Siddhartha.   (©સિદ્ધાર્થ... ‛અભંગ’)
1.1k Followers · 84 Following

read more
Joined 19 August 2018


read more
Joined 19 August 2018
23 APR AT 18:00

હુરટીઓનો આંગરી પર ઈંકનાં
ટપકાં હાઠેનાં ફોટા મુકવાનો લ્હાવો ગીયો

પાર્ટીનાં કાર્યાલય માં ભજીયાં અને
ચા નાસ્તા પન ગીયાં

એની બેન્ને એક રજા મલતે તે હો ગઈ

મત આપવાનો રોમાંચ હો ગીયો

વિકટરિનો વરઘોરો પણ ગીયો.
ડારુ પીવા મલટો ટે હો ગીયો.
ડિમાગનો અઠ્ઠો ઠઈ ગ્યો.

-


23 APR AT 10:00

"હજુ કેટલા દિવસ તું મને આ રીતે ગૂંગળાવીને છોડવાનો છે? હું પહેલેથી જ સંપૂર્ણ મરવા માટે આવી છું. દરરોજ પાનું ન ચુકતા ઉઘાડે છે અને ગણતરીનો એક શ્વાસ મળે ન મળે કે તરત જ બંધ કરી દે છે. અરે બાબા, બંધ જ કરવો છે શ્વાસ મારો તો પાનું ખોલે જ શા માટે અને જો ખોલે છે તો અકસ્માત બંધ શા માટે કરે છે? મારો પણ જીવ છે, કે તું જ એકલો સજીવ છે આ આખી સૃષ્ટિમાં?

તારી પહેલીવાર મારી પર નજર પડી ત્યારે કોઈક વિલક્ષણ ભાવના,પ્રેમ,ઉત્સુકતા,નાવીન્ય ઝલકતું હતું તારી આંખોમાંથી એટલા માટે તે મને તોડીને મારા સર્વસ્વથી દૂર કરી છતાંપણ એક પણ શબ્દ થકી તને ટોક્યું કે નકાર્યું નહીં પણ જ્યારથી તારા હાથોથી છૂટીને અજાણી પગદંડીમાં પડી હું,ત્યારથી તે મને જૂના કદાવર પુસ્તકની જેલમાં બંધ કરી દીધી છે!
કૃપા કર અને મુક્ત કર મને અને તું પણ મુક્ત થા! દરરોજ જૂના ઘા ખોલવાથી વસ્તુઓ/વ્યક્તિઓ નવેસરથી મળતા નથી. તારી આંખોમાંનો આ ત્યાગ અને વેદના સમુદ્ર મારો જીવ લે છે દરરોજ..! મોકળી કર મને અને ખુદ પણ મોકળો થા...!"

પુસ્તકના પાનાની અંદર એક સુકાઈ ગયેલી અને મરવા પડેલી ગુલાબની પાંખડી છુટકારા માટે વિનંતી કરતી હતી.

-


19 APR AT 20:25

સાંભળી છેલ્લાં બે શબ્દો બાપના,
ટુકડો કાળજાનો આંખોથી દૂર જતો રહ્યો.
લોકોએ જોયા લગ્ન પણ મેં જોયું હતું,
કેવીરીતે રાજાના માથા પરનો મુગટ દૂર જતો રહ્યો.

-


19 APR AT 11:48

ફૂલોને ત્યાં સુધી ઉછેરવામાં આવે છે જ્યાંસુધી લોકોને તેમાંથી મોહક સુગંધ ન મળે, પરંતુ એવા વ્યક્તિને મળવા માટે નસીબની જરૂર પડે છે જે મુરઝાઈને,તૂટીને પડી ગયા પછી પણ શુદ્ધ પ્રેમ કરે છે...

-


19 APR AT 11:43

ઈમાનદારીનું પંખી ફફડીને કોઈ રસ્તાના કિનારે પડી રહે છે અને બેઈમાનીનું આખા આકાશમાં આરામથી તેનો ધ્વજ લહેરાવે છે. આ વિશ્વની વાસ્તવિકતા આ સુંદર સૃષ્ટિનું કદરૂપું ઉદાહરણ રજૂ કરશે તેમાં કોઈ શંકા નથી.

-


19 APR AT 11:33

અસંખ્ય રાતો ઉઘાડી આંખોએ ખર્ચ કરવી પડે છે,
સ્વપ્નમાં રંગાયેલો તે એક દિવસ સંપૂર્ણ જીવવા માટે.

-


14 APR AT 16:50

નનામી અરજી કરવી એ દેહાઈઓની હૉબી હતી.

-


14 APR AT 9:49

સંઘર્ષની આગ બુઝાવવા લાગી કે,
અપયશનું અંધકાર પસરવા લાગે છે મનમાં..
ત્યારે હું વાંચું છું ઊર્જાના ભંડાર ભીમસુર્યને,
આગ ફરી સળગે છે એ પણ કાળજા સુધી..
એવા મહામાનવના જન્મદિન નિમિત્તે વિનમ્ર અભિવાદન.

-


7 APR AT 12:14

હાથમાં બચેલાં અંધકાર પર તૂટી પડવાનું કહે છે,
મરતાં પહેલાં ફરી એકવાર ઊઠીને લડવાનું કહે છે!

આંખો રાખે છે સૌ ઊઘડી અંધારી ચાંદની રાતમાં,
દિવસ ડૂબે છતાંય બચે છે માંગણીઓ રાતમાં.
દિવસ રાત બનાવીને પાંખ એકવાર ઉડવાનું કહે છે,
મરતાં પહેલાં ફરી એકવાર ઊઠીને લડવાનું કહે છે!

-


7 APR AT 12:01

બધાં જ હસે છે અહીં વાતો પર એકબીજાની મૃત્યુમાં,
જીવંત રહેતાં કોણ થયું સુખી અહીં સુખમાં કોઈના.

-


Fetching Siddhartha. Quotes