આવી મીઠી સવાર કોને ન ગમે,
ઉનાળાને પછાડી ચોમાસું જામ્યું હોય કોને ન ગમે,
ઠંડી પવનની લહેરકી કોને ન ગમે,
સુસંવાટા સાથે તરુનું થતું મંદ મંદ નૃત્ય કોને ન ગમે,
બેઘડી જળનો આવાસ કોને ન ગમે,
વાછંટનાં સ્પર્શથી ખીલતું માસૂમ સ્મિત કોને ન ગમે,
શ્વાસમાં ઉતરતો સાગર કોને ન ગમે,
એની દૂરંદેશી લ્હેરો પાનની ટશળને અડે કોને ન ગમે,
મીઠડો એ મયૂરનો ટહૂકો કોને ન ગમે,
ભીંજાઈને પ્રેમમાં પાંખ ખંખેરતું એ પંખી કોને ન ગમે,
જળધરથી લગોગલ નભ કોને ન ગમે,
કિરણોને વીંધી અધરને પંપાળતું મેઘબુંદ કોને ન ગમે.-
કેટલાક લોકો વરસાદને મજા કહી ગયા ...
તો કેટલાક લોકો ના ઘર વરસાદમાં વહી ગયા ...-
હળવે હળવે સ્પર્શતી આ વાછંટ,
ને આકાશે ખેલતા ઘનઘોર વાદળ,
શું વાત કરું હું, આ મૌસમની કલાકૃતિ પાછળ!
આછી પાતળી વીજળીની આરત,
કે ચમકાવું મનાવરણનું આભરણ,
અને ચમકે આ મૌસમના સંગે મનોવૃતિ પાવક!
પવન સુસવાટા જાણે સંગીત વાદક,
ને સાથે સાગરમાં ઉઠતી લહેરો માદક,
મૌસમે અદ્વિતીય તાલથી રેલાય મુખાકૃત્તિ આનંદ!
પ્રેમની ઉછળતી છોળોનું ભારણ,
ને સંગે વૃક્ષોના પર્ણ પર ઠરતું ઝાકળ,
શું સાર લખું, આતો પ્રેમ તરંગની પ્રતિકૃતિ આખર!
આહલાદક ક્ષણે ખુલ્યો આ કાગળ,
લખતા પહેલા આંજું નિસર્ગને કાજળ,
કદાચ નજર લાગે જો મૌસમને શબ્દાકૃતિ આગળ!-
बारिश और यादें का कुछ अजब ही रिश्ता है
"जितनी तेज़ बारिश, उतनी जियादा यादें
जितना धुन्नध मौसम, उतना साफ उसका चेहरा"
-
લાગે છે જાણે આભે અવનિ નો પ્રેમપ્રસ્તાવ સ્વીકાર્યો ,
અવનિ ને પ્રેમ રૂપી વરસાદ માં ભીંજવી પ્રણય નો અલગ રંગ સજાવ્યો ...-
પડતાં સૌ કામ મૂકીને આવ તું વરસાદમાં,
આખાં તન-મનનેય ભીંજવ તું વરસાદમાં...
ખરી રહ્યાં જો ને કેવાં અભ્રની અટારીથી,
એ એક-એક બુંદોને પરોવ તું વરસાદમાં...
સપ્તરંગી મેઘધનુષે, કૈં વીજળીને ચમકારે,
ખુદની જાતને થોડી ચમકાવ તું વરસાદમાં...
હૃદય મહીં છેડાય રહ્યાં છે જે સૂર મધુરા,
એ મલ્હાર મોરને સંભળાવ તું વરસાદમાં...
વહી જશે એ સઘળું 'જ્વાલા' વારિ સંગે,
કે એ વ્યથાનો દરિયો ઠાલવ તું વરસાદમાં...-
*કેવું થાતું હશે..?*
વરસાદ માં ભીંજાઇ ધરા ને કેવું થાતું હશે,
તને મળવાથી મારું પણ કંઈક એવું જ થતું હશે
મેઘધનુષ ને જોઈ મોરલા ને કેવું થાતું હશે,
તને નીરખી મારું પણ કંઇક એવું જ થતું હશે
મનગમતી રંગીન છત્રી ખોવાથી શિશુ ને કેવું થાતું હશે,
તારા દૂર જવાથી મારું પણ કંઇક એવું જ થતું હશે
શબ્દો ખુટવાથી લખનાર ને કેવું થાતું હશે,
તારા ના બોલવાથી મારું પણ કંઇક એવું જ થતું હશે...!!!-
વરસાદ જેવી તું અને માટી જેવો હું,
વરસતી રહે તું ને મહેકતો રહું હું..-
આમ તમારાં બારણાં ન કરો બંધ,
આ તો આશીર્વાદ છે ઈશ્વરનો,
વરસે છે વરસાદ રૂપે...-