તું ભવ્ય ટાઇટેનિકની કેટ વિન્સલેટ પ્રિયે ,
હું ડૂબતી વીજળીનો હાજી કાસમ પ્રિયે ...-
તું વીજળી બની ચમકી ને ગડગડાટ ગરજી પડી..
ને હું ડર નો માર્યો ધ્રુસકે ધ્રુસકે ધોધમાર વરસી પડ્યો...-
વરસતી બુંદો ને તરસતું મન,
યાદોની મૌસમ ને છલકે નયન.
તોફાન ભીતર ને ગરજતું ગગન,
ચમકતી વીજ ને લરજતું મન.-
આજ સંબંધો થયા છે જીવતા વીજળી ના તાર
દાઝી ગયા પંખી ના શ્વાસ
એટલે ત્યાં ચૂપ રહેવું.
થીજી ગઈ છે જ્યાં લાગણી બરફ થઈ ને
ના કોઈ ભાવ કે પ્રતિસાદ
એટલે ત્યાં ચૂપ રહેવું.
સમજણ ની ઉણપ, તો વાદવિવાદ નો શુ ફાયદો
ખપાવી વાત ને જુઠાણા માં
એટલે ત્યાં ચૂપ રહેવું.
ભરાણી છે જ્યાં અજ્ઞાની ની પાખંડ સભા
નથી તમારા શબ્દો ની કદર
એટલે ત્યાં ચૂપ રહેવું.-
મેદાને ઉભેલ વડલે જોયું
સાંજ શરમાઈ છે આંગણે
રસ્તા ની લાઈટઓ ને થયું
હવે ઝબકી જઇએ આપણે-
વીજળીના ચમકારે જગ જગમગી જાતું,
ત્યારે ફીકા લાગે તાર દોરડે લબડતાં દીવા..-
ઘૂંઘટ માંથી તમે સુંદર મુખડું બતાવી ને એવા તે છૂપાઈ ગયા,
જાણે આકાશ માંથી ક્ષણ વાર માટે થયેલ વીજળી સંતાઈ જાય.-
તારા એક એક સ્પર્શે અંગે અંગ માં વીજળી ભરી દીધી,
મને ક્યાં ખબર હતી,
કે તું વર્ષામાં ભીંજાવાયેલો વીજળીનો ખુલ્લો તાર છે.-
અંધારે ઉજાસ મન ને હરખનું આગમન,
પરંતુ.....
એ વીજળી તારા ચમકારે તો કેટલીય... વેદના ?-
તુ આમજ લાગણી નો વરસાદ વરસાવતી રહેજે,
હુ મારા પ્રેમની વીજળી ત્રાટકતો રહી તારા પર-