QUOTES ON #પપ્પા

#પપ્પા quotes

Trending | Latest

સાંભળો છો ને પપ્પા...
તમારી આંખોનું સુંદર સપનું છું હું...
મને હકીકતમાં એ સપનું પૂરું કરવા દો ને પપ્પા.
તમારી આંખોનો તારો છું હું...
મને આંસુઓ દ્વારા તૂટવા ન દો પપ્પા.

સાંભળો છો ને પપ્પા...
તમે જ મને આ સુંદર જીવન આપ્યું છે...
એ જીવન મને તમારાં માટે જ જીવવા દો ને પપ્પા.
તમારી જ નાનકડી કળી છું હું...
મને તમારાં જ બાગમાં ખીલવા દો ને પપ્પા.

સાંભળો છો ને પપ્પા...
તમારાં હાથોનાં ઝૂલામાં જ સારું લાગે છે...
એ વિદાયની ડોલીમાં ન ઝૂલવા દો પપ્પા.
તમે ઘણું બધું પુણ્ય કમાયું છે...
એ કન્યાદાનનું પુણ્ય રહેવા દો ને પપ્પા...

-


3 MAR 2021 AT 13:31

' પપ્પા ' જ એક શબ્દ ,
જીવ થી ય વ્હાલો લાગતો....
ખુલ્લી આંખે પણ એ ,
અઢળક સપનાં સજાવતો....
વિના કોઈ કારણે એ ,
બેસુમાર વ્હાલ કરતો......
ન જાણે કયાંથી એ ,
ખુશીઓનો ખજાનો લાવતો...
પોતાની સઘળી ચિંતાને ,
' સ્મિત ' થકી એ ઢાંકતો....
સંતાનનાં સુખ ને જ ,
સ્વર્ગથી વિશેષ માનતો....
નિસ્વાર્થ પ્રેમની એ ,
વ્યાખ્યાને સાર્થક કરતો....
મને એ વ્હાલ માત્ર ,
' પપ્પા ' પાસે થી જ મળતો.......

-


3 JUL 2021 AT 23:03

પપ્પા ...,
બસ આ એક જ શબ્દ એવો છે
જેમાં મારી દરેક સમસ્યા ના ઉકેલ મળી જાય છે
પપ્પા ના હાથ ની એક આંગળી પકડી ને ચાલુ
ત્યારે જિંદગી જીવવા ના દરેક રસ્તા ઓ મડી જાઈ છે
અજાણ છું એ વાત થી
કે મને શું થયું છે ?
એ આજ પણ એમને કેમ ખબર પડી જાય છે
એ એક જ એવી વ્યક્તિ જે
જે મારા બોલ્યા પહેલા મને સમજી જાય છે

-


18 JUN 2017 AT 19:51

પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક

"Dad" means
a much more
practical book
then any other
mythological
history

-


2 NOV 2018 AT 9:28

જેનો કોઈ પર્યાય ન હોય,
જેનો કોઈ વિકલ્પ ન હોય,
જેને કોઈ ઉપમા ન હોય,
પપ્પા જેવું બીજુ કોઈ ન હોય.
🙏🙏🙏

-


20 JUN 2021 AT 21:09

પપ્પા, તમે ઈશ્વરથી પહેલાં અમોને પ્રાર્થનામાં છો ફળ્યાં!


અમોને સતત છાંયડો આપવા તમે વૃક્ષ બની રે પાંગર્યા
અમોને સૌ સગવડો આપવા તમે કલ્પવૃક્ષ થૈ વિકસ્યા
અમે તરસ્યાં થઈએ એ પહેલાં હેતનું વાદળ થૈ વરસ્યા
પપ્પા, તમે ઈશ્વરથી પહેલાં અમોને પ્રાર્થનામાં છો ફળ્યાં!

હો લાખ કઠણાઈઓ તો ય સુંવાળો મારગ થઈ ઊભર્યા
દાંટી સ્વની લાખ ઇચ્છાઓ આમારા સ્વપ્નો સાચા કર્યા
અક્ષરજ્ઞાન હો કે ન હો દુનિયાદારીનું આખું શાસ્ત્ર બન્યા
પપ્પા, તમે ઈશ્વરથી પહેલાં અમોને પ્રાર્થનામાં છો ફળ્યાં!

અધૂરપના દરેક ઘૂંટ પી ને અમોને પૂર્ણતાએ પહોંચાડવા
ન વર્તાય પણ ભીંજવે એવું તડકાનું વાદળ થઈને ગર્જ્યા
અમને ખુદથી આગળ કરવા જાતે અમ પંથ છો બન્યા.!
પપ્પા, તમે ઈશ્વરથી પહેલાં અમોને પ્રાર્થનામાં છો ફળ્યાં!

-


13 JAN 2021 AT 10:58

પપ્પા

-



પપ્પા એટલે.....

પરમેશ્વરનાં અઢાર પુરાણો કરતાં પણ
વધારે practical પુસ્તક....

-


6 DEC 2019 AT 10:30

ખબર જ ન પડી કે
તેણી કયારે મોટી થઈ ગઈ;

રસોડાના રમકડાં રમાનારી આજ
રસોડાના વાસણો સાચવતી થઈ ગઈ;
વડીલોના અનુભવો સાંભળતી આજ
પોતાના અનુભવો લેતી થઈ ગઈ;
મમ્મીનો સાથ માંગતી રહેનારી આજ
મમ્મીને સાથ દેતી થઈ ગઈ ;
પપ્પાના ખભે બેસનારી આજ
પપ્પાને ખભો મિલાવતી થઈ ગઈ;

ખબર જ ન પડી કે
તેણી કયારે મોટી થઈ ગઈ;

-



દીકરીનાં માથા પર હાથ ફેરવવા માટે જેને સવારથી સાંજ સુધી પ્રતીક્ષા કરવી પડે એ પપ્પા...

પપ્પા આવે એટલે સાથે જ જમીશું એવું કહીને ભૂખી રહીને પપ્પાનાં આવવાની પ્રતીક્ષા કરે એ દીકરી...

-