અમને અમારી ખબર ક્યાં છે;
લોક પૂછે તમારી ગઝલ ક્યાં છે,
મૌન રહ્યાં સદૈવ, હદય ભાવ સાથે;
'હાર્દ' પૂછો તો મારી મજલ ક્યાં છે,
~'હાર્દ'-
વિચાર મારા, લોકોનાં મંતવ્યોથી પરે છે
લખું છું પણ ખબર નહિ કયાંથી ખ... read more
પથ્થર બનાવી મુક્યાં અમને પ્રેમમાં,
હદયનાં ભાવ પ્રગટ કરવા ક્યાંથી,
ને અમથાં સવાલ કરી મૂકશે લોકો,
'હાર્દ' તે આપેલા એ જવાબ માંથી,
~'હાર્દ'-
ગણિત સમજી ન મથો સંબંધમાં, નથી અહીં કોઈ ખરાખરી,
માંડ તાળો મળ્યો સફરનો, છે આખરે સુખદુઃખની સરાસરી,
~'હાર્દ'-
પ્રભાતમાં પ્રભાસ પૂંજ સાથે પથરાયો પ્રકાશ પટ પર,
મુક્ત મને માણી રહ્યો, આહલાદક થઈ રહી એ પળ,
~'હાર્દ'-
શું કરું મૂકી દઉં? સંવાદમાં કોઈ વાત નથી રહી,
'હાર્દ' હવે એકતરફી તલવારમાં ધાર નથી રહી,
~'હાર્દ'-
પ્રથમ પગલું ભર્યું મરુસ્થળ પર,
છાયો જોયો તો હું ભૂલી ગયો,
કંટક પંથની આદત હતી મને,
ગુલાબ જોયું તો હું રડી ગયો,
~'હાર્દ'-
મારા દિલે મનાઈ ફરમાવી છે મને,
હવે લાગણીઓ સાથે રમવા નઈ દઉં તને,
~'હાર્દ'-
ભરત ભરેલા વસ્ત્રોમાં, આ ગરવી ગુજરાતણ નાર,
મનડાં મોહી એ બેસે, પછી હૈયાં કેમ ન માને હાર,
~'હાર્દ'-
જઈ બેઠો છું એવાં ટેકરે,
જ્યાં ધરા ને આભનો મિલાપ દેખું,
એમાં વરસી છે વસમી ઘડી,
જ્યાં બધાને એકબીજાથી ખિલાફ દેખું,
~'હાર્દ'-
મુજ સ્પંદમાન હૃદયનું સ્પંદન છે તું,
એક છબીમાં રચેલું મનોમંથન છે તું,
યદમ પણ જાણે આભાર વ્યક્ત કરે,
અશ્રુઓ નાં અભિષેકનું વંદન છે તું,
ભટકતાં રહેતા એકલા જગતમાં,
મુજ ભોમિયા માટે નું બંધન છે તું,
હદયપટલ પર વહેતાં એ કાયમ,
અમીરસનાં ઝરણાં નું કંચન છે તું,
નતમસ્તક થવું સદાય ગમે મને,
એ સુંદરતાનું કોઈ મંજર છે તું,
~'હાર્દ'-