HaRshA ...   (HARShA)
84 Followers · 17 Following

Joined 24 February 2019


Joined 24 February 2019
21 MAY 2020 AT 7:21

जीवन की सच्चाई

शादी में 50 लोग, और, मृत्यु पर 20 लोग,
की रोक
हमेशा रहनी चाहिए
न तो 50 से ज्यादा लोग खुश होते है,
और न ही 20
से ज्यादा दुखी

बाकी लोग
फॉर्मेलिटी के लिए ही आते है...

-


18 OCT 2019 AT 23:26

હૈયે આજે ખુબ અકળામણ થઈ,
અચાનક બારી ઉપર નજર ગઇ.

એક ચકલીને આનંદથી ચિચિયારી કરતાં જોઈ.

અદેખાઈ થઈ મને તેને આનંદિત જોઈ,
અનાયાસે જ તેને વાત પૂછાઇ ગઇ.

"કેવી રીતે આટલી આનંદિત રહી શકે તું,
સદીઓથી ફક્ત ચોખાની ચણ લઈ ?

વાત સાંભળી મારી, એને મનુષ્યની વાચા થઈ.

રે ભલા આદમી, બુદ્ધિ તો તને..
અમારા કરતાં અનેક ઘણી મળી ગઇ,

પણ ઇચ્છાઓની વણઝાર લગાવી તેં,
તેમાં તારી ખુશી રોળાઈ ગઇ...

મળ્યુ જે, એ મોજથી માણી લે,
ભેગું કરવાની ઇચ્છા તજી દે...

સંતોષની મૂડી તું સાચવી રાખ,
દેખા દેખીમાં ન ખોઇ દે...

હૈયાની અકળામણ ઓછી કરી,
એ નાની સી ચકલી,
આર્ટ ઓફ લિવિંગ શીખવાડી ગઇ......

-


12 OCT 2019 AT 23:14

ખુદા તારા દરબારમાં...
ખબર નથી પ્રશ્ન શું પુછાતો હશે ?
આત્મા તે જ પરમાત્મા તો..પછી..
પથ્થર કેમ પુજાતો હશે ...!
ભવ-ભવના કરેલા ભેગા આવે તો
એ ભવ કેમ ભુલાતો હશે ..!
અહીં કરેલા .. અહીં જ ભોગવવા પડે તો ....
સ્વર્ગ અને નર્ક કેમ ચલાવતો હશે !
નિતી તે જ ધર્મ .તો નિતીને નેવે મુકી ....
ધર્મનો વાયરો કેમ વાતો હશે !
કહેવાય છે કે તારી ઇચ્છા વિના ...
એક પત્તું પણ હલતું નથી....
પણ લાગે છે કે ..આ મન આગળ તો ...
પ્રભુ તું પણ મુંજાતો હશે...??

-


15 SEP 2019 AT 7:07

જેને પામવાનું સહેલું નથી હોતું
એની તરફ દીવાનગી વધતી જ જાય છે.

-


26 JUL 2019 AT 14:39

વાદળમાં જવાનો રસ્તો મળી ગયો
સાગરને એ બહુ સસ્તો મળી ગયો

સુરજે અમસ્તો જ કર્યો હતો સ્પર્શ
જળને જીવવાનો મોકો મળી ગયો

જવું હતુ ધરતીના અંતરમન સુધી
માર્ગ તેનો વાયા આકાશ બની ગયો

કોણે કહ્યું કે કાળા પથ્થરમાં પ્રેમ નથી
ટપકતા જળથી તે લીસ્સો બની ગયો

ગગને ધરાને ચુંબન કર્યું વરસ પછી
લોકો કહે પહેલો વરસાદ પડી ગયો

પ્રેમની ભાષા શીખી લે ચોમાસામાં
પછી કહેતો નહીં, એકલો પડી ગયો

-


30 MAR 2019 AT 15:32

पूछते है लोग मुझसे क्यूं मेरी
हर साँस राधा राधा कहती है..
वो नादान क्या जाने कि राधा वो वजूद है
जिसमे कान्हा की रूह रहती है..

-


24 MAR 2019 AT 22:48

ઍક-બે ઉછીના કોઈને શ્વાસ આપ,
જે ન માંગે, દોસ્ત, ઍને ખાસ આપ..

સોય તો છે સાંધવા તૈયાર આજ,
ફક્ત દોરા જેટલો વિશ્વાસ આપ...

-


24 MAR 2019 AT 15:17

દરેક જગ્યાએ દરેક વાર જીતવું
એવો મહાન આદર્શ એટલે પુરૂષ..!!

પરંતુ

યોગ્ય સમયે જરુર પડે ત્યારે
હસતાં ચહેરે હારવું એવું
મહાન વ્યકિતત્વ એટલે સ્ત્રી..!!

-


24 MAR 2019 AT 14:56

ખુબ મજા આવે પણ
એક વાતે લોચો પડે,
અઠવાડીયે એક રવિવાર
ખરેખર ઓછો પડે !!

-


20 MAR 2019 AT 6:46

તારે વૈભવ રંગ મહેલ નોકર ચાકરનુ ધાડુ,

મારે ફળિયે ચકલી બેસે એ મારુ રજવાડું.


-


Fetching HaRshA ... Quotes