QUOTES ON #સરદાર

#સરદાર quotes

Trending | Latest
31 OCT 2018 AT 14:09

કિસાન કુળ નુ ગૌરવ અને સાદગી ના પૂજારી
અેટલે સરદાર...

અખંડ ભારત ના શીલ્પી અને ભારત ના બિસ્માર્ક
એટલે સરદાર...

સાહસીક્તા , નીડરતા અને કોઠાસૂજનો અનોખો સંગમ
એટલે સરદાર..

અખંડીતતા અને અેક્તા ના સર્જક તથા ભારત ના લોખંડી પુરૂષ
એટલે સરદાર...

-


31 OCT 2018 AT 14:30

આઝાદી ના મોરચા નો સર સેનાપતિ સરદાર,
લોખંડી પુરુષ નો નિભાવ્યો આબેહુબ જેણે કિરદાર,
શત શત નમન તમે અો હિંદ ના ચોકીદાર,
વીર વલ્લભ ધન્ય હો તમને જય જય હો સરદાર!

-


31 OCT 2021 AT 13:35

સરદારનાં વ્યક્તિત્વ માટે
એક 'સરદાર' શબ્દ કાફી છે,
કેમ કરી લખું રાગ જેનું
બસ એક બુલંદ નામ કાફી છે.

બારડોલીમાં બીજ રોપ્યું
હતું એની એક શાખ કાફી છે.
ફિરંગીઓની ઊંઘ ઉડાડવા
જેનો અગન પડકાર કાફી છે,

જાજરમાન પ્રતિભા જેની
સંગ નિર્મલ ઉદાર હૈયું કાફી છે,
ખડતલ શરીરને દિપાવવાં
તેજોમય વિવેકી ભાલ કાફી છે.

હરિયાળા સ્વપ્ન કાજે
રેવાની મીઠડી લ્હેર કાફી છે.
વિશ્વભરમાં નામ કાજે
ગગનચુંબી પ્રતિમા કાફી છે.

-


31 OCT 2018 AT 9:06

હતા એ સરદાર પટેલ જીવન હતું એમનું અસરદાર.
સાદગી હતી સદા જેમના જીવનમાં એવું વ્યક્તિત્વ એમનું જોરદાર.

મનોબળ એવું જોરદાર કે કહેવાયા લોખંડી પુરુષ.
સપનું જેમણે સાકાર કર્યું અખંડ ભારતનું એ હતા સરદાર.

જીવન જીવ્યા એવું જોરદાર આજેય વસ્યા છે દિલમાં એવા જ સરદાર.
પ્રતિમા કહો કે પ્રતિભા બને આકાશ આંબે એટલી જોરદાર.

હતા સરદાર ભારતના પેલા અને છેલ્લા રાજપુરુષ.
જીવવુ જેમને શીખવ્યું દુનિયાને અસરદાર રીતે એ ભારત ધરા ના સરદાર.


ગૌરવ અપાવ્યું જેમને આ ગુર્જર ધરતી ને એ હતા સરદાર.
છીએ અમે એ સરદાર ના વંશજો કે જેમનું જીવન હતું જોરદાર.

સરદાર ના ડગલે ને પગલે જીવીશું એ જ છટાકેદાર જીવનશૅલી થી.
ફરી નિર્માણ કરીશું એ જ એકતામયી ભારત નું ભૂલી નાત જાતના ભેદ.

ઈતિહાસ ને ફરી રજૂ કરીશું એ જ રંગમંચ પર સરદાર સાથે અસરદાર રીતે.
કરીશું સરદાર નું નામ વિશ્વ ભૂમિ પર જોરદાર રીતે કે જીવ્યા જે અસરદાર રીતે.
- A.D HIRPARA



-


31 OCT 2018 AT 14:50

હિંદુ હોય કે મુસલમાન , બધા મનમાં બસ એકતાનો વિચાર હોવો જોઈએ ;
બહાર પૂતળું નહિં બનાવો તો ચાલશે , અંદરનો સરદાર અસરદાર હોવો જોઈએ .
✍❣

-


30 OCT 2018 AT 22:31

સરદાર ગાથા

ઇતિહાસ રચાશે જે ,તમે બધાએ કામ જો કર્યા હતા...
ભારત તો ઠીક છે પણ જગવિખ્યાત તમે બન્યા હતા...

માંગો સામે જયારે, સરકારે મોઢા જો ફેરવ્યા હતા...
ત્યારે લાડુબાઈના કુખે એ સરદાર જો જન્મ્યા હતા...

યાદ છે એ છોરાના ભણતર હાટુ કેટલું જો લડ્યા હતા...
એમાં આપણા કેટલાય વિરલાના જીવ જો જલ્યા હતા...

ગાંડીતુર સરકારે પોતાના માણાં જો મેલ્યાં હતા...
ત્યારે તમે બધાયે કેટલાય જુલ્મો જો જેલ્યા હતા..

ભલે એ રમતમાં ઘણાય ખેલો જો રમ્યા હતા...
ન એક પણ વિરલાઓ ,એની સામે નમ્યા હતા...

યાદ છે એ મોભી માથા, જેણે મુંડન જો કર્યા હતા...
શું કરવું પણ સરકાર ના બાપા જો મર્યા હતા...

ગાંધીજીના માર્ગે ચાલી,ઉપવાસ પણ કર્યા હતા...
શ્રાવણ જો ચાલતો,ભોળાને પણ ખુશ કર્યા હતા...

ઊંચે ઉભા રહી,એ નર્મદા પર વટ જો માર્યો હતો...
જીત નો નક્કી હતી,ન સરદાર કોય'દી હાર્યા હતા....

- poet patidar

-


2 NOV 2018 AT 3:53

ગુજરાત ના લોખંડી પુરુષ ને
કોટી કોટી વંદન.....🙏🙏

-


31 OCT 2018 AT 20:54

અહિંસા ના માર્ગે ફક્ત ગાંધીજી એ જ નહિ,
લોહ પુરુષ સરદારે પણ ચાલી બતાવ્યું.

૫૬૫ રજવાડાઓ ને લોહી નું એક ટીપું પણ,
વહાવ્યા વગર જીતી ને બતાવ્યું.

તેથી જ કહેવાયા એકતા ના સર્જક સરદાર,
દેશ ભક્તિ થી અશક્ય કાર્ય કરી બતાવ્યું.

ભારત ના પ્રથમ પ્રધાનમંત્રી બનવાનું ગૌરવ,
ગાંધીજી ની ઈચ્છા માનવા છોડી બતાવ્યું.

લોખંડી મનોબળથી અનેક સત્યાગ્રહ જીતી,
મરણોત્તર "ભારત રત્ન" બની બતાવ્યું.

-



અખંડ ભારતને જોડવા સરદાર અંતિમ શ્ર્વાસ સુધી અડગ રહ્યા,
અાજે કેટલાક તત્વો તેેને તોડવા જોને મથી રહ્યા..

-


31 OCT 2018 AT 14:03

રસ શોર્યનો વહેતો રગો માં અે લડવૈયો સરદાર છે,
અખંડ ભારત ના નિર્માણમાં જેનો અનોખો કિરદાર છે!
કણબી કુંવર તારા અમ પરે અગણીત ઉપકાર છે,
લોક હ્રદય નો સમ્રાટ આજેય લોખંડી સરદાર છે!

-