એક સમય ભગવાન ના શિરે,ને બીજી ક્ષણે કચરાપેટી માં....
ક્ષણિક સમય નું વહેણ છે,કેમ કરીને કાઢીશ ફરિયાદ માં.....-
કદી પૂછજો નાજુક ફૂલોને કોઈ ફરિયાદ તો નથી ને,
રખે'ને બીડાયેલી કળીમાં વાયદાની વાત તો નથી ને.-
તેને જરૂર છે પાણી અને વાણીની ભીનાશની,
સૂર્ય સમા ચળકાટની અને ઇરાદાનાં પ્રકાશની;
જો સુકાઈ જાય, તો ખરે છે,
એ ડૂબતા નથી, તરે છે;
લોકો ભલે તેને તોડી જાય છે,
છતાં તે પોતાની સુગંધ છોડી જાય છે.
-
🌺હા.. મે જોયો છે 🌺
રોજ ખૂબ સુંદર સૂર્યોદય થતા જોયો છે,
હા.. પણ મેં એને અસ્ત થતા પણ જોયો છે.
પૂનમમાં ખૂબસૂરત પૂર્ણ ચંદ્ર ને જોયો છે ,
હા.. પણ મે એને ઘટતી કળા સાથે જોયો છે.
બાગના અતિ ખૂબસુરત ફૂલને મે જોયુ છે,
હા.. પણ મે એના અસ્તિત્વ ને પણ ખોયું છે.
ઋતુઓ માં વસંત નો વૈભવ મે જોયો છે,
હા.. પણ કાળચક્રે પાનખરે વૈભવ ખોયો છે.
રાવણનેને અભિમાનના કેફમાં લડતા જોયો છે,
હા..પણ મે જીવનનું સર્વશ્વર હારતા જોયો છે. 🙏
-
ફૂલોની ફરિયાદ એટલી કે એક પાંખડી ન વિખશો.
અમે જોડાયા છી એકબીજાથી, અમને ન ચુંથછો
ભ્રમરને દેખી હે માનવ જરા થોડું શિખજો
બીડાઈ જવું સાથોસાથ કોઈને અંત સુધી ન મુકશો-
પૂછજો કદી નાજુક કળીને ખીલ્યા પછી
કરમાઈ જવાનો ડર તો નથી ને,
રખે'ને
ક્ષણભંગુર મહેકતો ગુલઝાર પણ
કચડાઈ જવાના મારગમાં થર તો નથી ને!
-
ચારે તરફ પોતાની સુગંધ ફેલાવતા રહે છે,
એ કરમાય ને પણ દિલ ને મહેકાવતા રહે છે....-
કદી પૂછજો ફરિયાદમાં તુજ શ્વાસની ઝંખના નથી ને,
રખે'ને બીડાયેલી કળીમાં સુવાસિત આપનું હૈયું નથી ને.-
અરજ ઇશને રજમાં નાજુક કૂંપળ સુ રહે,
જિંદગીનું ફૂલ અનમોલ સુ ઉરે ધબકતું રહે,
પડે આખડે ભલે એ કષ્ટદાયી વાયરે લડીને,
ખીલે આગ કે પછી બાગમાં બસ મ્હેકતું રહે,-
કદી પૂછી લેજો એ આંખોને, કોઈ ફરિયાદ તો નથી ને,
પ્રેમઋતુ વસંતની જગ્યાએ, વિરહ રૂપી વરસાદ તો નથી ને...-