તારાંજ કર્મો તને લઈ ડુબવાના,
પંડમાં પડ્યા છે કપટના પોળાં..-
પડીકે બાંધી વેચી છે કોઈની મજબુરીયો,
માટેજ ઈશ્ર્વરે માર્યા અાજ શ્ર્વાસને તાળાં..
સંદીપ ચૌધરી-સંભાવ-
પાંપણ મિંચાયે પગરવ શાંત પડે,
જો હોય ડગર લગર-વગર
તો બંધ અાંખે અાખું નગર રડે..-
જન્મદિવસ પર શુભેચ્છાઓ પાઠવનાર સર્વે મિત્રો, વડિલો અને સ્નેહિજનોનો દિલથી અાભાર!
સતત દૌડતી જીંદગીમાં મિત્રો અને સ્નેહિજનોની શુભેચ્છાઓ લીલા છાયડા જેવી હોય છે.. અાપના શુભાશિષથી જીંદગી અાજે સરળ બની છે..
અાપ સર્વેનો દિલથી અાભાર-
ચાલો અાપણે પણ દિવા જોડેથી શીખી લઈએ, દિવાસળી થઈ કોઈ બાળે તો પણ અજવાળાં પાથરતાં રહીએ..
પ્રકાશના પર્વની શુભેચ્છાઓ...-
કયાં ખબર એ ખુંદાયેલી રેતને,
હરખઘેલી થઈ ચડે ચાકડે,
પછી અગનજ્વાળે તરફડે..-
જ્યાં જરુર છે ત્યાં તારા હાથ અાગળ કર!
ઈશ્ર્વર કયારેય તખ્તી જોઈ નામુ લખતો નથી.-
સાહેબ!
સંભળાવી દેનારને અાજે લોકો ચાલાકને,
સંભાળી લેનારને લોકો બુધ્ધુમાં ખપાવે છે..-
હજારોના ટોળાંમા પણ મન ગોથા ખાય
એક એવો હાથ જ્યાં મનને વિચારોથી મુકત થાય-