મળ્યો એક કાગળ આજે શબ્દો વિનાનો,
ભરેલો હતો જેમાં,લાગણીનો ખજાનો...-
લાગણી
છાની છુપી તું ક્યાંક સંતાઈ જાય
એના પહેલા તને શોધી લેવી છે
કાગળ મારો આજે ભલે ભીંજાઈ જાય
પણ તને આંખોથી વહેવડાવી દેવી છે
સવાલો બનીને તું રોજ સતાવે છે મને
પણ દિલના દરેક ખૂણામાંથી તને આજે
સાંભળી લેવી છે
ઘણું છુપાઈ લીધું તે મારા મનના ઉંડાણમાં
આજે કલમના સથવારે તને વહેંચી લેવી છે-
અણધારી રાતોની વાતોની યાદો,
મનડા એ ભૂલ થી ભુલાવી દીધી,
શું કરું નાદાન દિલ નું કો દિલ થી,
હૃદયમાં લાગણી તારી સમાવી દીધી..-
લાગણીને, મૌનની ભાષા મળે છે,
બસ વિચારો એ પછી તાજા મળે છે.
બોલવું છે, કેટલાંને, કેટલુંયે,
ક્યાં કદી યે, કોઈને વાચા મળે છે.
નાનપણમાં સાંભળેલી વારતામાં,
જ અમને, કેટલાં વાંધા મળે છે.
હાલતાંને ચાલતાં જે બ્હાર જાતા,
એમને ક્યાં કોઈ સરનામાં મળે છે.
જો સફળતા હાથ આવે બે ઘડીમાં,
એને અઢળક મોહ ને માયા મળે છે.
રાહ જોઈ જેમની થાકી જવાતું,
એ જ, અમને માર્ગમાં સામા મળે છે.
હોય છે ‘હષૉ’, અસર કેવી સમયની
ફળ ધીરજના યે, હવે માઠા મળે છે.-
તારી જોવાની અદા એવી હતી કે,
અમારી પુરી કોલેજ પ્રેમમાં ગઈ,
આજે રાત્રે એકલા બૈઠા હોય,
તો વિચાર આવે કે લાગે,
અમારી પુરી જવાની વ્હેમમાં ગઈ.-
નિષ્ફળ નીવડે છે તેઓ ક્યારેક લાગણીને સમજવામાં,
અને મુજથી અલિખિત શબ્દો ની સમજૂતી માગે છે.-
એક પર્ણ હેમથી ઘણું જ ભારે થાય છે,
આવું તો કૈં લાગણી ભળે ત્યારે થાય છે;
છે અનેકવિધ પર્ણો અવનીને ખોળે તોય,
સાચું મૂલ્ય તો એનું કૃષ્ણને દ્વારે થાય છે...-
શબ્દોને આજે થોડું વધુ નીખરવું પડશે
મૌનને આજે અક્ષરે અક્ષરે વિખેરાવું પડશે,
કલમ આવી છે આજે કાગળની મુલાકાતે,
કાગળને થોડું વધુ રૂડું રૂપાળું બની શરમાવું પડશે..!!
લાગણીઓ ને મન ના પડદા પાછળ થી સમક્ષ થાવું પડશે
સંતાયેલી અપેક્ષાઓને થપ્પો થવા બાહર આવવું પડશે,
કલમ આવી છે આજે કાગળની મુલાકાતે,
કાગળને એની રાહ માં ફૂલો પાથરવા જાવું પડશે..!!
સંધ્યાને સોળે કળાએ ખીલી સૌંદર્ય છલકાવવું પડશે,
વાયરાઓ એ પ્રણયરાગ છેડી સુમધુર સંગીત ગાવું પડશે,
કલમ આવી છે આજે કાગળની મુલાકાતે,
કાગળને એની કજરારી સ્યાહી ના રંગે રંગાવું પડશે...!!-
મૌન રહીને લાગણી જયારે સઘળા જવાબો માંગે
અહેસાસ લખીને ત્યારે શબ્દો કેટલી પરિક્ષા આપે.??-
ડુબી તો જાય જ છે બધા પ્રેમ માં
રાહ તો એની જોવ છું જે,
વિશ્વાસ ની હોડી થી, આ સાગર તરાવી દે
-