જન્મ લીધો દીકરી બની અને મેળવ્યો પ્રેમ પરિવારનો,
દીકરી તો વ્હાલ નો દરિયો થી લઇ દીકરી બની પારકી અમાનત !!
હા... એ સ્ત્રી હજી એનું અસ્તિત્વ શોધે છે...
લગ્ન કરી સાસરીમાં આવે, બનાવ્યા સૌ કોઈને પોતાના,
સઘળી જવાબદારી સ્વીકારી છતાં કહે કે પારકા ઘરની દીકરી !!
હા... એ સ્ત્રી હજી એનું અસ્તિત્વ શોધે છે...
નવ મહિના વેદના વેઠી મમતા ન્યોચ્છાવર કરી એણે,
મોટા થયા પછી સંતાનો કહે, "માં તારી સગવડ બીજે કર" !!
હા... એ સ્ત્રી હજી એનું અસ્તિત્વ શોધે છે...
સંતાનો એ મોકલ્યા જ્યાં સૌ કોઈ શોધે અસ્તિત્વ પોતાનું,
ઉડ્યું પ્રાણ પંખેરું જ્યારે, ત્યારે કરે શોક સૌ સંતાનો !!
હા... એ સ્ત્રી હજી એનું અસ્તિત્વ શોધે છે...
એક જ વાત નો સંતોષ કરતી રહી સદાય કે હંમેશા સૌની ખુશી માટે કર્યું,
પણ હવે તો એની રૂહ પણ પૂછી રહી છે એને એના અસ્તિત્વ વિશે !!
હા... એ સ્ત્રી હજી એનું અસ્તિત્વ શોધે છે...
-
પૂછ્યું પંખીએ મારા ઘર આંગણે આવી....
તમને તો શોખ હતો પુરવાને અમને પાંજરે,
આજ જીવ બચાવવા ખુદ કેમ પુરાણો પાંજરે !?
જુઓ પરમાત્માનો ન્યાય,
પુરનારાઓ પુરાણા આજે પાંજરે,
કહે પંખી ખુલીને, "હે માણસ,
કર્મનું ફળ ભોગવવાનું આજ પાંજરે"...-
પહેલા શ્વાસથી લઇ અને છેલ્લા શ્વાસ સુધી,
વગર ટિકિટ ની સફર,
એ જ મારી પ્રિય જિંદગી...
પપ્પાની આંખોમાં જે ચમકતું જોયેલું,
આશાનું ઝળહળતું શહેર,
એ જ મારી પ્રિય જિંદગી...
મમ્મીનાં હાથે ગરમ ગરમ ખાધેલી,
રોટલીનો એ મીઠો ટુકડો,
એ જ મારી પ્રિય જિંદગી...
આડી અવળી અને વળી ક્યારેક સીધી સરળ,
દર્દ અને ખુશીઓની સહેલી,
એ જ મારી પ્રિય જિંદગી...
-
સ્વપ્ન નથી હોતો એ અરીસો,
છતાં હકીકતની અથડામણથી તૂટી જાય છે,
આમ કેમ થાય છે !?
હૃદયરૂપી કેનવાસ પર દોરેલા ચિત્રો,
વાસ્તવકિતાની વર્ષાથી રેલાઈ જાય છે,
આમ કેમ થાય છે !?
યાદોનું એ વાદળ જાણે હૃદયની ધરતી પર,
વિસરાયેલા એ સ્મરણોને નવપલ્લિત કરી જાય છે,
આમ કેમ થાય છે !?-
પ્રમાણિકતા પરસેવે નાહીને અહી તપ્યા કરે,
અને બેઈમાની ભોગવે સુખ, સમય સમયની વાત છે...
ભાઈ ભાઈને મારવા આવે, સગા પ્રહાર કરવા આવે,
સ્વાર્થ ભરેલા સંબંધો અહી, સમય સમયની વાત છે...
કોને કહેવાય પીડા અહી, સૌના દુઃખ એક જ છે,
હૃદયમાં ભરે સૌ રાગ દ્વેષ, સમય સમયની વાત છે...
સમયની સાથે કેમ વર્તવું, સમયની સાથે કેમ ચાલવું !
સમય જ શીખવી દે સૌને, સમય સમયની વાત છે...
-
ક્યારેક
કશું નથી
હોતું આ કોરા
ભીતરમાં,માત્ર
સ્મરણોનું આભ
વરસાવે લાગણી.
ક્યારેક કોઈ નથી
હોતું એકલતામાં,
ત્યારે શુષ્ક રણમાં
યાદોનો પ્રલય આવે,
અનુભવોથી રંગેલા
જિંદગીના પાના ને,
અવિસ્મરણીય એ
ક્ષણોનો એક ગ્રંથ
રચાય જાય છે,
પળે પળની
જીવનભરની
યાદો યાદ બને
નાની એવી
સફર એક
યાદગાર
સાથ
બ
ને
છે.
-
ફૂલોની ફોરમ વિશે તો ઘણું લખાયું,
પણ ફૂલોને મસળીને બનતા અત્તર વિશે શું લખું !?
વાંસ તૂટ્યા વ્હાલનાં કાળના એ પડછાયાથી,
પણ હવે આ વાંસળીના સુરના ઝણકાર વિશે શું લખું !?
ઉઘાડા દ્વારે આવકાર તો સૌને અપાયો,
પણ હવે આ બંધ દ્વારના ટકોર વિશે શું લખું !?
હૃદયના આંગણે જે ડોલે આઠે પ્રહર,
શામળિયા એ શ્યામના ધબકાર વિશે શું લખું !?
આ કલમના શબ્દો હંમેશા લાગણીથી સ્ફુરતા,
પણ હવે સ્તબ્ધ બનેલા આ મનનાં ટહુકાર વિશે શું લખું !?
-
My dear and sweet Amita aunty,
હર હંમેશ હાસ્યથી જીવન તમે શણગારો,
ઘણી બધી wishes.. આજે B'day તમારો...
હર હંમેશ સ્મિત હોઠે છલકે,
એમ જીવન ઉપવન મહેકાવો...
તમારા જીવનનો હર સૂર્ય ઊગે સોનેરી,
અને હર પળ માણો એ મન ગમતો નજારો...
દુઃખ દર્દ તમારા થી દુર જ રહે,
એક જ પ્રાર્થના અને આ ઉપહાર મારો...
જન્મદિવસ પર યાચું એ જ કે,
રહે હસતો હસાવતો સંસાર તમારો...
-
નથી મળતું જે અથાગ પ્રયત્નોથી, તે આજ મેળવી લઈએ,
ભૂતકાળની સંઘરેલી એ યાદોનું આજ જતન કરીએ...
સુખ દુઃખ તો ઘણા આવશે, એને ભૂલી થોડા હકારાત્મક બનીએ,
જેટલી ઈચ્છાઓ સળવળે મનની એને આજ પૂરી કરીએ...
દુનિયાની ઘણી આ રીત રસમોથી દૂર ચાલ્યા જઈએ,
લોકોના ખિસ્સામાં થોડી ખુશી ભરી, સંબંધોનું નામકરણ કરીએ...
દુનિયાના કહેવા પ્રમાણે ઘણું જીવ્યા, આજ ખુદને સાંભળીયે,
લોકોના હ્રદય સુધી પહોંચી શકાય, ચાલ ને એવું કંઇક કરીએ...-