ગુરુ તો એને કહેવાય કે જેને
જોતાં જ દેહ ધારી પરમાત્મા વર્તાય..
ગુરુ તો એને કહેવાય કે જેને
જોતાં જ સહજ શીશ ઝુકી જાય..
કામ, ક્રોધ અને લોભ, મોહ નો
દર્શન માત્ર થકી ક્ષય થાય
ગુરુ તો એને કહેવાય કે જેને
ક્ષણે ક્ષણે સ્વપદ વર્તાય
એના ચરણકમલે કોટી કોટી
દેવોના વંદન નીત નીત થાય..
ગુરુ તો એને કહેવાય કે જેનાં
સાનિધ્યે મોક્ષ નો સેતુ સંધાય
જન્મ મરણ ના ચોર્યાસી લાખ ફેરા
જેની કૃપા થી જ ટળી જાય
ગુરુ તો એને કહેવાય કે જેને
જોતાં જ આત્મસ્વરુપ થવાય.
©🌹 Mits _सहर 🌹
-
ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે ગુરુએ દિવ્ય જયોતી છે. જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે..
“ગુરુ”એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનનૈયાને તારનાર.
બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરુપૂર્ણીમા. ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી.
ભગવાન રામ હોય કે કૃષ્ણ તેઓને પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ જ હતા.
ગુરુનું કામ દિશા આપવાનું છે.ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર ૫થદર્શક🙏-
"गुरुर ब्रह्मा गुरुर वाष्णु, गुरुर देवो महेश्वरः
गुरुर साक्षात पर ब्रह्म,तस्मै श्री गुरुवे नमः"
"मूर्ति पूजा मूलं गुरु पदम मंत्र मूलं
गुरुर वाक्यं मोक्ष मूलं गरुर कृपा"
आपणा गरु नो आदर सत्कार करवो,
गुरु आपण ने बुद्धि - विद्या आपे छे,
आपण ने समझदार बनावे छे,
" गुरुजी ने नमन"🙏🙏
-
સાચા ગુરુ નો મહિમા માતા શારદા પણ ન લખી શકે !!
તો કાળા માથાનો માનવી શું ગુરુ મહિમા રચી શકે ?🙏🏻
-
ગુરુજી પુરે
પ્રાણ સુના અંતરે
પ્રગટે દિપ
ખોયુ તે ભૂલી
જે છે તેમાં થી કર
નવ સર્જન
ગુરુજી ખોલે
અંતર ચક્ષુ આપે
શિક્ષા અપાર
-
ગુરુ ના મહિમા વિશે શું કહી શકાય એ તો એ છે જેણે આપણને આપણી જાત થી મળ્યાવ્યા
-
એકલવ્ય હોય કે દુર્યોધન, ગુરુમહિમા અપરંપાર છે,
દ્રોણાચાર્ય નો સાથ છે ,ભલે અધર્મનો વાર છે..
ચાણક્યની ચોટી નો ગર્વ એમની શાન છે,
મૌર્યને તાકાતનું તો નંદને ઔકાતનું કરાવે ભાન છે..
ઑશો વાઇલ્ડ તો રવિશંકર શાંતિના પ્રણેતા છે ,
ગુરુરામદેવ તો વિશ્વમાં યોગના સર્વેસર્વા છે..
ગાંધીજી પાસે ગોખલે ને રાજચંદ્ર નું જ્ઞાન છે ,
ભારતના ભવિષ્યને આજે આનંદ કુમારનું દાન છે ..
સચીન અને કાંબલી માટે આચરેકર જાન છે,
તો સાઇના , સિધું અને શ્રીકાંત ગોપીચંદનું જ કામ છે..-
સૂર્યોદયે તિમિર પુંજ, અદ્રશ્ય થઈ જાય છે.
અજ્ઞાન અંધકાર દુર કરી ને,જ્ઞાનાગ્નિ પ્રજવળ થાય છે.
એ ગુરુ નો મહીમા અપાર છે , એ આત્મસાત જાણું હું.
ગુરુજી ના આર્શીવાદ થી, એ જ્ઞાન સારસ્વત થાય છે.
સફળતાનો રાહ ભલે, એ કંટક થી ભરેલો હોય
એ આત્મસાત કરાવે ગુરુ ,ને સફળતા અપાવે એ જાણું હું
આંગળી ચીંધયાનુ પૂણ્ય ઘણું, એ જ ગુરૂ જ્ઞાન જાણું હું
ૐકાર મંત્ર હસ્તગત કરાવે, હ્દય ચક્ષુ ઉઘાડે છે.
આત્મા નું મિલન પરમાત્મા સાથે , એ જ ગુરૂ જ્ઞાન જાણું હું
આનંદમયી ને પ્રેમમયી જીવન, બનાવનાર ગુરૂ જ્ઞાન છે
એવા મારા "સાંઈ ગુરૂ" તને, સાક્ષાત દંડવત પ્રણામ છે.....!!!
-bindu✍️...
********
-