હોઠ કરતાં કપાળ પર કરેલ ચુંબનમાં
મને વધારે લાગણી અને જવાબદારી દેખાય છે.
હોઠ પર તો દરરોજ ચૂમી શકાય,
પણ કપાળ પર તો કોઈ એક દિવસ અને
એજ મારા માટે કીસ દિવસ.-
કે ઘટ્ટ લાલી એ શાની હતી?
કોઈ લિપસ્ટિક લગાવેલી મેં?
કે વિમલ ની એ નિશાની હતી?-
રાતે ઊંઘતા પહેલાં ને સવારે ઉઠીને તરત મારે ચુંબનની પ્રસાદી જોશે જ.. હો......!!
-
નીકળતી આ હોઠમાંથી ગાળો
ને એમાં જો શોધી શકાય
તો વ્હાલ શોધજે દોસ્ત !
તારા માટે ની બેફિકર વાતોમાં
તારા માટેની ફીકર શોધજે દોસ્ત!
તેમ છતાં પણ કાંઈ ન મળે તો
હોઠે થી નીકળેલ પ્રાર્થના માં
તારું નામ જ શોધી લેજે દોસ્ત!
-
જ્યારે તારા અધરને અધર મળે,
ધગધગતા રણને વર્ષા મળે.
Happy Kiss Day...-
મારી લાગણીઓનું શબ્દ ચિહ્ન મળશે તને
અધરો પર પથરાયેલા સ્મિત ના વહેણમાં
સાથે વહી જવાનું ય કદાચ ગમશે તને.
ઓષ્ઠો નો સહારે થઈ વહેતી સરગમ માં
પ્રેમની સરવાણી નો એહસાસ થશે તને.
મારા હોઠો પર લહેરાતા ખડખડાટ હાસ્ય માં
તારા હૃદય નો ધબકાર સંભળાશે તને.
શોધી શકે તો શોધ મારા હોઠ પર
મારી ખામોશી ની દરેક વજહ મળશે તને.
-
ગાગાલગા ગાગાલગા ગાગાલગા
શોધી શકે તો શોધ મારા હોઠ પર,
તારા પ્રણયને રોપ મારા હોઠ પર.
ઝળકી છે આંખો જો શરમનાં ભારથી,
ખોટો ના કર આરોપ મારા હોઠ પર.
ખૂટે ના શબ્દો આ હૃદયનાં આંગણે
કર તું ગઝલનો કોટ મારા હોઠ પર,
પહેલા મિલનની રાતને વાગોળતા,
છે પ્રેમ ભીનો ક્ષોભ મારા હોઠ પર .
પ્રેમાળ ફુલ ઉગ્યાં છે જીવન બાગમાં,
લઇને તરૂની ઓથ મારા હોઠ પર.-