फ़सल अच्छी हुंवी तो, बिज़ बहोत अच्छा था,
पर फ़सल ख़राब होने पर, ना जाने क्यूं किसान बेफिक्र था,
JAGRUTI KAILA'S 👍👌♥️ THINKING-
ફસલ સારી થઈ તો..? તો, બીજ ખૂબ શ્રેષ્ઠ હતું.
ફસલ સારી ન થઈ તો ..? તો ખેડુનું ધ્યાન જ ક્યા હતું..-
ખિસ્સા છે ખાલી ને
સપનાઓ અમારા 'લીડ' માં છે ,
વાવ્યા છે ખેતરો ને
આબાદી એમની 'ભીડ' માં છે ,
પાર્થના વર્ષાથી બચવા ને
દુશ્મન છૂપાયેલો 'તીડ' માં છે ,
નથી પડતો ફરક કહીં ને
વધનારા ભાવથી દરેક 'ચીડ' માં છે .
-
ખેડુ થી ખેડૂ થયા નોખા,
આજ ભારતના ટુકડા થયા ચોખ્ખા,
આવ દોસ્ત અંદરો અંદર પછી લડીશું,
આ તો કરાવશે તને મને વ્યક્તિ નામે નોખા,
હું મોટો ખેડૂ, તું નાનો ખેડુત, હું ગુજરાતી, તું પંજાબી,
આ ભારતીયતા ભુલાવી કરાવશે ડખા,
રાજકારણ ની અવળી સીડી ચડાવી આપને,
એક બીજાને હાથે મરાવશે જોજે ધક્કા,
સંગઠનો ને જૂથો ખૂબ જોયા છે આં લોકોએ,
ચાલ આજ બતાવી દઈએ સાચા ખેડૂત બક્કા.-
दिल खुश हो गया
ये जानकर कि
आज किसानोंका दिन है
सही है
खुश रहेगा किसान
तभी तो धरती रहेगी
सदा सुहागन💝
🌿Happy farmar's day🌿
कौशिका रावल(कवि)
-
"પાણી પહેલાં પાળ"
સંસ્કારિતા ભૂલીને હવે આધુનિકતાને અપનાવે છે.
ગામની શાંતિ હવે શહેરના શોરમાં ઝંપલાવે છે.
પ્રકૃતિના ખોળે ખેલતું ગામ હવે મે'લાતું બંધાવે છે.
ઊંચી ઇમારતું હવે ગામને શહેર બનાવે છે.
શહેરીકરણની ઘેલછામાં ગામની શકલ બદલાવે છે.
ઝાડવા કાપીને તપતા સિમેન્ટના રસ્તા બનાવે છે.
ખેડૂ જગતાત છોડી ખેતીને શહેરમાં ભાગ્ય અજમાવે છે.
મોં નું બટકું મેલીને આખું લેતાં ભાગ્યનું'ય ગુમાવે છે.
શહેરમાં ઉદ્યોગ ફેક્ટરીઓનું પ્રદુષણ શ્વાસ રૂંધાવે છે.
વૃક્ષોનાં નિકંદનથી પ્રાણવાયુનો અભાવ શ્વાસો ટૂંકાવે છે.
શુદ્ધ જળ,વાયુ,ને પ્રકૃતિ જ પ્રદુષણ અટકાવે છે.
પાણી પહેલા બાંધેલી પાળ જ સમજદારી કહાવે છે.
-
हम जलते रहे खेतों मे
वोह ठंडी हवा लेते रहे घरों मे ,
हम उनका पेट बड़ा करते गए
वोह हमारा ही पेट काटते गए ,
हम खेतों मेे पानी पिलाते रहे
वोह उतना ही पानी बर्बाद करते रहे ,
हम हर साल खुशी या गम मनाते चले
वोह तो सिर्फ आेर सिर्फ खुशियां ही मनाते चले ,
हम कर्ज़ा भर ना सके तो
बैंक वालों ने लाठियां भी चलाई थी हम किसानों पर ,
वोह ब्याज तक की रकम खा गए फिर भी
बड़े ठाठ बाट से परदेश जा कर सूकु की ज़िंदगी बशर रहे है ।।।-
મહેનત થી કેમ ડરે છે?????
ખેડૂત:- મહેનત થી નહી... પાક ની નિષ્ફળતા થી ડર લાગે છે...-
હે ઈશ્વર તુ જેની આશાનો આધાર છે
તે આ જગત નો આધાર છે
તેના પર ખૂબ મુશ્કેલીઓ નો માર છે
જીવન જાણે તેનુ કર્જ બજાર છે
પ્રભુ તુ તેને મુશ્કેલીઓ માથી ઉગાર
કરી દે તેની જીવન નૈયા પાર
નહીંતર તેને ખેતરના ઝાડ પર
ફાંસી નો ફંદો કરી દીધો છે તૈયાર
બસ હવે તુ વરસાદ બનીને
વરસીજા અનરાધાર
અને દૂર કરી દે તેના જીવનમાંથી
દુઃખ સમો અંધકાર
-