"તારા ને જ તું મરાવે"
ન જોઈ શકે, ન જાણી શકે, તું એક જ વાર મને માણી શકે
હું તને ,તું એને,એમ કરતા, આખા જગ ને તું પણ મારી શકે
હા હું જાણું છું ,બાર થી આવ્યો છું ને બાર જ જવાનો
પણ કદી ના ભૂલતા, તમારા બારથી બારને લઈ જવાનો
શું પામ્યું તું ,શું પામશો, ચાલો તમને એક તક તો અપાવું
ઢાંકી દો તન, અડસો ન મન, વર્ષ ના સુંદર દિવસો મપાવું
પણ તમને ન હોઈ તક , તમને ચિંતા હોઈ આખા ગામની
એટલે તો જવું પડે બાર,નથી પરવાહ તમને કોઈ લગામની
મેં ન કોઈ માર્યો, હું ન કોઈ મારુ, શા માટે તું મને પાપ કરાવે
હવે તો સમજ,ઘરની બાર નીકળી, કેમ તારા ને જ તું મરાવે
માન્યું તું કે કળિયુગ આવશે, મારો આવી મને જ એ અડશે
નહોતું વિચાર્યું ,મને મારી,મારી સુરત પણ બાળવા ન મળશે
-
Soul_ka_soor
I m beginner
Now I got space to share
"Dr. Aspire"
Abhi to bachha hoo..
F... read more
સવાર સવાર માં લીધી, એક ચાની મીઠી ચૂસકી
સામે મારી જોવા, જો સહેજ નઝર એની ઉંચકી
આંખો માં અંધારા ,ને ભર્યો હોઠ માં હઠીલો પ્રેમ
આપવા આવી વ્હાલ,મારો ગાલ ન ભીંજાયો કેમ
પકડવા તને ઉભો થયો,લપસ્યો પગ હું નીચે પડ્યો
સહેજ પણ ન આવી તું, ત્યારે કેવો હું બોવ રડ્યો
અબોલા કરવા નક્કી કર્યું, જીદ હવે મેં પણ કરી
ગમે તે થાય ન છોડું જીદ ,ભલે આપડે રોજ લડી
ઉઠી અચાનક આંખ મારી,ખબર પડી શમણાં મારા
કેવા વ્હાલા સવાર ના એ, મીઠા મીઠા વ્હાલ તારા
-
હો ગુજરાતી,
સવાર પડતા ચા ગુજરાતી, સ્વાદ પણ તારો હો ગુજરાતી,
ઉઠાડે મારી બા ગુજરાતી,વાત્સલયનું ઝરણું હો ગુજરાતી,
પરોઢીયા તારા પણ ગુજરાતી, ઉર્જા ભરેલા હો ગુજરાતી,
હમણાં જાગું પણ હું ગુજરાતી,મહેણાં તારા હો ગુજરાતી,
ઉભો થયો છું હું ગુજરાતી ,ફાફડા-જલેબી હો ગુજરાતી,
નશો ચડી ગ્યો હું ગુજરાતી, કાયમ રહેશે હો ગુજરાતી,
શિરામણ કવ હું ગુજરાતી, ભાતું વાડીએ હો ગુજરાતી,
રાત પડે વાળું હું ગુજરાતી, ઊંઘ બપોરની હો ગુજરાતી,
તને જ વેચુ હા હું ગુજરાતી, તારા જ પૈસા હો ગુજરાતી,
વ્યાપારી એવો હું ગુજરાતી ,તમે જ કીધું'તું હો ગુજરાતી,
માતૃભાષા કહે હું ગુજરાતી,બીજી કોઈ ના હો ગુજરાતી,
તારા જ વખાણ તું ગુજરાતી, નઝર ન લાગે હો ગુજરાતી,
-
"ખુટશે નહિ મારી પ્રીત"
કહું છું એને અનેરી,બની છે એ કંઇક જુદી રાખની
નમણી નેણ ને નાકથી,નઝર ન લાગે મારી આંખની
ભાન ન પડે મને રંગની,બધા રંગ તને બહુ શોભતા
હાથ-ગુલાબી મહેંદીમાં, મોરને ઢેલ રે કેવા મોભતા
નઝર છૂપેલી આંખમાં, પાંપણનો જ પ્રેમ પામેલ એ
સંસ્કૃતિની સુરત એવી, બિંદી પણ સાથ પુરાવી લે
નમણાસ ને નઝર લાગે એવી,હડપચી તારી એ પીની
નામ લેતા જ ખબર નઈ કેમ , આંખ થઈ મારી ભીની
હોઠ એવા ઇંદ્રધનુષે ,મોહિત મન વીંધી નાખ્યું મારુ
ભગવાન પાસે રોજ દુવામાં, નામ લેવાય પેલા તારું
કાળી ભમ્મર આંખે કાજલ સાથે શ્વેત સરીખી કમર
વિચાર મારા બનાવી દીધા તે કેવા ઊંડા ઊંડા વમળ
પવન સાથે રમતી લટ, ને ચમકતી હાથમાં વીંટી
સપના આવે તારા ને કેવી ઊંઘ આવે મને મીઠી
ગળે ચમકતા મોતી સાથે સરમાળ એવું સ્મિત
લખવાનું તો ખુટશે પણ ખુટશે નહિ મારી પ્રીત
-
My heart filled with "Love adhesive"....
May the gaint container will leak and flowing adhesive to voids for absobing and healing...-
If i put a password in my mind, No one hacker can hack my mind and Not at least hack my password
-
સવાર પડતા થયું અંધારું
લખવાનું વિચાર્યું થયું અંધારું
કલમ ન મળી થયું અંધારું
વિચાર નરસા થયું અંધારું
કાગળ નો'તા થયું અંધારું
પગ માં લખ્યું થયું અંધારું
હાશ થઈ પણ થયું અંધારું
થશે અંજવાળું થયું અંધારું
કરમ ફૂટેલા થયું અંધારું
શબ્દો રેલાય થયું અંધારું
સૂઝતું નથી કાઈ થયું અંધારું
આંખો નાની થયું અંધારું
એમાં પાણી થયું અંધારું
આંસુ ટપકે થયું અંધારું
શબ્દો ભૂંસાય થયું અંધારું
હતા ને ત્યાં થયું અંધારું
આવી ઉભા થયું અંધારું
કહેતો તો ને થયું અંધારું
હવે તો માનો થયું અંધારું
-
અંધારામાં રહી રહી ને..એજ સમજાતું નથી કે મારી આંખે અંધારા છે કે આ અંધારામાં આંખો છે
-
Eng-Engineering
I-Is
N-Nontoxic
E-Embossed
E-Exhibitor
R-Relationship
I-In
N-New
G-Generation-
એક અનેરૂ પતંગિયું
એક અનેરૂ પતંગિયું , ઘણું રમતું ઘણું હસતું
સુંદર સરીખી પાંખો, એ નઝર સામે જ વસતું
આંખો કેવી મણકા મોતી, શ્વેત રંગી નાજુકડું
સિંહણ ડગલું ચાલ લેતું, છે કેવું પ્યારું મુખડું
સાન સમજણનુ શિયાળીયુ ને લાગણીએ લજામણી
કાયા કસુંબી કૉમલળી ને સાથે નેેણ નશીલી નમણી
ભમરાઓથી મોહી જાતું, પતંગિયા ન સમજી પાતું
ભાન ભુલાવે મને એવી , તારી એ મીઠી મીઠી વાતુ
કેવું સુંદર તું કે આવ્યા ભમરા તને નઝર લગાડી
હટ કહી એને,મારી સામે સહેજ મલકાઈ આવી
એજ માંગુ ઈશ કે સદાય સપના શણગારે તારા
જો તું આયુમાં માંગે તારા, આપી દવ તને મારા
-