Unnati Dave  
1.2k Followers · 110 Following

Joined 27 October 2018


Joined 27 October 2018
5 DEC 2021 AT 19:41

ऐसा नहीं है कि हमें कोई पसंद नहीं आया,
पर बात यह है ना जनाब की,
इस दिलको उनके अलावा कोई और न भाया...

-


9 AUG 2021 AT 18:56

તારે નામ આજ એક ગઝલ લખું,
તારા પ્રત્યે મારો નિ:સ્વાર્થ પ્રેમ લખું...

આપણી પ્રેમકહાણીની એમાં શરૂઆત લખું,
સમી સાંજે થયેલ એ પ્રથમ મુલાકાત લખું...

તારા નૈન-નક્શનું એમાં વર્ણન લખું,
આપણાં પ્રણયની એમાં વાત લખું...

તને પ્રિયતમ અને ખુદને તારી પ્રેયસી લખું,
મારા હ્રદયનાં પ્રત્યેક સ્પંદને તારું જ નામ લખું...

-


10 JUL 2021 AT 20:48

હાથ પકડી ઉભી આ જિંદગી ને મન ભરી ને જીવી લઈએ,
સુખ હોય કે દુઃખ એક મીઠી જપ્પી દઈ, સહર્ષ સ્વીકારી લઈએ...

થોડુંક રડી લઈએ અને પછી બહુ બધું હસી લઈએ,
જિંદગી ની મહેફીલ ને મન મૂકીને માણી લઈએ...

સ્વજનો સાથે હસી મજાકની કેટલીક પળો વિતાવી લઈએ,
પ્રિયતમ સાથે વિતાવેલ પ્રેમભરી પળોને હૃદયમાં સમાવી લઈએ...

બાળપણના મીઠા સંસ્મરણોને ફરી એક વખત વાગોળી લઈએ,
'ને ભાઈ, જુવાનીમાં મિત્રો સાથે મોજ કરી લઈએ...

સઘળી જવાબદારીઓ પૂરી કરી અંતે હરી ના ભજન ભજી લઈએ,
'ને મોત સામું આવે ત્યારે મીઠું સ્મિત દઇ મોતને પણ પ્રેમથી ભેટી લઈએ...

હાથ પકડી ઉભી આ જિંદગી ને મન ભરી ને જીવી લઈએ,
સુખ હોય કે દુઃખ એક મીઠી જપ્પી દઈ, સહર્ષ સ્વીકારી લઈએ...

-


25 JUN 2021 AT 19:57

Happy Birthday to the immunity booster of YQ Family

અમિતા મેમ એટલે YQ family nu immunity booster!!! કહેવાય છે ને કે, "laughter is the best medicine" અને YQ પર laughter રૂપી મેડીસીન આપનાર ડૉક્ટર એટલે અમિતા પટેલ...આમ તો ડૉ. અમિતા પટેલ કહું તો પણ અતીશયોક્તી નહીં લાગે કારણકે મારા મત મુજબ હાસ્ય રચના લખવામાં એમના તોલે કોઈ જ ન આવી શકે...એમની રચના વાંચી સૌ કોઈના ચહેરા પર મીઠું સ્મિત છલકાઈ જાય.

Thank you so much ma'am for all your love and support ❤️❤️ Keep writing and keep teaching us😄😄🥰

-


31 MAY 2021 AT 18:50

મોતના તાંડવ નો જાણે સમારંભ થયો છે,
કળિયુગ નહીં કાળ-યુગનો પ્રારંભ થયો છે.

ધન સંપદા માટે ભાઈ-ભાઈનો હત્યારો બન્યો છે,
લાગે છે લાગણીઓના અંતનો અહીં આરંભ થયો છે...

-


30 MAY 2021 AT 10:50

"મોહન, જો મને કબાટમાંથી તારી જૂની ચિત્રકલા મળી, કેટલા સુંદર ચિત્રો છે!!!" મોહન ની મમ્મી એ આનંદ ભર્યા અવાજ માં કહ્યું. મોહન મોબાઈલ માં એટલો મશગુલ હતો કે કદાચ તેની મમ્મીના શબ્દો તેના કાને ન પડ્યા. થોડીવાર પછી મોહન ની નજર એ‌ ચિત્રકલા પર પડી. થોડીવાર તો તે પોતાના દોરેલા ચિત્રોને નિહાળતો રહ્યો અને વિચારવા લાગ્યો કે આ શાળા અને ટ્યુશનની ભાગદોડમાં હું મારું મનગમતું કળા કૌશલ્ય તો વિસરી ગયો છું... બસ પછી તો શું હતું મોહને મોબાઈલ બાજુમાં મૂકી, પેન્સિલ અને પીંછી હાથમાં પકડી લીધી! રોજ સરસ નવા-નવા ચિત્રો દોરે અને તેના ફોટા પાડી તેના મિત્રોને અને શિક્ષકોને મોકલે, એક દિવસ તેના એક મિત્ર એ કહ્યું કે મોહન, તું ચિત્રની સાથે સાથે એનું સુંદર મજાનું વર્ણન પણ લખે તો કેટલું સરસ લાગે! મોહન ને આ સુઝાવ ખુબ ગમ્યો હવેથી તે ચિત્ર ની સાથે સાથે તેનું સુંદર મજાનું વર્ણન પણ લખવા લાગ્યો અને ક્યારેક ક્યારેક તો ચિત્ર પરથી કવિતા પણ રચવા લાગ્યો... ધીરે-ધીરે મોહન માં સર્જનાત્મકતા કેળવાઈ રહી હતી, હવે તો મોહન તેની મમ્મીને ઘરકામમાં પણ મદદ કરાવતો તથા પપ્પાની સાથે બેસી બિઝનેસની ચર્ચા કરતો વળી ક્યારેક દાદીમા સાથે બેસી ગીતાના પાઠ પણ સાંભળતો... મોહન દોઢ વર્ષથી શાળાએ ભલે નથી ગયો પરંતુ તેણે ઘર રૂપી શાળામાંથી સર્જનાત્મકતા અને જીવનના મૂલ્યો જરૂરથી શીખ્યા છે...

-


4 APR 2021 AT 10:11

"Whatsapp Dp ની આત્મકથા"

-


2 JUL 2020 AT 9:47

Meditation may not be the solution of all the problems, but it will definitely lead us towards the path of solution...

-


17 NOV 2019 AT 23:37

મંદિરમાં જઈને ઘંટ વગાડે,
પણ એને કોણ સમજાવે કે,
ઘંટ નો આ રણકો કંઈ સફળતા ના અપાવે.

ગાડરિયા પ્રવાહમાં જોડાઈ ને કોમી રમખાણો મચાવે,
પણ એને કોણ સમજાવે કે,
ઝુંડના આ ખોટા રણકા કંઈ નોકરી ના અપાવે.

પરંતુ રણકો જ્યારે અંતર મનમાં વાગે,
અથાગ પુરુષાર્થ સાથે કંઈક કરી બતાવવાનું જૂનુન જગાવે,
અંતરમન નો આ રણકો જ સફળતાની રાહ બનાવે.

-


22 MAR 2019 AT 21:43

કોઈ ના અનુભવોનો નીચોડ તો,
કોઈની ઇચ્છાઓનુ શાબ્દિક સ્વરૂપ એટલે કવિતા

કોઈના જીવનનું ગૂઢ રહસ્ય તો,
કોઈના જીવન ના સુખદ-દુઃખદ પ્રસંગનું રચના રૂપે આલેખન એટલે કવિતા

કોઈની હૈયા વરાળ તો,
કોઈના ઉત્સાહ અને ઉમળકાની કલમ દ્વારા પ્રસ્તુતિ એટલે કવિતા

ક્યારેક કાગળ પર શબ્દો કંડેરી મન હલકું થાય તો,
ક્યારેક એ જ શબ્દો વાંચી મન ભરાઈ આવે એવી એક રચના એટલે કવિતા

-


Fetching Unnati Dave Quotes