QUOTES ON #કુદરતની_કલાકારી

#કુદરતની_કલાકારી quotes

Trending | Latest
25 MAY 2021 AT 11:28

કાયા તારી કાચી,શ્વાસ તારા ઉધાર
જીવડાં શાને કરે ગુમાન,તું તો છે મૃત્યુલોક નો ભાડુઆત...

-


7 JAN 2019 AT 12:15

ધરતી ને આપો અેક કણ,
પરત આપે એ અનેક કણ,
આવી ધરતી ને સો સો સલામ છે,
કુદરત ની કલાકારી ને હજારો સલામ છે.

સૂર્ય સવારે ઉગતો સાંજે આથમતો,
કરોડો ઉર્જા નો સંચાર અે કરતો,
આવા સૂર્ય ને સો સો સલામ છે,
કુદરત ની કલાકારી ને હજારો સલામ છે.

સમુદ્રના તટ પર નાળિયેરી ઉગતી,
ખારું જળ શોષી મીઠું જળ આપતી,
ત્રણ પડદા વાળા ફળની શોભા કમાલ છે,
કુદરત ની કલાકારી ને હજારો સલામ છે .

એક તનમાંથી બીજા તનનું સર્જન થતું,
જન્મ પહેલાં પોષણનું આયોજન થતું,
જન્મદાત્રી માતા ને કોટી કોટી સલામ છે,
કુદરત ની કલાકારી ને હજારો સલામ છે. 🙏

-


7 JAN 2019 AT 12:11

સોનેરી કિરણો થી રવિ એ પૃથ્વી ને આબાદ કરી,
પૃથ્વી એ પણ રવિ ને ચાહ્યો ઊર્મિઓ આઝાદ કરી.
એક તરફી પ્રેમમાં પાગલ ચંદ્રએ મોટી ચાલ ચલી,
ગેરસમજ નું "ગ્રહણ" સર્જ્યું બે પ્રેમી ના વચ્ચે પડી.


-


9 JAN 2019 AT 16:48

વિહરતી પૃથ્વી ત્યાં જો બ્રહ્માંડમાં,
ગજબ એ કેવી તે ફરતી જાય છે.
ધરા નું ઢાંકણું પેલું એ નીલ ગગન,
જોને અધ્ધર કેવું ખૂંટે લટકાય છે.
નાં ટીંગાતી જો ઘડિયાળ ક્યાં એ,
તોય રવિ સમયસર આવી જાય છે.
પેલી ગગન માં મઢેલી વાદળીઓ માં,
આટલું પાણી કેમ કરી ને સમાય છે.
જો ભીંજાય ઢેફા સહરા ના વર્ષા એ,
એમાં અંકુર સજીવન ક્યાંથી થાય છે.
નભે વિહરતા પંખીડા સંધ્યા કાળે જો,
ક્યાં થી માળે પાછા આવી જાય છે.
અદ્ભુત કરામત આ દેહ ની તો જુઓ,
એમાં ક્ષણે ક્ષણે જો હ્રદય ધબકાય છે.
જન્મ પહેલાં જ થાય છે હસ્તાક્ષર એ,
છે આ મારી માં કેમ કરી શિશુને કળાય છે.
જન્મે જોને આ માટી કેરા ઘટ માં જીવન,
મૃત્યુ પછી કેવું એજ માટી માં મળી જાય છે.
નથી ભાસતું અસ્તિત્વ ક્યાંય સ્થૂળ સ્વરૂપમાં,
તોય સૌની શ્રધ્ધા માં ઈશ્વર ક્યાં થી શ્રધ્ધાય છે.
હવે થોડી કંઈક સમજણ મને કળાય છે,
જોને કુદરત ની અદ્ભુત કમાલ કેવી વર્તાય છે.
🌹 સહર 🌹

-


8 JAN 2019 AT 8:11

લાખો કરી કલાકારી કુદરતે આ જગત માં
માણસ રચી, રચ્યો ભેદ કુદરતે આ જગત માં

વાછરડું એક જન્મે, જન્મે ને પગ પર ઉભું થાય
પા પા પગલી કરતો માણસ, રાજ કરે છે આ જગત માં

વગર રિયાઝે, જોને કોયલ કેવા મધુરા ગીત ગાય?
રિયાઝ માં રમતો માણસ, રાજ કરે છે આ જગત માં

વગર પ્રેરણાએ, બચ્ચા સિંહના કેવા બહાદુર થાય?
પ્રેરણા ના ઘુંટ પીતો માણસ, રાજ કરે છે આ જગત માં

રસ્તા પર રખડતા કૂતરા માં પણ જન્મજાત વફાદારી દેખાય
નકાબ પહેરતો માણસ, રાજ કરે છે આ જગત માં

જેને કુદરતની ભેટ છે એ લાચાર છે આ જગત માં
જીવન જીવતા શીખતો માણસ, રાજ કરે છે આ જગત માં

-



છે ઘણું અમારી સમજની પે'લે પાર,
કુદરત તારી કલાકારી તો છે અપાર...!!

-



કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ, ફટ કરતાં ફૂટી જાય,
એક જ આવે પવન ઝપાટો, પલમાં તૂટી જાય...

-


7 JAN 2019 AT 18:30

સંધ્યાનો આથમતો સૂરજ,
જાણે ઠંડી આગનો વિશાળ દરિયો છે,
અને આ ધોળી વાદળીઓ,
જાણે આ દરિયામાં તરવાની સ્પર્ધા છે.
પણ જુઓ તો ખરા!
આ દ્રશ્ય પૃથ્વી પર માનવી નહીં,
પરંતુ
આ ડુંગરાઓ એકદમ સ્થિર રહી નિહાળે છે.

-


22 AUG 2020 AT 14:59

ઢળતી આ સાંજ અને સુંદરતા ને આવરી લેતી આ લાલાશ,
બાજુ માં છે તું અને એક મેક ની લાગણીઓ નો સહવાસ...

મંદ મંદ આ હવા ની લહેરખીઓ અને ખીલતી આ રાત,
બાજુ માં છે તું અને વ્યસ્તતા ની પળો માં મળેલું તારા સાથ નું એકાંત...

શાંતિ થી ઘેરાયેલું મન અને હૈયાં માં ઉભરાતો આ થનગનાટ,
બાજુ માં છે તું અને જાણે મૌન માં પણ અવિરત વહેતો આપણો સંવાદ...

કુદરત ના સૌંદર્ય માં અનેરો ઉજાશ અને હૈયાં ના ખાલીપા માં ભરાતો આ સ્નેહ પ્રકાશ,
બાજુ માં છે તું અને જાણે ગવાઈ રહ્યો છે મધુર પ્રેમરાગ આસ પાસ......

સોનેરી સંભારણા સજાવી રહી છે સાંજ અને કાગળ અને કલમ નથી હાથ,
બાજુ માં છે તું અને મન રૂપી કાગળ પર જાણે રચાઈ રહ્યો છે પ્રયણપ્રાસ......





-



કુદરતની કલાકારીએ કેવી ન્યારી,
પવન ફડફડે ને વૃક્ષ થથરે,
ધરા ધખધખે ને નભ રડે.

-