હું સ્પષ્ટ છું, લાગણીઓનો સ્પર્શ છું ,
ગૂંથાશો મારા તોરણે, તો શાશ્વત હર્ષ છું !-
અહીં આ શબ્દો ની શોધ માં !
લાગણીએ રચ્યું છે અહીં કાપડું
કંડોરવા કલમ ન... read more
હે ગુરુજન !
કોરી પાટી માં સુંદર અક્ષરો રૂપી કેળવણી કરીને
મારી જિંદગી ને નવો વળાંક આપવા બદલ થેંક્યું !
ભૂલકાં સામે ભૂલકાં બની લાગણી વરસાવી ને
મને અમૂલ્ય જીવન નું મૂલ્ય સમજાવવા બદલ થેંક્યું !
'શાબાશ' 'વાહ' 'ખૂબ સુંદર ' જેવા શબ્દો કહી ને
મને આત્મપ્રેરીત કરી સિદ્ધિ હાંસલ કરવા બદલ થેંક્યું !
સંઘર્ષો માં સમય શિસ્ત ધીરજ સાથે જુસ્સો શીખવીને
મને આ સ્તર સુધી પહોંચાડવા બદલ દિલ થી થેંક્યું !-
અહેસાસ પોતાના હોવાનો કયારેક છૂટી પણ જાય છે
ને પછી વાચા ઉઘડે તો મૌન પ્રતાપી બની જાય છે,
લાગણીઓ અમુકવાર અકબંધ જ રહી જાય છે
હું છું ને ! એવા ભાસ માં ખુદ જ સ્મરણ બની જાય છે.-
કોણ કહે કે હૃદય નબળું છે
કેટલોય ભાર ઉચકીને હજુ બેઠું છે
World heart day
-
માઁ..... Mothers day poetry
ચોપડી ના પાનાઓ માં કેટલીય વાર્તાઓ મળતી
શોધતી તને, ને તું તો 'કાળા ટીક્કા' ઓ માં મળતી
પ્રયાસ ની સિદ્ધિઓ તારા હરખે દોડતી
એટલે જ તાળીઓ મારી નજીક આંટા મારતી
નિશાળ ની પાટી માં 'કક્કો' કડક વંચાવતી
તારી શિક્ષા થી સફરો બેશક રંગીન લખાતી
રસોડા ની અમાનત હંમેશા તને જ સોંપાતી
એટલે જ વાનગીઓ કદાચ ઓડકાર લાવતી
કાંટાઓની કેટલીય જાળ આમતેમ પથરાતી
તું, ને તારી ઢાલ એમાં ફૂલો બની વરસાવતી
તારી ના થઈ શકી કોઈ સરખામણી
તને પૂજવા આવે ખુદ શિવ પાર્વતી-
બા
____
વ્હાલ નો દરિયો કે પછી હેત નો ખોળો
શાણી શિખામણ કે પછી લાગણીનો ઠપકો
શું કહું હું તમને બા ?!
પ્રીત નું ભાણું કે પછી લાડ નો લાડવો
શું કહું હું તમને બા ?!
વાર્તાઓ માં મિત્ર કે પછી હાલરડાં નો હીંચકો
વાંક માં ઉપરાણું કે પછી વગર વાંક નો દિલાસો
શું કહું હું તમને બા ?!
-
ભાઈબીજ નો પર્વ છે મધુરો તહેવાર
બેના એ રાખ્યો છે એક મીઠો ઉપહાર
સુભાષીશ છે વ્હાલા વિરા તુજને ઘણી રે ખમ્મા !!
ચાંદ સમી શીતળતા વેરતા મારા વીરા શ્યામ
પામો પ્રગતિ સદા ડગલે એવી આજ મારી છે શુભેચ્છા
તેજસ્વી તારલા સમાં મારા વીરા કિશન
મેળવો સિદ્ધિ નો દ્વાર એવી આજ મારી છે શુભેચ્છા
સ્મિત ના રેલાતા સૂર સમાં મારા વીરા ખીલન
જિંદગી બને અફલાતૂન એવી આજ મારી છે શુભેચ્છા
માટી સમાં નરમ એવા મારા વીરા ડેનિસ
કોશિશ બને સદા સફળ એવી આજ મારી છે શુભેચ્છા-
રિદ્ધિ સિદ્ધિ ના દાતાની રાખો હર હંમેશ ઓથ
મોદક લાડુ ધરીને ઉજવો હર વર્ષ ગણેશ ચોથ-
પતંગિયા
પુષ્પોના નખરાં જોઈ લલચાયા પતંગિયા,
રંગબેરંગી પાંખડીમાં ખોલ્યા કોઠાર મધુરા,
અપક ઝપક દઈને ફુલે ચોટયા બે પતંગિયા,
તાળી પાડી, લાગે જાણે બેય સંતાકૂકડી રમ્યા.-
હદય
તમોને હદયમાં બેસાડી અમો તો જાણે જીવી ગયા
થોડા નાજુક સંવાદની અમે બસ સ્મૃતિ બની ગયા
મોહેલા ચિત્રોના રંગો હૃદય માં આમતેમ છંટાઈ ગયા
તેને ભૂસવા જતા ખુદ અમે જ પીંછી માં પુરાઈ ગયા
લાગણીની ઠેસે અમો ફરીફરી છેતરાતાં જ ગયા
હદય ને મનની જુગલબંધીમાં ફરી અમો જ હારતા ગયા
તમોના આગમનની અતુરતામાં અમો ભાન ભૂલતા ગયા
ને પછી અંતે હૃદય ને ઢાંકી બસ વિસામો જ ખાતા ગયા
-