QUOTES ON #વ્યક્તિત્વ

#વ્યક્તિત્વ quotes

Trending | Latest

વયની સાથે વ્યક્તિત્વની કોઈ જોડ નથી હોતી,
વ્યક્તિત્વથી થયેલી ઓળખાણ લોભ નથી હોતી

પ્રકૃતિમાંથી મળેલ વસ્તુ ક્યારે ક્ષોભ નથી હોતી,
વ્યક્તિત્વને વસાવનાર ને ક્યારે ખોટ નથી હોતી...
~"હાર્દ"

-


7 AUG 2019 AT 20:37

શ્રદ્ધાંજલિ 1952 - 2019
સુષ્મા સ્વરાજે દુનિયાને સમજાવ્યું કે
લંબાઈ અને કદ વચ્ચે કેટલો ફરક છે?
વ્યક્તિ પોતાનો દેખાવ પસંદ નથી કરી શકતી, લંબાઈ પણ આપણે નક્કી નથી કરી શકતા, આ બધુ જન્મથી મળે છે, પણ હાં, વ્યક્તિ સમાજમાં પોતાનું કદ કેટલું હોવું જાઈએ એ નક્કી કરી શકે છે.
પોતાનું કદ કેટલું હોવું જાઈએ એ સુષ્મા સ્વરાજે પહેલેથી જ નક્કી કરી લીધું હતું. અને એટલે જ સુષ્માએ નાની ઉંમરથી જ સડક પર તાપમાં સંઘર્ષ કર્યો હતો.
સુષ્માએ નક્કી કરી લીધું હતું કે, ઘણે દૂર સુધી જવાનું છે અને ત્યારે જ લંબાઈ ભલે ન વધે કદ તો વધવાનું છે જ. કદ અને લંબાઈ વચ્ચે શું ફરક હોય છે એ સુષ્માએ વિશ્વને સમજાવ્યો હતો.

-


7 AUG 2019 AT 11:58

સર્વશ્રેષ્ઠ "સ્ત્રી - નેતૃત્વ" ગુમાવ્યું છે ભારતે ,
માને છે બધા એમાં કોઈ "બેમત" નથી ..

નારાજગી વિના સત્ય કહી શકે "પ્રભુત્વ" સાથે ,
એવી બીજા કોઈના શબ્દોમાં હવે "કૌવત" નથી ..

દરેક દેશમાં પોહચી છે એમની "લડત્વ" ની સુગંધ
પાકિસ્તાન પણ એમાંથી "બાકાત " નથી ..

મુઠ્ઠી ઊંચેરું "વ્યક્તિત્વ" હતું એમનું બેશક ,
એમને વર્ણવાની તાકાત હવે "કુદરત" માં નથી ..

-


8 AUG 2019 AT 8:38

જ્યાં પણ હોય કોઈ સંકટ માં હંમેશા એની વહારે થતી
કોઈ ને બહેન ની જેમ તો કોઈ ની માં બની દુલાર કરતી

જાતિ ધર્મ થી ઉપર ઉઠી ને પળ પળ હસતી હસાવતી
વ્યક્તિત્વ જાણે રાણી લક્ષ્મીબાઇ સૌને થરથર કંપાવતી

વાણી માં જેની કોમલતા સ્વભાવ માં જેની દયા સમાઈ
કોટી કોટી વંદન એ લાડલી ને લીધી જેણે આ ધરા પર થી વિદાય

-


7 AUG 2019 AT 10:56

अभिन्न व्यक्तित्व नी धनी सुषमा स्वराज
बधां नी आंखो नम करी ने जता रह्या छे,
"मदर इंडिया" नी उपाधी थी नवाजी
एमने विदाय..".प्रभु एमनी आत्मा ने शान्ति
आपे"

🙏🙏💐💐

-


8 APR 2021 AT 15:45

કંઇક તો જાદુગરી છે કલમ તારા અસ્તિત્વમાં,
જોને તારા થકી આવી છે નવીનતા મારા વ્યક્તિત્વમાં...

જ્યારે મળે સમય ત્યારે ઈચ્છું તને મારા હાથ માં,
જોને ખબર નથી ખુદની, બસ રાચુ છું કલ્પનાઓમાં તારા સંગાથમાં..

આપે છે તું મૌનને પણ વાચા, આપુ છું પ્રતિસાદ તારા સાદ માં,
જોને શબ્દોની મહેફિલ સજાવી, કાયમ વિહરું છું વિચારોના આકાશમાં..

ખુમારી કહું કે સ્વભાવ, તું ઘડાઈ જાય છે કોઈ પણ ઘાટમાં,
જોને તારામાં ભરી રંગબેરંગી શ્યાહી, પૂરું છું રંગોળી કાગળના મેઘધનુષી લલાટ માં..

કવિઓનું કાયમનું સાથી, કાગળ પણ સમાવે કાયમ બાથમાં,
જોને તારી હાજરી કાયમ આકર્ષે મને, જરૂર તું ચુંબક છુપાવે છે તારી જાત માં...

-


7 AUG 2019 AT 18:44

8 OCT 2019 AT 0:05

અમુક વ્યક્તિનું વ્યક્તિત્વ શ્રીફળ જેવું હોય છે..
લોકો ઉપરથી સખત જોઈ ને હથોડીનો જ ઘા મારે છે.

-


27 MAR 2019 AT 23:26

તમારી વાણી એ તમારા
વ્યક્તિત્વનું ઓળખપત્ર છે..

-


26 MAR 2019 AT 14:56

તમારું ચરિત્ર ,એ તમારું
Adhar card છે,
અને તમારી બોલી ,
એ તમારું i.d. Proof છે..

-