QUOTES ON #માઁ

#માઁ quotes

Trending | Latest
8 JAN 2019 AT 17:00

નખશિખ વર્ણન કરવું શબ્દો માં એનું અઘરું છે ,
માઁ તો દરેક ખૂણે થી ખૂબસૂરત જ લાગે છે .

-


9 MAY 2021 AT 9:32

લોહી નીકળીને દર્દ થાય તેને ' ધા ' કહેવાય છે,
બધું પોતાની સાથે ઉડાવી જાય તે વંટોળને ' વા ' કહેવાય છે,
અને જે આવેલા મોતને પણ સાડીના છેડે બાંધીને રોકી શકે
તે ધરતી પરના ભગવાન ને જ ' માઁ ' કહેવાય છે.

-


17 MAR 2019 AT 0:57

ફોરમ અેની ફરતી થઈ ગઈ,
મારા શબ્દો ની સાથે;

ઉડી ઉડી ને યાદો વળગી,
લીધી કલમ જ્યાં હાથે!

નિર્ભય ફરૂછુ નિત્ય કારણ કે ...
મારી માઁનો હાથછે માથે !

-


18 APR 2020 AT 13:14

જીંદગી ના દાખલા
ખુબ સારી રીતે ગણ્યાં,
જીંદગાની નું ગણિત
રસભર અને સરભર રહ્યું
માઁ થકી.

-


1 SEP 2019 AT 18:59

માં જેવું કોઈ જ નથી આ આખાય સંસાર માં,
ઈશ્વર પણ ખુદ આવીને પોઢે છે માં ની ગોદ માં..!

-


28 APR 2022 AT 13:37

જય જય માઁ કુળ તારણહારિણી શક્તિ
જય જય તાત હરપાલ દેવ વરીણી શક્તિ

ગુણ તમારા શા હું અમિયલ ગાઉ
નામ લેતા જ બલિહારી જાઉં

માઁ શક્તિ રૂપે જગ જનની પાર્વતી અવતર્યા
બાલુડા બચાવવા કર ઝરુખેથી લંબાવ્યા

તાત હરપાલ રૂપે પ્રભુ શિવજી પધાર્યા
બાબરા ભૂતને વશ કરી રાજ શોભાવ્યા

ગાંડા હાથીથી માઁ એ બાળકના જીવ બચાવ્યા
ઝાલ્યા મુસીબતમાં ને અમે "ઝાલા" કહેવાયા

સોલંકી કુળના પુત્રીએ અમ કુળ ઉગાર્યા
પાટડી ગામે તાત-માતાએ તોરણ બંધાવ્યા

"શ્રધ્ધા"થી આજ પ્રથમવાર આપને કાવ્યે કંડાર્યા
સમગ્ર કુળ કાજે માઁ આજ આશિષ છે માંગ્યા !

ભૂલચૂક મારી કરજો માફ માઁ
બોલાવે બાળ ત્યારે મોડું ન કરજો માઁ !

-


15 APR 2020 AT 17:42

"माँ"

में एक माँ का तिशरा बेटा,
पढ़ लिख कर अभी घर बैठा।

दुनिया को कही और से सीखा,
बड़ी दुनिया में एक सबक सीखा।

कही और से समाज को देखा,
और उसमें से एक मतलब को देखा।

अपनों को कही से पराये देखे,
एक माँ को भगवान में देखा,
मतलब की दुनिया में अपना कोई देखा।

सभी और मतलबी दुनिया को देखा,
सिर्फ माँ को अपना नेखा ।
सभी और मतलबी दुनिया को देखा,
सिर्फ माँ को अपना नेखा।

-


14 MAY 2023 AT 1:16

મારી માઁની આંખોમાં
જોવું એટલે વિશ્વના ગર્ભમાં
ડોકાવા જેવું છે,

એની શક્તિ એનો પ્રેમ એની ભક્તિ
એની ભીતિ અને એનો આત્મા
મુજ અંદર પ્રતિબિંબ બનીને રહે એ જ એક
મારી ઈચ્છા.

-


21 APR 2020 AT 9:38

આદી શક્તિ માત તું,
અખંડ અજોડ જોગણી,
તું સંવારે તું સંહારે,જાગતી તુ માવડી
વિવિધ રૂપા,આદ્ય સ્વરૂપા તૈલોકી તું અધીશ્વરી
ત્રિવિધરૂપે સંતાપ ટાળે,વિઘ્નો ને તું બાળતી,
છોરુંડા ને માઁ તું ઉગારે,વ્હાલની તું વેલડી
સ્મરણ તારું છે મન ભાવન,
દેવી તું પરમેશ્વરી,
આદિ શક્તિ, તુજ ભક્તિ,
સપ્તદીપનવખંડમહીં
યથા તથા તું જ વ્યાપે,તુજ માયા માહેશ્વરી,
માઁ તુજ માયા માહેશ્વરી.
~ દિવ્યનંતા

-


25 MAR 2020 AT 8:22

ઘણો મુસીબતમાં છે
માઁ તારો બાળ આજ
આવ ફરી તું
ધરી ને રુપ
જગદંબાનું
ને કર સંહાર
આ કાળમુખા
અસુર કોરોનાનો.

ચૈત્રી નવરાત્રી નિમિત્તે માઁ જગદંબા આ મહામારી માંથી પૂરાં વિશ્વને ઉગારે એવી ભાવભીની માઁ ને પ્રાથના કરું છું...🙏

-