સ્વામી ના સ્વામી ને વંદન વારંવાર.
-
પાળિયો કહે છે કે...
મને "પૂજનારા" તો મળ્યા અઢળક
પણ આજે "પૂછનારો" પણ મળી ગયો.-
समुद्र की एक 'लहर' की भांति मेरा अस्तित्व
और
तुम 'समुद्रतल' के अथाह "अनंता"..-
માતૃભૂમિનું ઋણ દરેકને ચૂકવવું પડે છે અને આપણે દેશને વફાદાર રહીને એ ઋણ અદા કરીએ જ છીએ પરંતુ માતૃભાષા નાં ઋણનું શું??
"પરમજનની" સંસ્કુતમાંથી જે ગુજરાતી ભાષા નું સર્જન થયું અને એ ભાષાનું આપણા પૂર્વજોએ જતન કર્યું.હાં ફેરફાર થયો, અમુક તળપદા શબ્દનો પ્રયોગ તો ક્યાંક શુદ્ધ ગુજરાતી શબ્દનો ઉપયોગ.એ વારસા ને પેઢી દર પેઢી વહન કરવાની જવાબદારી આપણી છે,અને પૂર્વજો તરફથી મળેલ ભાષાકીય વસિહત છે.
અત્યારે આપણે ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દ ને પ્રવેશ આપી દીધો છે પરિણામે નથી શુદ્ધ ગુજરાતી બોલી શકાતું કે નથી અંગ્રેજી,ગુજરાતી ભાષા ને આપણે "ગુજLISH" કરી એની પર ઘણા પ્રહાર કર્યા છે પરિણામે તેનું અસ્તિત્વ જોખમાયું છે.એ સમય દૂર નથી કે વિદેશી ભાષાની બહોળી ઘેલછા થી અસ્તાંચલની છેલ્લી જ્યોત સમી જીવન જંખતી આપણી માતૃભાષા પ્રાણ છોડી દે.જેથી આપણા વારસાનું પતન થવાથી આપણી સંસ્કૃતિ નું કોઈ અસ્તિત્વ નહીં રહે અને ભાવિ પેઢીને મળનારા વારસાનો વધ કરનાર દોષી આપણે જ ગણાસુ.
ગુજરાતનાં સ્થાપનાદિન નિમિતે માત્ર સ્ટેટ્સ મુકવા કરતા લુપ્ત થવાને આરે શુદ્ધ ગુજરાતી ભાષા ને ફરી જીવંત કરવાની જવાબદારી આપણી છે.
આજથી એવો સંકલ્પ કરીએ કે......
આજથી રોજિંદા જીવનમાં શક્ય હોય એટલો વધારે શુદ્ધ ગુજરાતી ભાષાનો પ્રયોગ કરીએ જેમાં અન્ય ભાષાનો એક પણ શબ્દ ન હોય.
આ સંકલ્પ થકી જ આપણે આપણી માતૃભાષાનું ઋણ અદા કરી શકીશું.
~दिव्यनंता
-
આજ ચકલી દિવસ છે એ ચકલી ને ખબર પણ નથી!?
એક પ્રશ્ન....
આજ ચકલી ને ચણ કોને નાખ્યું,
કુંડુ સાફ કરી ચોખ્ખું પાણી કોણે ભર્યું?
વૃક્ષો તો દિવસે ને દિવસે કપાતા જાય છે,લાખો ચકલાઓ ઘર વિહોણા થાય છે તો ચકલી ને રહેવા માટે પૂંઠાનું ઘર આજે કોણે બનાવ્યું જેથી એકાદ ચકલી નો પરિવાર તેમાં સમાઈ શકે?
જો આ બધા માં જવાબ "ના" હોય તો સમજી લેવું કે આપડે બધા પ્રદર્શન ની દુનિયામાં જીવીએ છીએ.અસલ માં ચકલા ની મદદ કરવાને બદલે માત્ર ફોન માં,સોસીયલ મીડિયામાં 'ચકલી દિવસ' ને લગતો દેખાડો કરીએ છીએ.વાસ્તવિક જીવન માં શ્રમ કરવામાં આપણે શૂન્ય છીએ.
કાંઈ ન કરીએ તો એકાદ બે વૃક્ષો તો જરૂર વાવી શકીએ જેથી લુપ્ત થવાને આરે અમુક ચકલા ને બચાવી શકાય,આપણા આંગણે એમને આશરો તો આપી શકીએ ને?
-