મઝા તો અણધારી મુલાકાત્ ની છે..
બાકી આગાહી તો વરસાદ ની પણ કરવામાં આવે છે....-
સંઘરું છું વરસાદ ના ટીપાં
મારી ગઝલો ના દરેક
અક્ષરમાં...
ખબર છે મને..
તમને અતિશય પસંદ છે
પલળવું વરસાદમાં...-
કાગળના ટુકડા કમાઈ સાંજે થાકતો માણસ,
થોડું સુખ લેવા રોજ ઘણું હાંફતો માણસ.
સિમેન્ટના ભરચક આ શહેરી જંગલમાં,
બે જોડ કપડાથી ઓળખાતો માણસ.
સુખમાં હોય ત્યારે છલકાય આખેઆખો,
દુઃખમાં રડવા ખભા શોધતો માણસ.
લાભ મળે તો ગણ્યા વગર ગજવે ભરતો,
દુઃખને ગણી ગણી રડતો માણસ.
કંઈ કેટલુંય મારું મારું કરીને જગતમાં,
અંત સમયે ખુલ્લા હાથે બળતો માણસ.-
વરસાદ માટે શું તરસે છે,
એ તો બધા જ માટે વરસે છે
ભીંજાવું જ હોય તો મારી આંખો માં જો
જે ફક્ત તારા માટે જ વરસે છે .-
બ્હારનું આવી ગયું ને આપણું નીકળી ગયું,
પાણિયારે રાખતાં એ માટલું નીકળી ગયું !
આપને લાગ્યું હશે કે પાંદડું નીકળી ગયું,
ઝાડને પૂછો તો કહેશે કાળજું નીકળી ગયું !
કેટલાં મશગૂલ છે આ ફ્લેટનાં રહેવાસીઓ,
એમને ક્યાં છે ખબર કે આંગણું નીકળી ગયું !
તારી છતમાં એક-બે તિરાડ છે તો શું થયું,
એમનું વિચાર, જેનું છાપરું નીકળી ગયું.
જાણીને બહુ ખુશ થયો કે રસ્તો પાકો થઇ ગયો,
દુઃખ ફકત એ વાતનું કે ઝાડવું નીકળી ગયું.
રાત જેવી રાત પણ એ જોઇને હસતી રહી,
દેખતું ડરતું રહ્યું ને આંધળું નીકળી ગયું !
એજ કારણ મોતને વ્હાલું કર્યું મેં,
દર્દ આખી જિંદગીનું સામટું નીકળી ગયું.
-
બસ થોડી આરઝૂ કરી છે...
બેઇંતેહા મહોબ્બત કરી છે...
દુરી રહી છે માઈલો ની...
પણ અંતર માં જગ્યા ભરપૂર કરી છે...
અનંત એવા વિશ્વ માં...
રહ્યાં જોજન કેરા રસ્તા ઓ...
પણ તારા દિલ સુધી પહોંચે એવી...
કેડી એક એવી કરી છે...
-
આગાહી તો હવામાન ની હતી ,
તમે આવીને મૌસમ ખુશનુમા કરી ગયા...
ગરમીની હવામાં ઉકળાવીને ગયા,
શિયાળાની ઠંડીની જેમ ટાઢ લગાવી ગયા ...
વરસાદી વાંછટ ની જેમ ભીંજવી ગયા,
ને યાદો ના વંટોળ માં અટકાવી દીધા .....
-
ભૂલની નોંધ એટલી લઉં છું,
કંઈક એમાંથી બસ શીખી લઉં છું.
બાળપણ પાછું મેળવી લઉં છું!
બાળકો સાથે જ્યાં રમી લઉં છું!
કોઈનું આંસુ જો લૂંછી લઉં છું,
એને મારી ખુશી ગણી લઉં છું.
'થઈ જશે' કહું કોઈને એ પહેલા,
થઈ જશે? જાતને પૂછી લઉં છું.
મિત્રતા એટલે ટકી રહી છે,
મિત્રની વાત સાંભળી લઉં છું.
એક એની પ્રતીક્ષા છે એથી,
જેવું તેવું છતાં જીવી લઉં છું.
આમ સંબંધો સાચવું હું બધા,
કોણ મારું છે ઓળખી લઉં છું.-
તૂટીને પણ ધડકવાનું નથી ભૂલ્યું,
દિલ જેવું વફાદાર મેં કઈજ નથી જોયું...-
ગાલગાગા ગાલગાગા ગાલગા
સાંભળે છે ભીંત વાતો તાનમાં
વાત તોએ એક આવી રાઝમાં.
હાર થાવાની છે નક્કી જાણજો,
ત્રણ છે રાણી આજ મારી પાસમાં.
દોડ દોડાતી રહેવાની જગે,
વીતવાની જિંદગી આ આશમાં.
આ કે પેલું જાણ ના આવી કદી,
છે બધા ભારે હવે તો કાશ!માં.
ના સફળતા અન્યની ફાવી કદી,
સૌ જગતમાં હોય ભારે દાઝમાં.
-