ખટમીઠ્ઠા
શબ્દોની નજાકત
પાણીદાર
શાલીન સુઘડ મીઠી.
-
'મા'નાં ગર્ભથી કિલ્લોલતું 'ઉઆ...'ગુજરાતી,
ગીરને છેવાડે સાવજની ડણક ગુજરાતી,
કવિ નર્મદ'ને દલપતનાં વારસ વર્ણ ગુજરાતી,
મેઘાણીનો સોરઠી રસધાર ગુજરાતી,
ભાગોરે ધણ'ને ટંકારવ સંગ હાકોટા ગુજરાતી,
'એ હાલો.'નાદે વિશ્વ થીરકતું ગુજરાતી,
હોવ' એ ગુજરાતી'ને 'હું શ' એ ય ગુજરાતી,
થાય ગર્વ પૂછે વિદેશી 'કેમ છો'ગુજરાતી..
'રે લોલ..'ગાતી ચાચર ચોકે ગરબી ગુજરાતી,
'તા થૈયા' ગાતાં રંગલાનો વેણ ગુજરાતી,
'ગુજરાત મોરી મોરી' ગાતું જ્ઞાનપીઠ ગુજરાતી,
'અમૃતા' જેવું મીઠડું મમત્વ ગુજરાતી..— % &-
જેમ માં બોલતાની સાથે જ મોઢું ભરાઇ જાય અને!
બાપુ બોલે ત્યાં તો બધા જ દુઃખ નાસી જાય
એ છે ગુજરાતી ભાષાનો મહત્તમ!
જે ક્યાંક દેખાય છે મોરના ટહુકા માં અને!
વર્તાય છે ગાડી ગીર ના સાવજ ની દહાડ માં.
જ્યારે ગવાય છે શાળાઓમાં જય જય ગરવી ગુજરાત,
ત્યારે ગર્વ થાય છે ખુદ પર મુજને "એ ગુજરાત💖
વસે છે દુનિયાના ખૂણેખૂણે ગુજરાતી,
અને આજ પણ પ્રેમથી બોલે છે એ ગુજરાતી.
ખડખડ વહેતી નદીઓ જાણે ગુજરાતી,
અડીખમ ઊભો ગિરનાર એ પણ ગુજરાતી.
સમુંદર જેના પાવ પખાડે એ ઠાકર પણ થયો ગુજરાતી,
અને! બેનીના હાલરડા માં પણ ગુજરાતી.
કવિઓના પ્રત્યક્ષ શબ્દોમાં છલકાય છે ગુજરાતી,
મેઘાણીની વાતો માં જુઓ ગુજરાતી.
અનોખી મીઠાશ આ ભાષાની પણ કેવી? એ સાંભળ"
તારે જીવતું રહેવું હોય તો ઘરમાં મર😁 આ પણ ગુજરાતી.
નવલા નોરતા નો થનગનાટ જાણે ગુજરાતી,
જે ઉજવે છે હરેક તહેવારો પ્રેમથી એ ગુજરાતી.
જ્યાં નથી બોલાતું "ગુડ મોર્નિંગ કે ઓકે,ફાઈન,
થાય છે સવાર મારી જય શ્રી કૃષ્ણ થી એ પણ ગુજરાતી.
🍁-
એક સૂત્ર માં બાંધે જે વિવિધ ધર્મ જન જાતી ને
એકતા નું પ્રતીક બની એક રાષ્ટ્ર માં માને જે
વિવિધતા માં એકતા નો પાઠ સૌ ને પઢાવે જે
માતૃભાષા એવી ચાર દિશા ને એક સંગ બાંધે જે
સૌ ને દે એક ઓળખ નવી સર્વ ધર્મ સમજાવે જે
દરેક માનવ ના મન ના ભાવ સરળ રૂપે દર્શાવે જે
આવો મળી ને સૌગંધ લઈએ માતૃભાષા ની રક્ષા ની
જીવન નો આધાર બની સર્વગુણ સમ્પન્ન બનાવે જે-
ગર્વથી બોલાતી મુજ માતૃભાષા,
અમીના ઓડકારે મુજ માતૃભાષા...
વિસરતી તોય સમાતી એ મુજમાં,
હૈયાનાં પેટાળે ઉભળતી માતૃભાષા...
ગાયે છે કવિઓ સૂરે માતૃભાષા,
સાહિત્ય સર્જનના મૂળે માતૃભાષા..
મીઠડી' ને રસાળે ડૂબતી મધુ રસમાં
વિશ્વમાં ઝળહળતી નૂરે માતૃભાષા...
ગીર હાકોટે સૌની કમાન માતૃભાષા,
સત્કાર મર્યાદા'ને સન્માન માતૃભાષા..
હેતે સારસને જોડે તો કદી ટહુકામાં,
પ્રાદેશિક વ્હેચાતી તોય અભિમાન માતૃભાષા..-
મા છે
તો હું છું
મારું અસ્તિત્વ છે....
માતૃભૂમિ છે
તો મારું હોવાપણું
ગૌરવવંતુ છે ....
માતૃભાષા છે
તો મારા અસ્તિત્વને
વ્યક્ત કરી શકું છું.....!-