નવા જીવનની છોળો આવી છે. જીવનનો ગંભીર ધ્વનિ કાને પડ્યો છે. એક અદૃશ્ય હાથની ઇશારત હું મ્હારી સામે જોઈ રહ્યો છું - અને જવાબ આપું છું કે... આવું છું, આવું છું.
આજ લખ્યા જ કરું. મારા જીવનની એક નાની સરખી લીટી સમજાવવા આજ ઊલટાવી પલટાવીને લખ્યા જ કરું. પણ સ્પષ્ટ કરી નહિ શકું. હું જુદા દેશની વાણી બોલું છું. તમે એ ન પણ સમજી શકો.
અંધારું થતું જાય છે. ગોધૂલિનો વખત થઈ ગયો. વગડામાંથી પશુઓ પાછાં આવે છે. એના કંઠની ટોકરીનો ગંભીર અવાજ કાને પડે છે. મંદીરમાં ઝાલર વાગવા લાગી. હું પણ એકાદ-બે માસમાં પાછો આવું છું. ધરાઈને આવું છું. જીવનની આ ગોધૂલિને સમયે, અંધકાર ને પ્રકાશની મારામારીને વખતે, મારો ગોવાળ મને બોલાવી રહ્યો છે. હું રસ્તો નહિ ભૂલું. એના સાદને હું ઓળખું છું.
લિ. હું આવું છું.
-ઝવેરચંદ મેઘાણી
-રાષ્ટ્રીય શાયર
શ્રી ઝવેરચંદ મેઘાણીને
જન્મદિન નિમિત્તે સમર્પિત 💐-
""માતૃભૂમિ""
હું જનમ જનમ અહીં મરું-અવતરું મુક્તિ અન્ય ક્યાં હોય?
સહુ દેશ તણી મહારાણી મુજ માં ભૂમિ તુલ્ય કો ન્હોય
$ઝવેરચંદ મેઘાણી$-
સૌરાષ્ટ્રથી લઈ છેક ક્યાં સુધી જેમણે
યુવા રગોમાં ઘોળ્યો દેશભક્તિનો રંગ
આજે પણ કાને પળતાં મીઠાં લાગે એ
શબ્દોમાં ઘોળ્યો એમણે કસુંબીનો રંગ
રાષ્ટ્રીય શાયરથી ઓળખાયા રે એ તો,
લોક હૃદયે પીવડાવ્યો સાહિત્યનો રંગ.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીજીની
જન્મજયંતી પર વિનમ્ર સ્મરણાંજલિ 🙏.-
તારી કવિતા તણા,
જેણે પીધા હશે પાણી.
લાખો સરોવર લાગશે,
મોળા 'મેઘાણી'.
કોણ હવે કોદાળી લઇ
ધરણી – પડ ઢંઢોળે,
કોણ હવે સમશાન જગાડી
ખપી ગયેલાં ખોળે,
કોણ હવે કહેવાનો
ગરવી ગૌરવની કહાણી
અમર લોકથી આવ્ય
અમારા શાયર મેઘાણી.
જન્મ જયંતી પર રાષ્ટ્રીય શાયર સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીને સાદર વંદન-
તારી જે કવિતા તણી, જેણે પીધાં હશે પાણી
એને પછી લાખો સરોવર લાવશે, હાવ મોળા મેઘાણી.-
🚩રક્ત ટપકતી સો સો ઝોળી સમરંગણથી આવે,
કેસરવરણી સમર-સેવિકા કોમલ સેજ બિછાવે,
ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે.🚩
જે પોતાને “પહાડનાં બાળક” તરીકે ઓળખાવતા રહ્યા, લોકસાહિત્યને જીવંત રાખ્યું, જેમની કવિતાઓમાં વીર-રસ છલકાતો રહ્યો એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની જન્મ જયંતિએ એમને વંદન !!-
શબ્દોમાં મંદ મંદ છલકાય,"અસ્મિતા" જેમની,
"કંડેરી" ગયા જેઓ,"અનેરી",
રચનાઓમાં પોતાની,"ગૌરવપૂર્ણ ઇતિહાસ",
"રસપ્રદ એવું બાળ હાસ્ય" તેમજ,
"વીરોના ગુણગાન" દર્શાવતા,
માતૃભાષા ના,"વિલાપી" સર્વોચ્ચ કવિ શ્રી,
"ઝવેરચંદ મેઘાણી" ખરેખર હતા મહાન.-
જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર ,
નહીં તો રેજે વાંઝણી , મત ગુમાવીશ નૂર.
" રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી "-
ઘણું બધું જીવી લીધું એવું પણ કાય નથી
ઘણું બધું જોઈ લીધું એવું પણ કાય નથી
ઘણું બધું મારી પાસે છે એવું પણ કાય નથી
ઘણાં બધાં માં ઘણું બધું છે એવું પણ કાય નથી-
સમયની વ્યસ્તતા છે
છતાં યાદ કરવાં જ પડે
એટલી કદ વિશાળતા
કે હજારો હાથ નમવા જ પડે
નથી જેમને સાહિત્યમાં રસ
તેમને પણ
મેઘાણી તો ગમવા જ પડે-