યાદ જો આવે, મળી લેવાનું, રડવાનું નહીં;
દુઃખ રમે જો સંતા-કૂકડી, જડવાનું નહીં.
નાની-મોટી,લાંબી-ટુંકી, આવે જો અડચણ;
તો જીવનના પાટા પરથી, ખડવાનું નહીં.
જ્યારે તારો ખરશે, માંગી લઈશું ઈચ્છા;
મારા આયુષ ખાતર તારે, ઝુરવાનું નહીં.
નારાજ જો થઈ જા, તો ઘડીભર થવાનું;
ધબકારો ચૂકે એવી જીદે, ચડવાનું નહીં.
હું નાવ, તું બન હલેસાં, પણ સાથે સાથે;
જીવન સાગરમાં એકલવાયું, તરવાનું નહીં.
જીવન-ભર સાથે જીવી જીતી જવાના,
'મસ્ત' સૂકું થઈ અગાઉથી, ખરવાનું નહીં.
-
ગાફેલ છું ન આજ ન કાલની ખબર છે.
શબ્દોના સદનમા 'મસ્ત' રહું... read more
પ્રણય જે કરું એ નજીવો પડે છે,
પ્રણયના પ્રસંગો ઘણા કરડે છે.
આંખો જોઈ સૂકી દગો પામશો ના,
દેખાશે નહીં કે રદય ખૂબ રડે છે.
ગયા કાળને હું દફન ખૂબ કરું છું,
પણ ઘડીભરમાં એ ખૂબ પાંગરે છે.
કદીક ત્યાં નીકળતા ગતિ હું વધારું,
ને ઉભો રહેવા એ પથ કરગરે છે.
'અતિની ગતિ નહીં' પ્રેમને ય લાગુ,
'મસ્ત' પ્રેમ જ તારું કફન પાથરે છે.-
લીધા પહેલાં રાવ કરે છે ગ્રાહક રાજા,
ખૂબ ઘણેરો ભાવ કરે છે ગ્રાહક રાજા.
અંતે આવે ખૂબ શરમાવે લઈને જાશે,
પહેલાં ગાવ પ્રવાસ કરે છે ગ્રાહક રાજા.
ઉધાર બંધના પાટિયા થી નજર છુપાવે,
સાહ્યબી પર ઉજાસ કરે છે ગ્રાહક રાજા.
પૈસા સિવાય વાત કરો બહુ સરખું ચાલે,
બાકી માંગ્યે ડંફાસ કરે છે ગ્રાહક રાજા.
આવતી કાલની તિથિ ખૂબ લંબાતી જાતી,
રોજ ફિલ્લમના તાસ કરે છે ગ્રાહક રાજા.
દિવસો ગણતા ગણતા હું ખૂબ ગભરાવું,
જે વિતે તેવો કાપ કરે છે ગ્રાહક રાજા.
મારા હકનું ય જે કમાવું તે પણ નડતું,
અરે મારા નફાનું માપ કરે છે ગ્રાહક રાજા.
છેલ્લે 'મસ્ત' હાથ જોડી કરું વિનવણી,
હિસાબ કરીને માફ કરે છે ગ્રાહક રાજા.
-
ભણતરે વિનાશ વેર્યો છે,અભણની દુનિયા કેવી સુંદર;
વૃક્ષો ને કુદરત અકબંધ ને, માનવે માનવતા ઢગલાબંધ.
જો ઉંદર વસ્તી હાલી નીકળી કાગળની પ્રતો કમાવા;
પાછળ શું ગુમાવ્યું ના જોવે, માણસની પંક્તિ ડગલાબંધ.
શ્વાનથી સાવધાન રૂડું લાગે, માણસ-માણસ જો ખટક્યો;
જરૂરી નોકર ચાકર પ્યારા, ઝૂંપડા થી દુર રહે બંગલાબંધ.
પૂર ત્યજી રહે પૂર વચ્ચે, ધનમાં રાચ્યા પુરા જ્ઞાની;
આલીશાન આવાસી બન્યા, કહે સાધુ ખુદને ભગવાબંધ.
બંધ બાંધી ગંગા ને રોકી, 'મસ્ત' જળ ન્હાવા પીવાને,
મનની મેલાશ ને વધતી રોકે, પૂછો કોઈ કયો રચવો બંધ?
-
જ્ઞાતિનો વાદ તો ઝેર છે વ્હાલા,
સમાજ માટે અંધેર છે વ્હાલા.
અરે ઘર ભલે ભાડે નહીં દેતો,
હદય તો ભાડે દેશ ને વ્હાલા.
અરે એ ભલા કેવા હો માણસ,
જેમ દુર્જન દ્રૌપદી ખેંચે છે.
માં ભારતની એકતાના,
ખેંચ નહીં ને કેશ ઓ વ્હાલા.
જેવો છો એવો દેખા ને,
મિલાવટ દિલ ભીતર પેસી ગઈ?
પોતાના સ્વાર્થ ને સાધવા,
નહીં રમ ને તું ચેસ ઓ વ્હાલા.
મકાને હતું એ ધંધે પેઠું,
ક્યાં સુધી હવા દઈશ અગ્નિને?
'મસ્ત' જન્મ્યો જે ધરતી પર,
નથી વ્હાલો તે દેશ ઓ વ્હાલાં?
-
જો ધીરજ જરૂરી તો થોડો શાંત રહેજે,
ન કિંમત થવાની તો કથવું જ શાને?
કે દૂધમાં ભાગ નાંખી છાશની રાહ જોવી,
જો ન માખણ બને તો મથવું જ શાને?
જો ઠપકા દીધે વૃત્તિ - પ્રવૃત્તિ ના બદલે,
બોલ્યું જો બગડે તો ભઠવું જ શાને?
ને માલૂમ પડે કે અહીં છે મીથ્યા ઘસાવું,
આકાશે જ ચમકો ને તૂટવું જ શાને?
વિરોધી કે મૂરખ જો સભામાં હો હાજર,
ખૂણે જ શાંતિ, મધ્યે ખટકવું જ શાને?
નીચે ઊભા રહીને 'મસ્ત' અલિપ્ત રહેવું,
જ્યાં ઉતરી ના શકીએ, ચઢવું જ શાને?
-
તું જ તારો ઉદ્ધાર કર,
ન કર કોઈ તુજ માટે લડે છે;
નડે છે ધ્યેય હાંસલ કરવામાં,
તું જ તો પોતાને નડે છે.
ન હારતો તું, તું જ તારો ઉદ્ધાર કર.
અડખે ને પડખે,આજુ ને બાજુ,
ઘણું જોયું અરે ઘણે જોયું.
એક જ જેવી આ છે કહાની,
એ જ જીતે જે પડે આખડે છે.
ન હારતો તું, તું જ તારો ઉદ્ધાર કર.
તું શોધે છે સાહસ બાહિર દુનિયામાં,
તે પડ્યું છે ભીતર પડ્યું છે ભીતર.
કરથી કર મહેનત પોતાના ઉપર,
એ જોજે કે ગતિ પૂરી ચાકડે છે.
ન હારતો તું,તું જ તારો ઉદ્ધાર કર.
વખત મસ્ત બદલે, તદ્દન છે બદલે.
તું જઈશ જીતી, બસ હારતો નહીં.
જો થશે કારનામું, તો તૈયાર દુનિયા,
સાંભળ તાળીઓ, તારા માટે પડે છે.
ન હારતો તું, તું જ તારો ઉદ્ધાર કર.
-
નશો ન હોય મદ - મદિરા, વ્યવહારે ન ખારો,
ઘટ મંદિરે ધ્યાન લગાવે, એવો માણસ સારો.
દીવા કરી ઉજવે દિવાળી, ને કરે જેવું દાતારો,
હદય ભીતર ઉજાસ કરે, એવો માણસ સારો.
અન્ય દુઃખે દુભાય પોતે, ખ્યાલ મારો ને તારો,
કણ કણ ઈશ્વરને નિહાળે, એવો માણસ સારો.
વાડાબંધી ભૂ ઉપર, નહીં ખપે જુદા વિસ્તારો,
મનુ મનુ એ સમતા ભાળે, એવો માણસ સારો.
છે અહીં બધું વાતો પૂરતું, ખરું દિલથી વિચારો,
'મસ્ત' શોધીને થાક્યો છે, ક્યાં છે? માણસ સારો.
-
રૂઠેલા મિત્રને મનાવ....... માર ચા ની ચૂસકી.
ઊંડો એવો રૂઝે ઘાવ.......માર ચા ની ચૂસકી.
મિત્ર ભલે નવો બનાવ.....માર ચા ની ચૂસકી.
શુભ કોઈ બને પ્રસંગ......માર ચા ની ચૂસકી.
મળે કોઈ મનપસંદ.........માર ચા ની ચૂસકી.
મેમાનગતિનો આવે દાવ..માર ચા ની ચૂસકી.
મહેમાન થઈ ને જાવ......માર ચા ની ચૂસકી.
વરુણની મહેર થાય.......માર ચા ની ચૂસકી.
ઠંડીની લહેર થાય..........માર ચા ની ચૂસકી.
દુઃખનો ઉઠે કહેર...........માર ચા ની ચૂસકી.
મસ્ત સુખને મનાવ.........માર ચા ની ચૂસકી.
પૂરો થયો મારો દાવ........માર ચા ની ચૂસકી.-
જુદી જુદી જાત બનાવી, ને જુદા વસવાટ બનાવી,
પોતે બન્યા રીપૂ રીપૂ , વિચાર તે શું ખોયું? માણસ!
એ ક્ષમતા પામી બન્યા રાજા, અન્યને પ્રજા બનાવી.
યુદ્ધ કરાવ્યા પ્રજા પ્રજાના, વિચાર તે શું ખોયું? માણસ!
પોતાનો વિસ્તાર વધારે, ડર અને એનો વ્યાપ વધારે,
ડર ડરપોક ને નિડરો વચ્ચે, વિચાર તે શું ખોયું? માણસ!
ધોળા કાળા માણસ, કામો; અઢળક એ નામો નામો,
એની વચ્ચે લે વિસામો, વિચાર તે શું ખોયું? માણસ!
'મસ્ત' જોવે આબાદી વચ્ચે, ભરચક ગલી રસ્તા ભર્યા,
દૂર ઉભી જોઈ બરબાદી, વિચાર તે શું જોયું? માણસ!
[11.07.2023 8:36AM]
-