Vijay Kaiyani   (Vijay Meriya❤️)
634 Followers · 113 Following

read more
Joined 8 May 2020


read more
Joined 8 May 2020
12 AUG 2024 AT 13:42

ચૂપ છે હોઠ બંધ છે આંખો,
તુ નથી અહીંયા છે માત્ર યાદો,
સ્મિત રેલાયું છે તને વિચારતા વિચારતા,
કે આજે સબ્દો નહિ મૌન કરી રહ્યું છે વાતો,
ન સમય ની ગણતરી ન પળો નો હિસાબ,
લાગણી આજે પણ તારા થી એટલી જ છે,
અનહદ....બેહદ....બેહિસાબ.....
ખર્ચાઈ ના જાય યાદો તારી એ ધ્યાન રાખું છું,
જરાક જરાક લખી ને તને રોજ માંણું છું..!

-


28 MAY 2023 AT 22:18

કરીશ નહિ ચિંતા તું વિશ્વાસ રાખીશ હું આવીશ,
રૂબરૂ ના તો વરસાદ માં એક બુંદ બની તને ભિંજાવિશ.

-


28 MAY 2023 AT 22:06

તારા હાથ નો ચૂડલો
આ ખન ખન ખનકે
ને ધબકારા વધે અહી
મારા હૃદય ના,
કેમ કરી સમજાવું તને
એ ગોરી અહી મુરઝાઇ ગયું છે ચહેરો
તારા આગમન ની રાહ માં....

-


1 NOV 2022 AT 21:13

કણ કણ થી મહેકતો આ રણ,
સંસ્કૃતિની છાયામાં જે સભ્યતા અને
પ્રતિષ્ઠા ને સાચવતો આ રણ,
કુદરત ની કઠોરતા ને પણ અભિમાન થી જાળવતું રણ,
બેરંગ છતાં છે રંગીલો મારો રણ.

-


8 SEP 2022 AT 22:03

હું બંધાઉ છું તારા થી છતાં તને આઝદ રાખું છું,
પ્રેમ તે પ્રકારે હું,
તારા માટે નિઃસ્વાર્થ રાખું છું.

-


29 AUG 2022 AT 23:09

બંધન ન હતું છતાં બંધાયેલા હતા,
એક બીજા ના ખ્યાલો માં વિચારો માં બધી વાતો માં,

નજીક ન હતા છતાં બવ નજીક હતા,
એક બીજા ના અહેસાસ માં જ્જબાત માં પ્યાર માં ,

દર્દ માં હતા છતાં હસતાં હતાં,
એક બીજા ની વાતો માં મુલાકાતો માં મસ્તી મજાક માં,

આ એ દિવસો ની વાતો છે જ્યારે અમે સાથે હતા,
પણ હજુ જુદા થયી ને પણ જુદા નથી થયા,

હજુ પણ એક બીજા ની સાથે છીએ,
યાદો માં વાયદા માં અને ઇંતજાર માં.

-


6 JUL 2022 AT 16:11

મૃત નદી નો હું એ શુકો કિનારો,
ફક્ત જોઈએ મારે એક બુંદ નો સહારો,

કાટ લાગેલ છું હું એ પ્રેમ નો મિનારો,
ફક્ત જોઈએ મારે પ્રેમ ના પોલીસ નો સહારો,

પ્રકૃતિ ને હું ઉજ્જડ કરનારો પાનખર નો જમાનો,
હવે રાહ જોવું વસંત ની અને તેની બહાર નો સહારો,

જર્જરિત મકાન ની હું તૂટેલી દિવારો,
ઉભો છું અહીં લઈ ને આ સ્તંભ નો સહારો,

લાખો ટુકડા માં ફેલાયેલ હું તૂટેલો સિતારો
ખરી પડવું છે મારે બની ઉલ્કાપિંડ
ફક્ત જોઈએ મારે જમીન નો સહારો,

એકલતા ના આ દરિયા માં આવે છે કંટાળો,
બીજું કંઇ નહિ,
ફકત જોઈએ મારે બસ માત્ર ને માત્ર ' સપના ' કેરો સહારો.

-


12 JUN 2022 AT 22:02

જો જીદ કરે સીતા સોના ના હરણ ની,
તો અવશ્ય છે દુરી રામ થી.

-


9 JUN 2022 AT 21:43

આંખો માં ઝળઝળિયાં આવી ગયા,
ગેલેરીમાં પડેલી તારી યાદો ને જોતા…

-


10 MAY 2022 AT 22:31

આંસુઓ થી ભરાઈ આવે છે આ આંખો મારી,
જ્યારે યાદ આવી જાય છે મને તારી.

-


Fetching Vijay Kaiyani Quotes