ખૂબ વરસી ગયા વાદળ ;વિરહ ની યાદમાં ,
એક ટીપુંય ન પડે સખા; હવે સફરની આડમાં......
મન , હ્રદય સૂકાઈ ગયું;વેરાન એ રાતમાં,
જો જો હવે પવન ન ફુંકાઈ ; જોગણ ની સાદમાં .....
-
આંખ મારી ઊઘડે ને ,
મોઢું તારું જોઉં.......
દિવસ ને રાત મારાં,
તુજથી શરૂ જોઉં.....
પ્રભુનો પાડ માનું ,
કોટી કોટી નમું.....
જીવનનો અનહદ આનંદ,
વિદ્મહી તને માનું.....
આશીર્વાદ રૂપે અવતરી,
લક્ષ્મી કૃપા પામું....
પ્રસાદ પામી હું દીકરી,
નસીબદાર નિજને જાણું.....
મારાં તે ખોરડે ,
પારણું બંધાયું જો ને.....
સંતાન સુખે સુખી થવા,
દુર્ગા અવતરી જો ને.....
માતૃત્વ ધારણ કરી,
વ્હાલ વરસાવું મહી....
તારાં સ્પર્શે લાગણી
વાદળ વરસે કહીં....-
ગૌરી સુત શ્રી ગણેશ
મંગલ મૂર્તિ શ્રી ગણેશ
બુદ્ધિ પ્રદાનકર્તા શ્રી ગણેશ
પ્રથમ પૂજનીય શ્રી ગણેશ......
શિવ નંદન શ્રી ગણેશ
બાળકને પ્રિય શ્રી ગણેશ
અબાલ વૃદ્ધ નમે શ્રી ગણેશ
બોલો સૌ ભક્તજન શ્રી ગણેશ.....
રિદ્ધિ સિદ્ધિ નાથ શ્રી ગણેશ
ઉંદર વાહક શ્રી ગણેશ
ગજમુખધારી શ્રી ગણેશ
ગં ગણપતયે નમઃ શ્રી ગણેશ......
-
ચાલ આજ પાછો પ્રયાસ કરી જોઈએ,
ન મળે સફળતા; તો ફરી આહવાન કરી લઈએ.....
ન મળે મંઝિલ ત્યાં સુધી શરૂઆત ગણી લઈએ,
મળે જો પરિણામ સારું તો શુભારંભ માની લઈએ.....
દિન પ્રતિદિન પ્રયાસ નિરંતર કરીએ,
ન મળે સિદ્ધિ તો નાસીપાસ ન થઈએ.....
યુગનાં પરિવર્તનને હમેંશ સ્વીકાર લઈએ,
જીવન જીવવાની સાચી કળા શીખી લઈએ.....-
ઉડાન ભરવી છે સપનાની પાંખે ,
દોસ્તી કરવી વિશાળ નભ સંગાથે,
તારલાંની સંગે જોડી બનાવી,
મન ભરીને છે, માળા પરોવી,
છૂટછવાયા વાદળાંને સ્પર્શવા,
નજીક જઈને છે,દોડ લગાવી,
પકડાઈ જો જાય વ્યોમ હાથથી,
તો ઝટપટ હું એનો થપ્પો લગાવું,
ભેટી પડીને એના કાનમાં કહું,
ચાલને સંગે દાવપેચ લગાવી.....-
જીવનની ઘટમાળ ન હતી સહેલી,
રોજ ચડું , તોય પડે એ પેહલી,
નિતનવા અખતરાં , કરતી હું વેહલી,
તોય ન જડે મને, રસ્તો હું ભૂલી,
કેમ જાણે ;કેમ કરી સમસ્યા ઉકેલી,
પગદંડી પર ચાલતી રહેતી હું અકેલી,
મળે કોઈ સંગાથી ,તો થઈ જાઉં ઘેલી,
આમ જ ચાલતી રેહશે જીવન પહેલી.........🤗-
તોડી લે છે અન્ય નિજ સ્વાર્થે છતાં;
શીખવે નિરંતર સુવાસ ફેલાવવાનું......
ભલે લઈ રહ્યું શ્વાસ અંતિમ છતાં ;
નિભાવી રહ્યું રુઆબ પ્રકૃતિનું (સ્વભાવ).......
દેખાશે ઘણાંને કંટક પુષ્પ મહીં પણ;
કટુ સત્ય દિસી રહ્યું; "જેવી દ્રષ્ટિ , તેવી સૃષ્ટિ".......
-
तुमसे बिछड़ने का सवाल आया है
मन मैं एक तूफान उठ रहा हैं
सोच सोच के बवाल मच रहा है
मुझे मिलने का मलाल हो रहा हैं
आज हर सपने का कत्ल ए आम हो रहा हैं.......
-
ન જાણે ક્યાં કૃષ્ણ સંતાઈ ગયા ?
જડયે પણ જડતાં નથી કાન,
ન જાણે ક્યાં છુપાઈ ગયા....
બાંસુરીના તો સૂર સંભળાઈ રહ્યા,
પણ ન જાણે કેમ તમે મને
નથી દેખાઈ રહ્યા....!!
માધવ ક્યાં તમે ચાલ્યાં ગયા ?
મંદિરીયે પણ શોધી આવી ,
વનવગડે પણ ઘૂમી આવી
મૂંઝાતા મને હર ઘરે ને ;
ચૌરાહે પણ તમને પૂજી આવી....
શું કાન મારાથી રિસાઈ ગયાં ?
મુજ આતમ પણ હવે ઝંખી રહ્યો ,
તમારી એક ઝાંખી માટે ડંખી રહ્યો ,
શું થઈ ગઈ મુજથી ભૂલ કોઈ કે ;
એમ જ તમે કોઈ રમત રમી રહ્યા ..!!!
-