Prasang wo Jo khusiyo ki nagari...
Jaha ek king rasme-kasme hoo....
Or ek queen sangeet hoo..
Or
Jo aye mehman voo..uas nagari ki
Saan hoo...-
मारा माता-पिता नी सेवा थी मोटो
प्रसंग ना होय,मारा माटे ईश्वर नी
आराधना अने वडेराओ नी सेवा
मोटा प्रसंगो छे.🙏🙏💐💐-
હોય જો પ્રસંગ માં હાજરી આપની,
તો અવસર ના તોરણ બની દિપાવજો.
હોય જો કોઈ પણ ભૂલચુક નાની,
તો મન મોટુ રાખી ને નિભાવજો.
હોય જો સમય ની સંભાવના આપની ,
તો થોડો સમય નો સહકાર આપજો.
હોય જો પ્રસંગ કન્યાવિદાય કેરો
તો પિતા ને હૈયા ની ધરપત આપજો.
થાય જ્યારે પૂર્ણાહુતિ પ્રસંગના માહોલની ,
પ્રસંશા ના સૂરથી પ્રસંગ ને બિરદાવજો.
થઈ હશે મોટી ખોટ કાળજાના કોરની
પણ તમે આશ્વાસન દિલથી આપજો. 🙏🏻
-
સૂતર ના તાંતણે ગૂંથાવા અગ્નિ સાક્ષી એ બંધાવા તત્પર બે સાથી ,
બંને ઘર ના અરમાનો સંગ લઈ આવી રહ્યા ઘર આંગણે બારાતી .
નાજુક હાલાતોં ની ગહેરાઇ માં સમય ના બંને રાહી ,
બંને ના ચેહરા પર એક સમાન રંગ ની પરત દેખાઈ .
અલગ અલગ ઓળખ છતાંય અંદાજ બંને નો નખરાળો ,
સાદગી ભોળપણ નો જાણે ઉમટ્યો રંગ નિરાળો .
એક યાદો ને સમેટતી બીજો આશા ની કિરણ મન માં લઈ ,
એક ને અનુભવ બીજા ને વિશ્વાસ બંને જોડાઈ રહ્યા એક સાથ .
સઘળું વિખેરવા સઘળું સમેટવા સઘળું નિભાવવા નો ખુમાર ,
મિલન અને જુદાઈ ને એક સૂત્ર માં પરોવી એને " પ્રસંગ " નું નામ આપવા તૈયાર .-
આજ છેલ્લો પ્રસંગ છે મારો કાલે હું ખોવાઈ જઈશ,
જતાં જતાં તમને હું છેલ્લા પ્રણામ કરતી જઈશ,
હા! હશે પ્રસંગ મારો પણ મને જ તમે ના પામશો,
જાગતા રહેશો તમે બધાં આરામ થી હું સૂતી રહીશ,
મન ભરીને વખાણ મારાં આજ હું સાંભળી લઈશ,
પણ છતાં પણ એની પર હું લગીરે ગર્વિષ્ઠ ન થઈશ,
એક ડગલું પણ હું ધરણી પર હું ના ધરી શકીશ,
આજ તો બસ ઠાઠ થી હું ચાર ખભ્ભા પર જઈશ,
વેદના હશે બધા નાં મનમાં પણ હું રોઈ ન શકીશ,
ચિનગારી એક અડાડશો ઝટ થી સળગી જઈશ,
તારી જ સંગી સાથી પણ સાથ ન નિભાવી શકીશ,
યાદો ની બની સંગી 'ઈશ' યાદો માં જ રહી જઈશ...-
સફેદ ચાંદરણે નિસ્તેજ આંખે, નિરવ શાંત વનવગડે,
ખૂણે એક દિપક ઝળહળે,ને મહેકે સુવાસ ધૂપસળીએ
ઉભો છું હું બારસાખે ને, નિરખું એ "પ્રસંગ" ને
નિરાધાર મારા માતા-પિતા ! લાકડી તેમની કોણ બનશે?
રુદન ભરેલ નિસ્તેજ નયનો માં ભરી ઉદાસી.. એ!
એ અર્ધાંગિની મારી ને, ક્યાં હશે સહારો.. એ!
નથી જોવાતી આ પ્રભુ, મારા ઘર ની વેદના ને,
પ્રભુ ! કેમ આવ્યો ? આ "પ્રસંગ" મારે આંગણિયે!
મંદ મંદ હાસ્ય સંગ બોલ્યા , મારા પ્રભુ મલકી ને,
વત્સ...! ના કર હર્ષશોક,સહુ આવ્યા ને સહુ જવાના.
વારા ફરતી વારો આ છે દૂનિયાનો તમાશો...!
"પ્રસંગ" આંગણે આવ્યો,આ છે દૂનિયાનો તમાશો...!!!
14/3/2019...
-BINDU....
*********-
અવસર ધણોય મોંઘો, આંગણે મામેરાં
અમારે ઘણાંય માન, દિકરીનાં અદકેરાં.-
શબ્દોનો સહકાર લઈને માંડી છે રે ડગ
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ
ઈચ્છાઓને વ્હેતી મૂકી કરું એની પતંગ
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ
મૌન જે રુંધાયું એનો કલમે વાગશે શંખ
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ
દર્દના દરિયા મહિં રહી જઈશ હું અડગ
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ
લાગણીનું ભાથું લઈને ખેડવી છે સફર
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ
વ્યાધિ સૌની છોડ ને કરવા દે ને વ્યંગ્ય
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ
આશા તૃષ્ણાથી પર થૈ જવું છે અનંત
તું અગર જો સાથ હો, હર ઘડી પ્રસંગ-
હસાવે પ્રસંગો, રડાવે પ્રસંગો,
પછી રાત આખી જગાવે પ્રસંગો.
જો આવે ફરી યાદ સ્વપ્ને પછી તો,
ભરી ઊંઘમાં પણ ડરાવે પ્રસંગો.
વરસતી રહી આંખ આ રાત ભર જો,
હૃદયને વિરહમાં જલાવે પ્રસંગો.
અધૂરપ હદયની પુરી થાય ત્યાંતો,
લો અરમાન ઝાઝા સજાવે પ્રસંગો.
જો રોજે રમે છે રમત જીંદગી પણ,
વળી જિંદગી ભર નચાવે પ્રસંગો.
ઘણાં ઘાવ જ્યારે તું આપે હૃદયને,
ગઝલમાં દરદ પણ લખાવે પ્રસંગો.
ઉઠાવો હવેતો જનાજો 'તરૂનો',
ઘણાં દર્દ દિલને અપાવે પ્રસંગો.-
ઉફ્ફ ! આ શબ્દો આજે તો પાછળ જ પડી ગયા
અક્ષરો ની જાન લઈ આંગણે બસ આવી જ ગયા !
છંદ આવીને શરણાઈ ના સુર વગાડી ગયા
ઢોલીડા બની અલંકાર ઢોલ ને ઢબુકાવી ગયા !
વર્ણ બન્યા જાનૈયા, પ્રાસ કરે તાતા થૈયા
કલમ નું ઘરેણું દહેજ માં પહેરાવી ગયા !
કાગળ હતો તૈયાર સજી ધજી શણગાર કરી
જેવી મેં વરમાળા પહેરાવી,' કવિતા ' મને બનાવી ગયા !
આમ જ્યારે મુજ કવિતાને ત્યાં આવ્યો અવસર રૂડો,
રંગ રાખ્યો મારો, ' પ્રસંગ ' સૌ શોભાવી ગયા !
-