને ,
તમને કહેવાય ,થોડું કહેવાય સાંજ ને ;

જો રહો તમે,
તો મોકલી દઉં હું પાછા આ તાવ ને,
ને બદલી નાખું કુદરત ના આ દાવ ને ..

-


2 SEP 2024 AT 17:40

બાકીના મોહ તો ક્યાં છે જ હવે આ કાયામાં !
બસ તારા લીધે કહું છું કે હા, છું હું મોહમાયામાં..

-


1 SEP 2024 AT 10:26

જાણ નથી એમને ત્યાં સુધી છે
બધી મજા મજા ,
એકરાર જો થઈ જશે , આવશે
ક્ષણે ક્ષણે સજા..

-


Fetching Nisarg Patel Quotes