મહેલ, મેડિયુને રંગરોગાન કરી એના જર્જરિત ભાગ ને રિપેર કરી એને સાચવી શકાય....પણ
સંબંધના કિલ્લાના માંથી લાગણી રૂપી કાંગરા ખરી જાય ને ભાઈબંધ પછી દુનિયાનો કોઈ કડિયો એને રિપેર નો કરી શકે.
~ખલાસી-
ખલાસી છું ઈશ્ક ના સાગર નો,
અને આ સફર આખરી છે!
wish me on 1sept read more
#અમરત નામે ઝેર
એય...મેપા... આણી કોર્ય આવ્ય તો સાફીનો દમ ખેંચતા રૂડા આતા એ એના પોત્ર મેપાને સાદ પાડી બોલાવ્યો. મેપો રૂડા આતાનાં દીકરા નોંઘણ નો એકનો એક દીકરો. મેપાના જનમના ત્રણેક મહિનામાં મેપાની માં ઉજળીબાઈ અને ઉજળીબાઈ નાં વિરહમાં નોંઘણ પણ છ એક મહિનામાં લાંબે ગામતરે ઉપડી ગયો.
રૂડા આતાને તો માથે આભ ફાટ્યું.
પણ જમાનાના ખાધેલ રૂડા આતા મારો હરિ કરે ઇ ખરી એમ ગણી કારમો વજ્રઘાત જીરવી ગયા.
ઇ વાતને માથેથી આજ અઠ્ઠેવિસ ચોમાસા વય ગ્યા.
મેપો આજે સરકારી કચેરીમાં કારકુન છે. એને એની જન્મદાતા ઉજળી બાઈ કે નોંઘણનાં ચહેરા ક્યાંથી યાદ હોય? એના માટે તો દેવ દેવળ જે ગણો એ રૂડા આતા જ હતા.
#ક્રમશ:(to be continue)
It's introduction of up coming story .
How mainten the values in life & what's different way to do something without compromise with values ,self respect.mepa 's charector giving a lesson to all of us. I hope u all r enjoying this new sensesion.-
ભેટી મને કહ્યું તું; છે બાહોમાં તારી સુખ,
આવું સુકુન ક્યાં મળે બીજે જહાનમાં!
~ખલાસી— % &-
મંઝિલ નથી ખબર ન તો રસ્તાની જાણ છે,
આ જીવ છે મુસાફિર કાયા વહાણ છે!
~ખલાસી— % &-
મૃત્યુથી શું વધારે છે સત્ય આ જગતમાં,
નક્કી જ છે બધાનું ને આવશે બધાને!
©ખલાસી-
સદા મને તારા વિચાર આવે,
તો જ આ દિલ ને કરાર આવે.
છે તારા નામથી શું જગતમાં મોટું!
ભલે આપ મેળે કે ધરાર આવે.
છે એજ આશા કે અંતિમ સમયમાં,
મુખે રામ આવે કે પરવરદિગાર આવે!
✍🏻© "ખલાસી"-
છેલ છોગાળો ,નંદનો લાલો મુરલીધર મોહન,
દેવ દયાળો પ્રાણથી પ્યારો અર્પણ તન મન ધન!
ગોપ ગોવાળો જશુ મા નો લાલો માખણચોર મદન,
રુદિયે કાયમ આવી બિરાજો ચિત્ત કરો પ્રસન્ન !
મોરલી વાળો કાનો કાળો રાધાનો પ્રિયતમ,
યમુના તારી આંખનું કાજળ હૈયું વૃંદાવન .
દ્વારકા વાળો માઁ દેવકી જાયો યાદવ કૂળભૂષણ ,
ભક્તો કાજે આવે દોડી કૃષ્ણ કષ્ટભંજન.
©ખલાસી-
જિંદગીમાં ચોતરફ અંધાર છે,
બસ હવે તો દીપ તારણહારછે!
ક્યાં લગી હું બાનમાં રાખુ હવા?
ઝેરની ઝડપી બહું રફતાર છે!
ઠોકરો હસતા મુખે લીધી સહી,
જિંદગીમાં જે મળ્યું સ્વીકાર છે!
મેં લખી રાખી છે ચિઠ્ઠી આંખમાં,
વાંચ દિલ ફાડી કરેલો પ્યાર છે!
ચાર કાંધે કેમ લઈને જાવ છો?
લાશને ક્યાં લાગણીનો ભાર છે?
-