सुनो मेरी जान,
बात ये है की,
प्यार तुमसे बहोत करते है ।
कभी जताते है तो कभी जताना नही आता
जब तुम रूठ जाती हो,
तो कभी मना लेते है या फिर कभी मनाना नही आता ।
माना गुस्सा कर लेते है थोडा बहोत तुम पर,
या फिर छोटी छोटी बातों पर लड़ लेते है,
पर यकीन मानो ए दिलरुबा,
ये जो प्यार तुमसे करते है,बेशूमार करते है...!😘❤-
💊Medico💉
✍આ કલમ દર્દ પણ લખી લે છે ને,દર્દો ની દવા પણ😉
#alfaz_e_j... read more
જોને શિરે શોભતાં મોરપંખની ભાત અનોખી છે,
રાધા અને કાન્હાની પ્રીત આ જગતથી સાવ નોખી છે..!-
કાન્હાના મુખ પર મોરપંખ કેવું સોહાય છે,
રાધા કાન્હાને જોઈ કેવી મનોમન હરખાય છે..!-
તારી સામે એક રજૂઆત કરવી છે,
બને તો એક પ્રેમભરી મુલાકાત કરવી છે
છે આ સફર બહુ લાંબી જિંદગીની,
તારી સાથે જ એની નવી શરૂઆત કરવી છે
મળે સાથ તારો તો મંઝીલનો શું ડર,
હરપળ તું સાથ રહે એટલી જ તો વાત કરવી છે
તારી સામે એક રજૂઆત કરવી છે,
બને તો એક પ્રેમભરી મુલાકાત કરવી છે...!-
તું એટલે મને પળે પળ થતો અહેસાસ,
તું એટલે મારી જિંદગીમાં ખુબ ખાસ
તું એટલે મારા સપનાઓની આશ,
તું એટલે મારી ધડકનનો શ્વાસ
તું એટલે મારા જીવનનો સંગાથ,
તું એટલે મારી આ સફરનો સાથ
તું એટલે મારા વ્યસ્ત દિનનો નિરાંત,
તું એટલે મારી કહાનીનો સારાંશ...!-
"દર્દ"ની વ્યાખ્યા શું આપું સાહેબ..?
એના અર્થમાં "ઇશ્ક" લખું તો ખોટું શું..?-
अगर तुम्हारा साथ मिले,
तो बिना मंजिल के भी मुसाफिर बनने को तैयार हूं
अगर तुम्हारा प्यार मिले,
तो सारी मुश्किलों से लड़ने को तैयार हूं
माना की साथ चलते चलते कई परेशानियां आएगी,
हर पल हम पर नई जिम्मेदारियां आएगी
पकड़कर एकदूजे का हाथ,
कर जाएँगे हम ज़िन्दगी का समंदर पार
अगर हो कोई शिकायत और रुठे तू मुझसे,
तो एकबार नहीं सो सो बार मनाने को तैयार हूं,
इंतजार सिर्फ तेरी इजाजत का है,
वर्ना तेरा नाम मेरे नाम के साथ लिखने को कब का तैयार हूं ।।-
ઘેરાય છે મન વિચારોના વંટોળમાં તો સવાલ અહીં કોને પૂછું..?
અટવાયો છું જિંદગીની રાહમાં તો રસ્તો અહીં કોને પૂછું..?
ક્યારેક થાય કે કહી દઉં સઘળુય જે એક ખૂણે ભર્યું છે,
પણ બોલ્યા વગર કહી દેવાય એવી તો રીત અહીં કોને પૂછું..?
કોણ પારકુંને કોણ આપણું એનું ભાન તો સમય કરાવે,
આ સ્વાર્થની દુનિયામાં એનો ભેદ તો અહીં કોને પૂછું..?
જોને,જિંદગીના ખેલ છે આ તો જેમતેમ થોડી ખેલાય કાંઈ,
હરીફ મળે અહીં પળે પળે તો હર ઘડી ચાલ અહીં કોને પૂછું..?
જાણીને પણ અજાણ બનવું એ રીત છે 'જિગર' આ જગની
કહો,પોતાના જ ના સમજે તો પછી બીજા અહીં કોને પૂછું..?-