કાગળ ના આવાસ માં જીવી ને એટલું જાણ્યું કે,
કલમ જેની આત્મા બને શબ્દો એના સ્વયં પરમાત્મા ને ગમે..!!-
Queen of my own world...
Wish me on 23 Oct...
Music lover... read more
તું નથી તો હવે ખુદ ની હાજરી અનુભવાય છે,
એવું તે કેવું કે તું હોય ત્યારે ખુદ ની જાત ભુલાય છે...
તારો ભાવ કહું કે પછી તારો પ્રભાવ કહું ,
તારા અહેસાસ માત્ર થી પણ તારી ખાલી જગ્યા પુરાય છે....
તું નથી તો હવે આ સ્પંદનો સંભળાય છે,
એવું તે કેવું કે તું હોય ત્યારે શ્વાસ ની મોજુદગી ગૌણ વર્તાય છે...
તારી સોબત કહું કે પછી તારી આદત કહું,
તારા ખ્યાલ માત્ર થી પણ આખેઆખી ગઝલ લખાય છે....
તું નથી તો હવે આ એકાંત ઉભરાય છે,
એવું તે કેવું કે તું હોય ત્યારે વર્ણો નો કાફલો જાણે આસપાસ મંડરાય છે..
તારી અહેમિયત કહું કે પછી તારી રિવાયત કહું,
તારી યાદ માત્ર થી પણ બેરંગ જિંદગી રંગબેરંગી ચિત્રાય છે...
તું નથી તો હવે ઢળતી સાંજે ' હતાશા 'ઘેરાય છે
એવું તે કેવું કે તું હોય ત્યારે રાતે તમસ માં પણ આંખો અંજાય છે...
-
સઘળું સમજાય છે છતાં શબ્દોની ડેલીએ તાળા છે,
કદાચ એટલે જ સંબંધ ની અગ્રતા માટે મૌન ના કમાડ ઉઘાડા છે...
મનડું મુંજાય છે છતાં સ્વમાન થી વિશેષ નિરર્થક દેખાડા છે,
કદાચ એટલે જ લાગણી ની મહત્તા માટે વાદ વિવાદ છુપાણા છે..
અપેક્ષાઓ ઘવાય છે છતાં અસરકારક મલ્લમ ની આશે નિરાશા છે,
કદાચ એટલે જ સ્નેહ ની શીતળતા માટે દૂર થી જ સ્મિત સુંવાળા છે..
સમજણ પરખાય છે છતાં મતભેદો ના પરિણામે રહેતા માત્ર ઉખાણાં છે,
કદાચ એટલે જ એકમેક ની આત્મીયતા માટે સ્વાર્થ ના સરનામે અંધારા છે.
ભોળપણ અકળાય છે છતાં ગેરસમજ ના ઓથે ફરકતા માત્ર ધુમાડા છે,
કદાચ એટલે જ સમજદારી ના શ્રૃંગાર થી સજતા સગપણ વધુ રૂપાળા છે...
-
અટકી અટકી ને ચાલે છે શ્વાસ આ રુંધાય નહિ તો સારું..
હૈયે થી હામ ખૂટે છે ક્યાંક આ સ્પંદનો મુંજાય નહિ તો સારું...!-
અચાનક ભુલાઈ રહેલા ભાન માં ચોક્કસ તારો હાથ છે,
અકારણ ગવાઈ રહેલા ગાન માં ચોક્કસ તારો હાથ છે...
નજર થી નજર શું મળી છે, આ ખુદ થી નજર અંદાજ થવામાં ચોક્કસ તારો હાથ છે....
અણધાર્યા લખાઈ રહેલા નામ માં ચોક્કસ તારો હાથ છે,
એકાએક મુકાઈ રહેલા વિરામ માં ચોક્કસ તારો હાથ છે...
લાગણીઓ તારી તરફ શું ઢળી છે, આ કલમ થી રૂબરૂ થવામાં ચોક્ક્સ તારો હાથ છે...
અવિરત છલકાઈ રહેલા જામ માં ચોક્કસ તારો હાથ છે,
અગણિત ચૂકવાઈ રહેલા દામ માં ચોક્કસ તારો હાથ છે...
હકીકત માં કલ્પનાઓ શું ભળી છે, આ એકાંત ને અવસર બનાવવામાં ચોક્કસ તારો હાથ છે..
-
ના રૂપ - રંગ , ના શરીર ની સુદ્દઢતા,
નારી, તારી સુંદરતા ને હું બાહ્ય દેખાવ થી ના આંકુ...
તારા અદ્વિતીય સૌંદર્ય ને તો હું, સ્વભાવ ના ઝરૂખે થી ઝાંકું.....
ના કાજળ - લાલી, ના શૃંગાર ની સહાયતા,
નારી, તારી સુંદરતા ને તો હું શબ્દો ની આશ્રિત ના રાખું..
તારા અકલ્પનીય વ્યક્તિત્વ ને તો હું, લાગણી ની કલમ થી લખું...
ના બિંદી - સિંદૂર , ના કેશ ની કોમળતા,
નારી , તારી સુંદરતા ને તો હું ગજરા ની મોહકતા થી ના બાંધુ..
તારી સમજણ ને સમર્પણ ને તો હું, સલામી ના દોરા થી સાંધું....
ના બાલી - કંગન , ના ઝાંઝર રણકતા,
નારી, તારી સુંદરતા ને તો હું ઘરેણાંઓ થી ના શોભાવું...
તારા અનેક રૂપો ના શણગાર ને તો હું, ગૌરવપૂર્ણ ઓવારણાં લઈ વધાવું...
-
તારા રૂપ ને પરિભાષિત કરવાની સ્પર્ધા યોજાય,
ને હું તને " શરદપૂનમ નો ચાંદ " કહી આલેખું
તો તને ગમશે ..?-
આવી રે રૂડી શરદપૂનમ ની રાત,
આભે પેલા ચંદ્રમાં ની તો શું કરું વાત..!
જાણે કાળી ભમ્મર ઓઢણી માં,
જડ્યો કોઈ આભલો અત્યંત ચમકદાર.!!
આવી રે રૂડી રાસગરબા કેરી રાત,
થનગનતા પગલાં ની તો શું કરું વાત..!
જાણે સુર, તાલ અને લય છેડાયો,
ને ખેલૈયાઓ ના હૈયે ઉમળકા ધોધમાર.!!
આવી રે રૂડી પ્રેમ પાંગરતી આ રાત,
દરેક કૃષ્ણ ને રાધા ની તો શું કરું વાત..!
જાણે વૃંદાવન બન્યું એ પવિત્ર સ્થાન,
ને એક મેક માં તન્મય સૌ નર ને નાર..!!
આવી રે રૂડી મનભાવન આ રાત,
અજાણતા નજરોના ટકરાવની તો શું કરું વાત.!
જાણે એ ચહેરો જડાઈ ગયો કાળજે,
ને એની સાદગી માં જાણે અદ્વિતીય શણગાર..!!
-
જ્યાં માત્ર જરૂરિયાત પૂરતા સંવાદ હોય છે,
જ્યાં વાત ચીત કરતા વધુ વિવાદ હોય છે,
એ સંબંધો માત્ર પીંજરા માં આઝાદ હોય છે.!
જ્યાં માત્ર ઉપર છલ્લા લાગણી ના ભાવ હોય છે,
જ્યાં સ્વાર્થ સંતાડવા , પડદા નો જ અભાવ હોય છે
એ સંબંધો નો માત્ર મૃગજળ સમ દેખાવ હોય છે.!
જ્યાં માત્ર જૂઠી મુસ્કુરાહટ નો વ્યવહાર હોય છે,
જ્યાં માત્ર અંગત માટે ઉજવાતા તહેવાર હોય છે..
એ સંબંધો ના આંગણે કાયમ ઈતવાર હોય છે..!
-
પ્રેમની પરાકાષ્ઠા કહું કે પછી કૃષ્ણ ની આસ્થા,
રાધા નો પર્યાય છે પ્રેમ ને કૃષ્ણની છબી છે એની રાધા
વિરહ ની વેદના કહું કે પછી મિલન ની ઝંખના,
રાધા નું ઉપનામ છે પ્રેમ ને કૃષ્ણ માટે એ સુગમ પ્રાર્થના,
ત્યાગ ની મૂરત કહું કે પછી સમર્પણ ની ભાવના,
રાધા ની પરિભાષા છે પ્રેમ ને કૃષ્ણ ની એ અખૂટ આરાધના,
પ્રેમભરી નજર કહું કે પછી બંધ નયનો ની કલ્પના,
રાધા નું સરનામું છે પ્રેમ ને કૃષ્ણ ના હર શ્વાસે એની સ્થાપના,
પૂનમની રાતે રાસલીલા કહું કે પછી કૃષ્ણ ના હૈયે ચમકતા આભલાં,
રાધા નો રાસ છે પ્રેમ ને કૃષ્ણ ની બંસી માં રાધા ના થનગનતા પગલાં,
લાગણી નો દરિયો કહું કે પછી વ્હાલ નીતરતા અમી છાંટણા,
રાધા નું તો પ્રતિબિંબ છે પ્રેમ ને કૃષ્ણ ના રાધા સંગ ભવોભવ ના ટાંકણા...!
-