Rupal Sanghavi   (ઋજુ)
987 Followers · 61 Following

Joined 25 February 2019


Joined 25 February 2019
17 APR AT 9:59

*"હૃદયની અવધ"*
જુદાં ધર્મે કર્મે, એ જળ તળ જવાના,
તરે રામ નામે, એ પત્થર મજાના.

ફરે હાથ માળા, ને ચોપાટ ચિતમાં,
હશે કોઈ માહેર, એ ચોસર કળાના.

"હૃદયની અવધ"ને, ના ઉજાળી કદીયે,
સજાવે છે દીવા, એ ઘર આંગણાના.

મળે રામ મુજને, એ સહુ કોઈ ચાહે,
પરંતુ ન આચાર, રઘુવર થવાના.

ભલેને પધાર્યાં, છે સ્વાગત અવધમાં,
લખો રામ દિલમાં, છે અવસર જવામાં.

*- રૂપલ સંઘવી "ઋજુ" (જામનગર)*
*તા.૨૨/૧/૨૦૨૨ (સોમવાર)*

-


6 APR AT 10:17

रेस के माफिक चलना होगा।

-


6 APR AT 10:07

હતા ત્યારે તમારી મેં ન જાણી'તી કદી કિંમત,
હવે તસવીર જોઈને રડે હૈયું તૂટી હિંમત.

-


5 APR AT 23:22

સ્ત્રી અને પુરુષની એ વ્યથા,
બેઉને કહેવી પોતાની કથા.

સાંભળે કોણ કોને અહીં તો,
આપબડાઈની જ છે પ્રથા.

હુંસાતુસી ના હુડદંગ કરી,
બેઉ ગાયે પોતાની જ ગાથા.

સમજવા એકમેકને સમર્થ છતાં,
અહંને પોષવા ઉધામા વૃથા.

જાણે છે બેઉ પૂરક છે એકમેકનાં,
જીવન રથના પૈડાં બેઉ યથા - તથા.

-


5 APR AT 16:43

*"મન સરોવર"*
આંસુઓને સ્મિતનો છે સાથ પણ,
હો અતીતની કોઈ મીઠી યાદ પણ.

જ્યાં થયો પગરવ હૃદયનાં દ્વાર પર,
ઝાંઝરી બાંધીને ધબકે શ્વાસ પણ.

એમના પગલે જ અજવાળું થયું,
વીતી ગઈ ઘેરાં તમસની રાત પણ.

એ જ પગથારે ભ્રમરને વેલીઓ,
પાળ મન સરવર નિહાળું જાત પણ.

એ નયનમાં ડોકિયું કરતાં 'ઋજુ'
મૌન ભાષી નજર કરતી વાત પણ.

*- રૂપલ સંઘવી 'ઋજુ' (જામનગર)*
*તા. ૧૪/૩/૨૦૨૪ - ગુરૂવાર*

-


5 APR AT 16:25

*"તો"*
કરવું હોય મન ધાર્યું તો, પછી પૂછીને પાખંડ શાનો?
અધૂરું મૂકવાની આદત જ હોય, તો આરંભ શાનો?

લક્ષ્યને તાકીને જ છોડી દેવા હોય હથિયાર,
ને સંઘર્ષથી જ પાછા ફરવું હોય, તો પ્રારંભ શાનો?

સુખ, દુઃખ, તડકા, છાયા, એ જ જીવન સફર,
સીધી, સરળ, એકધારી હોય જિંદગી, તો આનંદ શાનો?

પુરુષાર્થ વિના ક્યાં મળે છે પ્રારબ્ધનું મીઠું ફળ,
પોતાના કર્મ કાચા હોય, તો ઈશ્વર સામે આ બંડ શાનો?

હિસાબી લાગણીઓની માયાજાળ છે સૌ સબંધ,
જે તૂટવાથી છૂટ્યાનો ભાવ થાય,
તો ખોટો આક્રંદ શાનો?

*- રૂપલ સંઘવી 'ઋજુ' (જામનગર)*
*તા. ૩૦/૩/૨૦૨૪ - શનિવાર*

-


5 APR AT 16:17

મનને તો હતું મેળે મળશું પણ અમે ભીડની વચ્ચે મળી ગયાં,
થયું કે દિલની વાત આંખોથી કરું ને એ ઝૂકેલી પાંપણો કળી ગયા.
- રૂપલ સંઘવી "ઋજુ"

-


1 APR AT 1:27

સંબંધો સોનાની સાંકળ ભાગ (૨)

-


15 MAR AT 18:54

યાદગાર સંભારણું

-


15 MAR AT 17:20

भीड़ में,
मुझे पसंद है तन्हाई,
क्योंकि तब मेरे साथ
तुम होते हो।

-


Fetching Rupal Sanghavi Quotes