Amita Patel  
1.4k Followers · 206 Following

Joined 29 November 2018


Joined 29 November 2018
13 OCT 2024 AT 15:03

કેમ કરી કહું મારી અથાગ વેદના,
શું આમ જ મારે ખરી પડવાનું?
નવજીવન બસ નાનકડું અમથું, ને
ડાળથી પ્રેમ થાય એટલામાં મરી પડવાનું?

લીલુંછમ રહેવું છે મારે પણ કાયમ
મનગમતા સ્વપ્નમાં સરી પડવાનું
આટલું જલ્દી કોણ પડે પીળું,
શું કામ સહેજમાં જ આમ ઝરી પડવાનું?

મુજ વીતી કોઈ ને ના વીતે,
શું કામ પાનખરની વાતે ડરી પડવાનું!
લીલી કૂંપળો આવશે ને ભર્યું જીવન મળશે
ત્યાં સુધી ભલે ને ફરી ફરી પડવાનું!

-


22 AUG 2024 AT 11:08

સ્કૂલ માં છેલ્લા પાને:

આ શિક્ષક ભણાવે ત્યારે છોકરાવ ને કંટાળો આવે એટલે નોટનું છેલ્લું પાનું ખોલીને શું શું કરે..

૧. લિટાડા ફિટાડા દોરવા.
૨. ફ્રી હેન્ડ ડ્રોઈંગ કરવું.
૩. એકબીજાની સાથે લખીને વાતોની આપલે કરવી.
૪. સાહેબ કે મેડમનું ભંગાર કાર્ટૂન દોરવું.
૫. એકબીજા સાથે શૂન્ય ચોકડી રમવું.
૬. કાનો માત્ર અને ખાલી જગ્યા પરથી પિકચરના નામ ઓળખવાની ગેમ રમવી.


અને સાહેબ નજીક આવે ત્યારે...
છેલ્લું પાનું ફાડી, એનું પ્લેન બનાઈ
સાહેબ પાછા ફરે એટલે
એટલે એમની પર ફેંકવું..
😁😄😝🙌🫠🤭

-


23 JUN 2024 AT 8:31

પારિજાત મહોરે
ને મહેકે શબ્દો ..

(Read full in caption)

-


21 JUN 2024 AT 23:00

અદોદળું શરીર  મારું સુડોળ બનાવું
આજે છે અવસર, આજે સારો સુયોગ
          ચાલ યોગ કરું..
પહેલું સુખ તે જાતે નર્યા, શરીરનું ધ્યાન રાખું
આજે મળતી પ્રેરણા, આજથી કરું પ્રયોગ
          ચાલ યોગ કરું ..
બર્ગર પીઝા પાસ્તા જંક ફૂડઅે વાળ્યો છે દાટ
કોક રીતે ભરપાઈ કરું, ઊભા કરું સંજોગ
          ચાલ યોગ કરું...
આખો દેશ આજે યોગમાં વળ્યો, હું ય વળું,
આખું વર્ષ યોગ કરું, જીવન તંદુરસ્ત અને નિરોગ !!
          ચાલ યોગ કરું...

-


22 FEB 2024 AT 22:03

क्यों आज रूठी रूठी सी लग रही हो?
खुद से यूं न मुंह फुलाया करो!
कभी खुद अपने लिए भी जिया करो!
रोज न आऊंगा मनाने मैं
बस अपने आप ही अब संभला करो!

-


17 FEB 2024 AT 11:33

સંબંધોની જેલમાં પુરાઈ છું સાંકળ વડે
સંબધો સાચવવા જુઓ ઉભી હું પગે ખડે...

સહેજ થઈ ચૂક , તો શબ્દો જલદ તડતડે
સાચવવા સંબંધો, દિલ બસ હંમેશા ફફડે

જૂના સંબધોની છતમાંથી સેક્રિફાઈસ દદડે
નવા સંબધોમાં ય વળી પાકા કાંઠે ઘડા ના ચડે

સંબધોની પક્કડ જોરદાર, સૌને એમ જકડે
ના સચવાય,ના છૂટાય, મુક્તિ માટે મન રખડે

તે છતાં ય, માનવી ફસાયો સંબધો જ વડે
છે એવી જેલ, જે જીવનભર નભાવવી પડે




-


16 FEB 2024 AT 22:43

હું તપુ તો કહેશે કેટલો તપ્યો
હું ઢળું તો કહેશે કેમ ઢળ્યો

હું પોતે અગનઝાળમાં શેકાઉં
લોક કહેશે કેમ અમ તરફ ધપ્યો

હું વાદળ પાછળ સંતાઉં
તો કહેશે કેમ સાવ જપ્યો

હું ઉનાળાએ જરા વધુ તપુ
તો નાહક જ હું બદનામ ખપ્યો

હું શિયાળાએ રાહત કરું
તો કહેશે આ ચંદ્રથી ય ટપ્યો

ઑફફો, શું કહું મારું મૂંઝવણ
તમે નહીં સમજો ,છોડો લપિયો!

-


15 FEB 2024 AT 11:44

to maintain the quality of his/her writing

-


7 FEB 2024 AT 9:44

એટલે..
પ્રેમની પરિભાષા
લાગણીઓની લિપિ
સ્નેહની સરવાણી
વિશ્વાસનું વહાણ
આસક્તિનું અમૃત
સહિષ્ણુતાનો સંકલ્પ
પ્રણયનું પુષ્પ
..
..
બસ એક અનોખું બંધન!


-


5 FEB 2024 AT 21:11


प्यारकी बाती में जब लफ्जों का दिया जलेगा
तभी तो जा के ये चुपकीदीका शोर दबेगा

रहोगे चुप तो बहुत खलेगा
शांत रहने से दिल जलेगा

बस अब खुलके भी बोलो, झगड़ा टलेगा!
बात करो ना! तभी तो हल निकलेगा!

-


Fetching Amita Patel Quotes