【●】કાનમાં કહું...【●】
જ્યારે કોઈ સ્ત્રીને પિતા, ભાઈ કે પછી પતિ
સમજવાનું ને સાંભળવાનું બંધ કરી દે છે ને...
ત્યારે જ એની લાઈફમાં
બીજા કોઈક પુરુષની એન્ટ્રી થાય છે...-
વિદ્યા :- પ્રાપ્તિ ઘણું કામ કરી લીધું... ચાલને હવે રમવા...
પ્રાપ્તિ :- હું ન આવી શકું. તમે રમો...
વિદ્યા :- તું શું હંમેશા કામ જ કર્યા રાખે છે ?
પ્રાપ્તિ :- તમે જાઉં રમવા... મને કામ સિવાય બીજું કાંઈ જ નથી આવડતું...
વિદ્યા :- શું આવી છો તું સાવ ?
વિદ્યા :- મમ્મી પ્રાપ્તિ હંમેશા કામ જ કેમ કર્યા રાખે છે...
મમ્મી :- કેમકે તે ભણી ગણી નથી ને એટલે...
વિદ્યા :- તમે પણ ક્યાં ઝાઝું ભણ્યા છો ? તોય તમે ક્યાં બધું કામ કરો છો ? હમમમ... દાદીમા એક દિવસ કહેતા'તા કે એ નીચી જાતિની છે ને એટલે એને કામ જ કરવાનું હોય...
વિદ્યા :- મારાં પ્રગતિટીચર પણ નીચી જાતિનાં છે... તોય અમે એની સાથે જ કેવા ભણીએ છીએ !
મમ્મી :- હું પણ તને એ જ કહું છું બેટા... તમારાં ટીચર ઘણાં વેલ એજ્યુકેટેડ છે એટલે જ બધાં એમને ઘણું બધું માન આપે છે...
વિદ્યા :- ઠીક... હમમમ... પ્રાપ્તિ પણ ભણશે તો આપણે એક જેવાં જ થઈ જઈશું... પછી અમને સાથે રમતાં કોઈ જ નહીં રોકી શકે... થેન્ક્ યુ મમ્મી...
મમ્મી :- ક્યાં જાય છે ? ઊભી તો રે...
વિદ્યા :- પ્રાપ્તિ ચાલ સ્કૂલે જવું છે... મમ્મીએ કહ્યું છે કે તું ભણીશ તો આપણે એક જેવાં જ થઈ જઈશું... ને આપણને સાથે રમતાં કોઈ નહીં રોકી શકે. ચાલ હવે જલદી કર...-
મોતને ગલીએ-ગલીએ શોધતી ફરું હું;
જો મળી જાય તો ચિરનિંદ્રામાં પોઢી જાઉં હું.-
દીકરીનાં માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી પ્રતીક્ષા કરવી પડે એ પપ્પા...
પપ્પા આવે એટલે સાથે જ જમીશું એવું કહીને ભૂખી રહીને પપ્પાનાં આવવાની પ્રતીક્ષા કરે એ દીકરી...-
લાગણીમાં દરેક સંબંધ મને ફિક્કો લાગે,
જ્યારે મારાં પપ્પા નામનો એક્કો આવે.-
દરેક લાગણી ટૂંકી પડતી લાગે,
જ્યારે વાત મા-બાપની આવે.-
માનો નહીં તમે એને ક્યારેય પરાઈ,
એ તો ઘણાં પુણ્યોની હોય કમાઈ;
કહ્યું એક પિતાએ મુજને 'જ્વાલા',
મળી દીકરી મને દીકરાથીય સવાઈ.-
દીકરી એટલે માથીય સવાઈ...
મા તો સંતાન પર આવી પડેલાં દુઃખને પોતાની માથે લઈ લ્યે...
જ્યારે દીકરી તો પોતાનાં પપ્પા પર દુઃખ આવે એ પેલાં જ રોકી લ્યે...-
મરવું તું મારેય તારાં પર;
પણ,
હવે હું મરીશ તારાં થકી...-
ઊઠું હું ને આંખ ન ખુલ્લે તો ન લગાડતા ખોટું;
કેમકે, મોતને મેં ક્યારનું આમંત્રણ મોકલ્યું'તું...-