Nisha Ahir   (Niશા Ahir (ચાંદ))
923 Followers · 40 Following

read more
Joined 25 July 2021


read more
Joined 25 July 2021
16 APR AT 17:51

મળે જો માર્ગે જતા માધવ, તો રોકજો તા જરા,
મલકાઈ ઈ મીઠું, તો વાત કરજો તા જરા.

નથી બાંધ્યા પગે ઘુંઘરુ! ઈ વાત નોખી છે,
મીરા જેવો હૈયે ભાવ, વાત માનજો તા જરા.

નથી હું વવારું, કોઈ ઊંચા કુળની,.....
મારી ઝૂંપડીએ આવકાર જાજો, ઈ કહેજો તા જરા.

ખંખેરી નથી હજી એ ધૂળ, માર્યો જરા એને જી ધક્કો,
મહેકે છે હજી ઈ તુલસી ક્યારો, પગરજ લેજો તા જરા.

અને! મળી જાય આમ જ મને સપનામાં શામળો,
મળે! આવા વહેમ ના ઓહળ, તો દે'જોતા જરા.
🍁

-


5 APR AT 23:29

पर अबकी बार! मैं घर की बड़ी नहीं, छोटी बनना चाहूंगी।।
🍁

-


31 MAR AT 16:18

નજર નીચે રાખીને, ઉંચુ જરા જો તો,
સગાવો વચ્ચે કોણ છે દુશ્મન જરા જો તો.

ખંભો પકડીને તો તું હાલે છે ભેગો,!
આ પગ કોણે પકડ્યો? જરા જો તો.

ઝાંઝવાને શું ખબર નદી ક્યાં દોડી જાય છે!
દરિયામાં કોણ ડૂબ્યું જરા જો તો.

મારી માથે આભ તો ઘણીવાર પડયું!
આજે કોણે જીલી રાખ્યું જરા જો તો.

ચાંદ" એટલી બદદુવા પછી પણ જીવું છું,
કોણ માંગે છે દુઆ, જરા જો તો.
🍁

-


28 MAR AT 22:50

क्या कहा!?
यह दुनिया!
कैसी दुनिया?
🍁

-


27 MAR AT 9:56

ખોળો પાથરીને બેઠી છું તારી સામે,
હું રંક કે યાચક! ઈ બધું હવે તારી ઉપર.

નમતું જોખી દીધું મેં જગત સામે,
હું હારેલી કે થાકેલી! ઈ બધું હવે તારી ઉપર.

કર્યું ઉષા નું આલિંગન સંધ્યા ટાણે,
હું ચાંદ કે સુરજ! ઈ' બધું હવે તારા ઉપર.

મેં આંખોએ આંજ્યા, ભરોસાના આંજણ,
હું કલંક કે કાજલ! ઈ બધું હવે તારી ઉપર.

પાર કરી ગઈ છું હું, મૃગજળ નો દરિયો,
હું હવે હું, કે તું! ઈ બધું તારી ઉપર.
🍁

-


26 MAR AT 14:42

ગ્રહણ શું છે?
માત્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે!
ચાંદ" નું હોવું? ના....
હકીકતમાં એ તો ગ્રહણ છે જ નહીં!
અને એ ગ્રહણ હોય,
તો એને ગંગાજળ થી શુદ્ધ પણ કરી શકાશે.
પણ વાસ્તવમાં!
ગ્રહણ છે તારી અને મારી વચ્ચે મૌનની બનેલી દિવાલ.
જેને ગંગાજળ નહીં, પરંતુ!
સંવાદનો વેગ જ દૂર કરી શકશે.
આભામંડળના ગ્રહણને તો,
આખું વિશ્વ શુદ્ધ કરવા બેઠું છે!.
પણ તારી અને મારી વચ્ચે આ મૌનની ઉપસ્થિતિ!
ગ્રહણ થી ઓછી પણ નથી.
ખરું ને...!?
🍁

-


24 MAR AT 11:43

કૃષ્ણ! તારી વાંસળીના સૂર આજેય સંભળાય છે,
આવે! પૂનમ ચાંદ" ને ફાગણીયે મલકાઈ છે.
.
કૃષ્ણ! તારી પ્રીત ના દાવેદાર તો ઘણાએ છે,
પણ! ઈ' પીડા ને લેવા કોનું મુખ મલકાય છે?

કૃષ્ણ! આ મહેલના કાંગરા તો સૌવ નિહાળે છે,
પણ! આ' ટોળેટોળામાં તારું દુઃખ કોણ જાણે છે?

કૃષ્ણ! તારા હાથમાં ગદા-ચક્ર સૌવ કોઈ જોવે છે,
પણ! વાંસળી તારી ક્યાં ખોવાણી આયા કોઈ પૂછે છે?

કૃષ્ણ! તારા ઉપર હક જમાવવા જગત આંખુ બેઠું છે,
પણ! તારા હકનું શું ખોવાયું તને કોઈ પૂછે છે?

કૃષ્ણ! કમનસીબે આંખોએ કેવી ધૂળ છવાણી,
અહીં! રાધા વગર રંગનો તહેવાર ઉજવાય છે.
🍁

-


21 MAR AT 9:28

થોડુંક ખમી લઉં છું, થોડુંક સહી લઉં છું.
સ્ત્રી છું' એ પાંચ દિવસ, મરીને જીવી લઉં છું.

થોડુંક રડી લઉં છું, ઢગલો હસી લઉં છું.
સ્રી છું' ટપકતા રક્તને, પાંપણના પાટિયે સંતાડી દઉં છું.

થોડુંક કરમાઈ જાઉં છું, પણ બાગ સુગંધિત રાખું છું.
સ્ત્રી છું' પંડની પીડાને, મરકનાં ઓઢણેથી સંતાળુ છું.

થોડુંક રિસાઈ જાઉં છું, ઘણું મનાઈ જાઉં છું.
સ્ત્રી છું' અશુદ્ધિઓ મા, પાવન થઈ જાઉં છું.
.
સ્ત્રી છું' એ પાંચ દિવસ, મરીને જીવી લઉં છું.
સ્ત્રી છું' ટપકતા રક્તને, પાંપણના પાટીયે સંતાડી દઉં છું.
🍁

-


18 MAR AT 21:57

ઝેર' જીરવી ગઈ છું,
હવે સ્મિતનું રહસ્ય ના પૂછજે.
મૌન ઘણું બધું બોલે છે,
વાતોમાં હવે ખુદને ના ખોજજે.

આવજે આ ગલીઓમાં પણ!
અહીં તારું નામ ના પૂછજે.
તું' ઉતરી ગયો રદયમાંથી,
હવે કોઈ પાસે હાલ ના પૂછજે.

માલી લીધો સઘળો મનખો,
હવે અભરખાના કોઈ કોડ નથી.
ચાંદ" ને તારાઓ નો ઘુંઘટો,!
ઢાંક્યો પ્રકાશ' કેમ ના પૂછજે.
🍁
-Niશા Ahir (ચાંદ)

-


16 MAR AT 17:22

આ મૌનની વાચા પણ બહુ જબરી હોય કા,?
જોને તું!
આમ' છાનામાની રહીને ગઢના કાંગરા ચીરી નાખે છે.
🍁

-


Fetching Nisha Ahir Quotes