ગુણોની રંગભરી મસ્તી ને સંગાથે
આતમની કસુંબલ ખુમારી
-
🌸
🌸
ન ગમે તો મને કહેજો
ગમે તો સૌ ને કહેજો 🙃🙂
🌸
🌸
તમારી હકારાત્મકતા નું સ... read more
સૂરને સંગાથે,
શબ્દ કેરી કેડીએ,
શ્રદ્ધાનો દીવો દિપાવી,
જવું જગદંબાનાં ખોડે 🙏-
થોડું સ્મિત, થોડાં "સાચા" સંબંધો,
થોડી હસવાની ક્ષણો, થોડી રોવાની,
ભલે હોય ચાર દીવાલ, શાંતિ હોય મહેલને શરમાવે એવી,
સૂકાં રોટલામાં પણ સુખ હોય છલોછલ,
રાત હોય નિરાંતવાળી,
આ ગૌરવપૂર્ણ જીવન મારે મન....-
દરેક માનવી છૂપાવીને બેઠો છે
પોતાની અંદર એક માનવી,
રાહ હોય છે એને
ખુલ્લા પડવાની,
ખુલ્લા પડી વહી જવાની.....-
સૂર્યના કિરણો આવ્યાં,
રજકણોની સાથે મુલાકાત કરવા,
આગમનથી જાણે જીવંત બન્યા રજકણ,
મળ્યા બન્ને,
ફેલાયો પ્રકાશ
ઉડ્યા ચોમેર રજકણ,
કઈક ગોષ્ઠી જામી,
ત્યાં થઈ સાંજ,
છૂટો પડ્યો સૂર્ય,
વાદળી પાછળ સંતાય,
જણાય ઉતાવળ એનાં જવાની,
હતી રાહ ફરી મળવાની..-
માતાનાં ખોળે રમતાં આખું જીવન,
થાય કદર એક જ દિવસ કેમ??
જે વીરો એ અાપી જિંદગી આખી,
તેને એક જ દિવસ યાદ કરવાના કેમ??
હોય સ્વતંત્ર જો આપણે,
અભિવ્યક્તિને બંધન મળ્યું કેમ??
થયા આપણે આઝાદ,
રૂઢીઓમાં બંધાયાં કેમ??
આઝાદ થયા પછી પણ,
એક્તારૂપી સવાર જીલવાય ન કેમ??
-
"હા" પાછળની સંવેદના અને,
"ના" પાછળની વેદનાનું,
કારણ કઈક હોવાનું.....
કરેલી છે જે ભૂલ,
એ ન સ્વીકારવા પાછળ,
કારણ કઈક હોવાનું.....
આંસુ બંધ રાખી મુઠ્ઠીમાં,
ને સ્મિત વેરતું કરવાનું,
કારણ કઈક હોવાનું...
ખીલીને ખરવાનું,
ખરીને ફરી ખીલવાનું,
કારણ કઈક હોવાનું...
વાસ્તવિકતામાં સ્વપ્ન,
અને સ્વપ્નમાં વાસ્તવિકતા ફિંદવાનું,
કારણ કઈક હોવાનું...
હુફાળા શ્વાસ લેતાં લેતાં,
પોતાનામાં જ હુંફાળપ વહોરી લેવાનું,
કારણ કઈક હોવાનું...-
તેજથી તગતગતી આંખો જોઈ,
ને પછી જોયાં ઝરણાં જેમ વહેતાં
કાળા ભમ્મર વાળ,
જોઈ એની સિંહ જેવી ચાલ,
ને પછી જોયું વિજયશ્રી જેવું મધુર સ્મિત....-