QUOTES ON #શિક્ષકદિન

#શિક્ષકદિન quotes

Trending | Latest
5 SEP 2018 AT 11:08


તત્વ નુ સંવહન કરી ને તેને સંવર્ધિત અને જનઉપયોગી બનાવનાર તે શિક્ષક,
સામાન્યતઃ તેનો કોઈ દિન વિશેષ હોતો નથી તેવા શિક્ષક ને મારા સાદર સદૈવ નમસ્કાર

-


5 SEP 2020 AT 7:40

ગુરુ મેરી પૂજા,ગુરુ ગોવિંદ
ગુરુ મેરે પરબ્રહ્મ,ગુરુ ભગવંત

શિક્ષક દિવસની શુભકામના🚩🚩🌹🌹

-


5 SEP 2018 AT 11:04

ગુમનામી ના અંધારા માં હતું જીવન "શગુન" નું
બૂજાય નહીં એવી એક નવી રોશની ની કિરણ બની આવ્યા તમે જીંદગી માં

અજ્ઞાન ના પડળો છવાયા દિલ ઓ દિમાગ પર
અજ્ઞાનતા ને દૂર કરી જ્ઞાન ની અખંડ જ્યોત જગાવવા આવ્યા તમે જીંદગી માં

એક પથ્થર સમું હતું જીવન મારું આ પહેલા
શિલ્પકાર બની જીવન ને કંડારી નવો આકાર આપવા આવ્યા તમે જીંદગી માં

ઓળખાણ ના હતી મારી આ દુનિયા માં કોઈ
સફળતા ના શિખરે પહોંચાડી નવી ઓળખ આપવા આવ્યા તમે જીંદગી માં

કેમ કરી કરું વ્યક્ત આભાર YourQuote નો
જીવન ની દરેક રાહ પર શિક્ષક બની જીવન સંવારવા આવ્યા તમે જીંદગી માં

һѧקקʏ ṭєѧċһєяś Ԁѧʏ

-


5 SEP 2018 AT 15:22

શિ=શિસ્ત
ક્ષ=ક્ષમા
ક=કર્મ આ જડીબુટ્ટી થી ઘૂટી જીવન
નવ જીવન જે બક્ષે તે ખરા શિક્ષક...!!!
આવા તમામ નામી અનામી શિક્ષકો ને આજ
શિક્ષક દિન નિમિત્તે કોટી કોટી પ્રણામ 🌷🙏🌷

-


5 SEP 2020 AT 17:46

મારી કોરી પાટી અને કોરા મન પર કકકા અને બારાખડી થી જ્ઞાનના પ્રથમ હસ્તાક્ષર કરાવનાર એ હાથ અને શિર ને નમન છે.
કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજવલિત જયોત અને સ્ત્રોતને નમન છે.
ભાષા સાથે ભાન, ભણતર સાથે ગણતર અને સંજ્ઞા સાથે સમજણ આપનારને નમન છે,
શર્મવાદી અને ભ્રમવાદીને, એક કર્મવાદી અને જ્ઞાનપીપાસુ બનાવવામાં જહેમત લઈ ખુદ તપી મને દિપાવનાર એ વેદીના શ્રમવાદી એવા સર્વે ગુરુજનોને નમન છે.🙏🙏🙏

-


5 SEP 2019 AT 8:26

હે ગુરુજન !

કોરી પાટી માં સુંદર અક્ષરો રૂપી કેળવણી કરીને
મારી જિંદગી ને નવો વળાંક આપવા બદલ થેંક્યું !

ભૂલકાં સામે ભૂલકાં બની લાગણી વરસાવી ને
મને અમૂલ્ય જીવન નું મૂલ્ય સમજાવવા બદલ થેંક્યું !

'શાબાશ' 'વાહ' 'ખૂબ સુંદર ' જેવા શબ્દો કહી ને
મને આત્મપ્રેરીત કરી સિદ્ધિ હાંસલ કરવા બદલ થેંક્યું !

સંઘર્ષો માં સમય શિસ્ત ધીરજ સાથે જુસ્સો શીખવીને
મને આ સ્તર સુધી પહોંચાડવા બદલ દિલ થી થેંક્યું !

-


5 SEP 2018 AT 19:37

ટેકનોલોજીના યુગમાં icuમાં ધબકતો હું શિક્ષક
સરકારના વિકાસમાં નજરઅંદાજ થતો હું શિક્ષક
ચાર દીવાલો સાચવવા મરી પડતો હું શિક્ષક
અભણના ઇન્ટરવ્યુમાં નાપાસ કરાતો હું શિક્ષક
પાઠ્યક્રમના કાયદામાં કેદી બનતો હું શિક્ષક
આચાર્ય અને વાલીઓ વચ્ચે ભીંસાતો હું શિક્ષક
સફળતાનાં ઘોંઘાટમાં વીસરી જવાતો હું શિક્ષક
વેતન ઓછું છતાં વતન સાચવતો હું શિક્ષક
ઉષર જમીનમાં સંસ્કાર રોપતો હું શિક્ષક
સમજદારી ગણી ઘણું બધું સહતો હું શિક્ષક
છતાં, શાળા વર્ગ અને સમાજમાં....
.........નિખાલસ હસતો હું શિક્ષક

-


5 SEP 2018 AT 23:41

અવિસ્મરણિય શિક્ષકશ્રીઓ,
🙏🙏
આજના શિક્ષકદિને તમને યાદ કરીને તમારૂ ઋણ પણ યાદ કરવાનો દિવસ છે. આજે બધા શિક્ષકોના પ્રયત્નથી જ સમાજમાં આત્મગૌરવથી જિંદગી વ્યતિત કરી રહી છું . આર્થિક દ્રષ્ટિએ સ્વાવલંબી બની છું . જિંદગીના હર પડાવ સામે લડી શકી છું . હુ એકલવ્યની જેમ ગુરુદક્ષિણા ન ચુકવી શકુ . પરંતુ હંમેશા દિલથી બધા જ શિક્ષકોની આભારી રહીશ.

દરેક શિક્ષકોના ચરણોમાં કોટી કોટી વંદન ..
બસ એક ચરણરજ તુલ્ય ,
Jagruti kaila 🙏


-


5 SEP 2018 AT 17:53

શબ્દો જડતા નથી કેમ કરીને કરું તમારું વર્ણન,
તમારાં વિના અધૂરાં છે બધાં મારા અધ્યયન,
બસ અસીમ કૃપા અને આશીર્વાદ છે તમારાં ગુરુજી,
જેનાં લીધે જ કરી રહ્યો છું આજ દિન સુધી ઉધ્વૅગમન!

-


4 SEP 2018 AT 23:45

આજ આભાર સહ એટલું કહેવા ઇચ્છું કે

ધન્ય માની રહ્યા આજ આપને, શિક્ષક કરતાં પ્રતિભાની ખોજ
ન માન્યું વેણ આપનું, ન સમજ્યાં ભ્રૂકુટીનો એ સાંકેતિક મરોડ

સફળતાની વ્યાખ્યાથી અજાણ ને માંડી ભૌતિકતા ભણી દોડ
સમયથી પૂર્વ આપે પારખ્યું છે પ્રતિભાને કલમ કોતરવાના કોડ

ધન્ય અગમચેતી ગુરુ આપની, કેમ કરી ચૂકવે શિષ્ય આ ઋણ
સમય સર માને સૂચન જે આપનું નીખરે જીવનયાત્રા કઈ ઔર

-