હવે તો નવી પ્રથા કઈ આ જગતમાં ચાલી રહી છે;
હસતા હસતા સપના તોડવાની મોસમ ચાલી રહી છે;
મન જર્જરિત ઝુંપડા સમ પડું પડું થઇ રહ્યું છે;
પરંતુ ઘરના રંગરોગાનની વાતો ચાલી રહી છે,
વળી ગયો કેડેથી એ પિતા ઝઝૂમીને જિંદગીભર,
હવે એને ભેગા મળી સીધો કરવાની વાત ચાલી રહી છે,
સાચવીને બેઠો રહ્યો જે દિલના દર્દને ભીતર સમાવીને;
એક્સ રે માં એને હૃદય રોગની ઘાત ચાલી રહી છે,
હવા ના આપી જેને કદી અંતરની આગને જલી જે મહી;
એને લાકડાને બદલે વીજળી-દાહ આપવાની વાત ચાલી રહી છે.-
અમે નદીના કાંઠે બેસી તરસ પર લખીએ,
અને પછી તરસ્યા તરસ્યા ધોધમાર પર લખીએ,
અમે કવિ છીએ,
અમે અગન પર બેસી બરફ પર લખીએ,
અને પછી બાળતા હૉય જે તે ઠંડાગાર સિતમ પર લખીએ,
અમે કવિ છીએ,
અમે ખડક પર બેસી ઝરણ પર લખીએ,
અને પછી છાતી ચીરીને જે વહે એ સ્મરણ પર લખીએ,
અમે કવિ છીએ,
અમે પરદેશમાં બેસી વતન પર લખીએ,
અને પછી આંખેથી વછૂટતા સબંધોના પતન પર લખીએ,
અમે કવિ છીએ,
અમે સતત વહેતા શબ્દોની સાધના પર લખીએ,
અને પછી અલખના આનંદની આરાધના પર લખીએ,
અમે કવિ છીએ,
અમે કલમની શકિત અને અક્ષરોની આશકિત પર લખીએ,
અને પછી પેલા સર્વશકિતમાનની ભકિત પર લખીએ,
અમે કવિ છીએ,
અમે કાગળ પર ઝીલાતા હદયના સ્પંદનોથી લખીએ,
અને લાગણીના ઉમડતા વ્યંજનોથી લખીએ,
આખર અમે માનવી છીએ.-
કેમ આ તડકો આટલો તપે છે?
શુ સૂરજ આગની માળા જપે છે?
કેમ આ ઉનાળો કાળઝાળ છે?
કપાળે પસીનો અને આંખે વરાળ છે,
કેમ ધખધખતી લૂ ના ઉગે છે ફૂલો?
ધરતીના ખોળે જાણે લાવાનો ચૂલો,
વૃક્ષોની નનામીએ બળે છે જગત,
માનવીના પાસા સામે કુદરતની રમત,
હજુ પણ સમય છે જાગવાનો,
નહીં તો ધરતી છોડી તું ક્યાં ભાગવાનો?-
सजा तो हर हाल में मिलनी तो चाहिए थी उसे,
अब दो रोटी चुराना कोई छोटा जुर्म तो नही होता।-
ગુરૂ એટલે મા અને પરમાત્માને જોડતી કડી. મા ના હાલરડાથી પરમ કૃપાળુ પરમેશ્વરને પૂજતા સ્તવન સુધીનો સ્વર એટલે ગુરુ.
ગુ એટલે અંધકાર
રૂ એટલે દૂર કરવું
જે આપણા જીવનમાંથી દરેક પ્રકારનો અંધકાર દૂર કરે એ ગુરૂ.
આજના આ પરમ પવિત્ર દિને મારા સર્વે ગુરૂ જનોને આત્મદિપના ઝળહળતા પ્રકાશને પ્રજવલિત રાખવાના આશિષ માંગવા સહ,
શત શત પ્રણામ.-
ખુદમાં ખોવાઈ જવું અને રાહ પણ ન રાખું પાછા ફરવાની,
સંબંધોની ભીડ માં આદત રાખી છે આસ્તેથી સરકવાની,
એવું નથી કે એકલો છું કે કોઈ સંગાથી નથી,
પરંતુ ક્યારેક મજા લઇ લઉ છું, ખુદને હળવેથી અડકવાની,
ભીતરની ભોમકામાં ખુંદી વળું જાણી અજાણી કેડીઓ કદીક,
સંવેદનાના વહાણવટે કુશળતા રાખી છે; દિલના દરિયાની ખેપ ભરવાની.-
યુધ્ધ મા ધકેલી દીધો છે મને,
હાથમાં ધનુષ બાણ પણ નથી,
જીતવાનું નથી અને મરવાનું પણ નથી,
સામો પક્ષ આ વાતથી અણજાણ પણ નથી,
ઘા ઝીલતો રહી લડવાનું પણ નથી,
સમરક્ષેત્રની બહાર મસાણ પણ નથી,
સંસાર છે તોફાન તો ચાલતું જ રહેવાનું,
પણ બચી ને રહી શકો એવું આ રમખાણ નથી,
જાણે છે કે કાયમી અહી કોઈનું રોકાણ નથી,
જીવતા રહીને રોજ મરવાથી મોટી કોઈ મોકાણ નથી.-
બજાવી બંસી
શાંતિના સમયમાં
વ્રજના શ્યામે
ને ફૂંકયો શંખ
અશાંતિની પળોમાં
શ્રીકૃષ્ણચંદ્રે-
बेजुबां इश्क और एक तरफा इजहार,
खामोशी ताक लिए खड़ी और लंबा इंतजार।-