કેમ છો? મારા yqમિત્રો.
હવે અહીં લખી શકાતું નથી,
અને કોઈને વાંચી પણ શકાતું નથી.
જો આપ instagram પર હોય તો,
ત્યાં મને follow કરી શકો છો.
મારુ instagram id chhe,
taru.mistry
Thank you...🙏-
હું લખું એવું લખીને તો બતાવ તું!
'ને ગઝલ દ્વારા કહીને તો બતાવ તું.
વેદના મારી તને ક્યાંથી જણાય જે,
દર્દ થોડું પણ સહીને તો બતાવ તું!
આંસુ સારીને તો સૌ કોઈ રડે જ છે,
પણ સુકી આંખે રડીને તો બતાવ તું!
ડૂબવું તો છે ઘણું સરળ આ આંખમાં,
રણનાં જળમાં તરીને તો બતાવ તું!
જિંદગી પણ લાશ છે તારાં વગર 'તરૂ',
જીવતાં જીવત મરીને તો બતાવ તું!-
એક સપનું તર્યું આંખમાં,
હોશથી મેં ભર્યું બાહમાં.
આંખ ખોલી ત્યાં તૂટી ગયું,
આંસુ થઇને ખર્યું હાથમાં.
એષણાનું ગળું ડાબતા,
આગ થઇને બળ્યું રાતમાં.
વેદનાઓ લખી કાગળે,
દર્દ તારું જો ઝર્યું પ્રાસમાં.
મેં ગઝલ તો કહી ઓ 'તરૂ'
શબ્દનું જળ વહ્યું રાગમાં.-
આપણી આ જિંદગી પણ ગણિતના પ્રમેય જેવી છે,
જીવવા માટે રોજ નવી નવી સાબિતી આપવી પડે છે.-
ક્યાંક કેટલાકને સુખનો થાક છે,
તો ક્યાંક મનમાં દુઃખનો ધાક છે.
કોઇનાં ખોળે સુખ તો કોઈને દુઃખ,
બસ અહીં સૌની કિસ્મતનો વાંક છે.
કયાંક બટકું રોટલા માટે તરવળે જીવ,
તો ક્યાંક ખિસ્સામાં હજારો લાખ છે.
ભલે કિસ્મતમાં મળી મુફલિસી મને,
પણ દિલમાં ઈરાદા ઘણાં પાક છે.
અનીતિનાં ધનથી થયો સુખી માણસ,
આખરે એમનું જીવન સાવ રાખ છે.-
કેમ છો મારાં yqમિત્રો?
એક વાત રજુ કરવી છે. હું yq સાથે વરસોથી જોડાયેલ છું. તો સ્વભાવિક છે કે મને yq ઘણું ગમે છે, મિત્રો પણ ઘણાં છે અહીં. પણ હું premium user નથી. તો મને yq. 5 મિનીટ જ વાપરવા મળે છે. માટે વધારે લખી નથી શકાતું. તેમજ મિત્રો તમને વાંચી પણ નથી શકતી અને તમારી commentનાં જવાબ પણ આપી નથી શકતી. તો મિત્રો મને માફ કરજો🙏 ક્યાં સુધી હું આ રીતે લખી શકીશ, મને પણ ખબર નથી. મારે premium use નથી કરવું.
તો એનાં માટે yqસંચાલકોને અરજ કરવી છે કે માત્ર લોકો લખી-વાંચી શકે એવી તો જોગવાઇ કરો. દરેક વ્યક્તિ કેપેબલ નથી હોતી. હોય તોયે ઘણાંને permission નથી હોતી. માટે એક પ્રાથના, અરજ જે ગણો એ પણ એક કોશિશ જરૂર કરવી છે. ઘણો લગાવ છે yq સાથે મને.
યોગ્ય પ્રતિભાવ જરુરથી આપજો મિત્રો.🙏🙏🙏-
ઝાંઝરયાં ઝમકાવતી આવી રુડી નવરાત્રી,
તારલીયાં ચમકાવતી આવી રુડી નવરાત્રી.
હૈયાનાં થનગાટ સાથે, તાળીઓનાં તાલ સાથે,
ઢોલકીયાં ધબકાવતી આવી રુડી નવરાત્રી.
ભાવ-ભક્તિ સૌનાં તન-મનમાં ભરી લાવી,
માટલીયો સજાવતી આવી રુડી નવરાત્રી.
દશે દિશામાં ગુંજે છે માઁની આરતી-ગરબા,
દિવડાઓ પ્રગટાવતી આવી રુડી નવરાત્રી.
ભાન ભૂલાવે, તાન ચઢાવે, કામ-ક્રોધને મારે,
મનનાં અસુરો હરાવતી આવી રુડી નવરાત્રી.-
નફરત અને ભય સાથે જીવવા કરતાં,
પ્રેમ ભર્યા લય સાથે જીવી લેવું જોઈયે.💕-