સાચા અર્થ માં વિદ્યા ને અર્થપૂર્ણ બનાવી જાણે એ જ સાચો વિદ્યાર્થી .
-
વિદ્યાર્થી એટલે જેનામાં જ્ઞાન મેળવવા માટે હોય એકલવ્ય જેવી દૃઢતા ....અર્જુન જેવી એકાગ્રતા ...
અને જ્ઞાન મેળવ્યા પછી તેને પચાવવાની કર્ણ જેવી ક્ષમતા..🙏-
એક ના સમજ ઝરણું કે જેને ખબર નથી કે કયા રસ્તે જઈ દરિયા ને મળવાનું છે.
-
શિક્ષક દ્વારા કંડારાતુ શિલ્પ એટલે વિદ્યાર્થી,
ભારતનું નૂતનમય ભવિષ્ય એટલે વિદ્યાર્થી,
માતપિતાના સ્વપ્ન કાજે પોતાનું સ્વપ્ન રચે તે વિદ્યાર્થી,
એક જ સ્વપ્ન કાજે હરરેાજ ખુદથી લડે તે વિદ્યાર્થી,
આજના સ્પર્ધાત્મક યુગ માં સાચું જ્ઞાન ગુમાવવા લાચાર તે વિદ્યાર્થી,
ટેકનીકલ યુગમાં પણ પુસ્કીયુ જ્ઞાન ગોખવા મજબૂર તે વિદ્યાર્થી,
ક્યારેક અતિરેકના મોહમાં આત્મઘાત કરતો વિદ્યાર્થી,
તો ક્યારેક ગંભીર બીમારી નો શિકાર બનતો વિદ્યાર્થી.🙏
-
થોડી જિજ્ઞાસા, થોડી જ્ઞાન પિપાસા ને બાકી રટણનો સારથી
ખભા નાજુક છતાં આકાંક્ષાઓ અપેક્ષાઓનાં બોજનો સારથી
હૈયે હામ ભરી ઉત્તમ જીવતરનું ઘડતર ભણતરમાં જોતો પ્રાર્થી
શાળાની પ્રાર્થનામાં આંખો મીચી અંતરનો ઉજાસ ઝંખતો પ્રાર્થી
વિદ્યા તો માં સરસ્વતીની વ્હેતી સરવાણી ન ભેદભાવની કો ઝાંખી
છતાં આજ યુગે ભાળું વહેચાતી નહિં પણ વેંચાતી વિદ્યા થૈ પાંખી
કારકિર્દી કાજે ભણતાં સૈા અહિં, ભણે જીવન ઘડતર લક્ષ્ય રાખી
શિક્ષક હો ગુરુ પદે શાળા મંદિર ને ભણી રહ્યો શિષ્ય નામે વિદ્યાર્થી
-
"વિદ્યાર્થી એટલે વિદ્યા મેળવવા માટે તલસ્પર્શી અભ્યાસનાં સતત પ્રયાસો કરનાર, જ્ઞાન નો પિપાસુ..
ઊંમર ના બાધ વગર કૌતુક માં રચ્યો પચ્યો રહેનાર જીવ. "-
વિદ્યાર્થીએ છૂટછાટ લેવી જોઈએ નહીં,
છૂટછાટ વિદ્યાર્થીને આળસુ બનાવે છે.
-
विद्धार्थी ऐटले....?
जन्म थी मृत्यु परयंत बधा ज लोको सीखता ज
होय छे. आपणे सवार थी सांझ सुदी खरो खोटो
नफो अने टोटो..आ बधी वातो सीखता रहिए छे.
सीखववा बंद ना थाय कारण के सीखवुज जीवन
छे अटले अमो बधा विद्धार्थियो छीए.....
-